નવા મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓગસ્ટથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 73.5 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. આ પછી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 1500 રૂપિયાથી વધીને 1623 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

જો કે, ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો સબસિડીવિનાના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો સબસિડીવિનાના એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા યથાવત છે. જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે જુલાઈમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કર્યો હતો.
સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમત

સબસિડી વગરના 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 834.50 રૂપિયા, કોલકાતામાં 861 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર છે.
19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત

સરકારી તેલ કંપનીઓએ 19 કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સૌથી વધુ વધારો ચેન્નઈમાં 73.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ ગેસની કિંમત 73 રૂપિયા વધીને 1623 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 72.50 રૂપિયા વધીને 1629 રૂપિયા, મુંબઈમાં 72.50 રૂપિયા વધીને 1579.50 રૂપિયા અને ચેન્નઈમાં 73.50 રૂપિયા વધીને 1761 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ છે.
LPG ની કિંમત કેવી રીતે તપાસવી

એલપીજી સિલિન્ડરની કિંમત તપાસવા માટે, તમારે સરકારી ઓઇલ કંપનીની વેબસાઇટ પર જવું પડશે. અહીં કંપનીઓ દર મહિને નવા દર બહાર પાડે છે. (https://iocl.com/Products/IndaneGas.aspx) આ લિંક પર તમે તમારા શહેરના ગેસ સિલિન્ડરની કિંમત ચકાસી શકો છો.
ડિસ્ટ્રીબ્યુટર પોતાની ઈચ્છા મુજબ પસંદગી કરી શકો છો

એલપીજી ગ્રાહકો તેમની ઈચ્છા મુજબ ડિસ્ટ્રીબ્યૂટર પસંદ કરી શકે છે અને સિલિન્ડર રિફિલ કરી શકે છે. પ્રારંભિક તબક્કામાં, આ સુવિધા જૂન 2021 માં ચંદીગઢ, કોઈમ્બતુર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં શરૂ કરવામાં આવી છે. આ સુવિધા શરૂ કરવામાં આવી છે જેથી ગ્રાહકોને સમયસર અને ઝડપી રિફિલ આપી શકાય. આમ હવે જો કોઈ ડિસ્ટ્રીબ્યૂટર ગ્રાહકોને વ્યવસ્થિત સર્વિસ નથી આપી રહ્યો તો ગ્રાહકો પોતાની મરજી મુજબ ડિસ્ટ્રીબ્યૂટરની પસંદગી કરી શકશે.