ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતા ખોરાકમાંથી ગરોળી નિકળતા હડકંપ મચી ગયો છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાં ગરોળીની હાજરીને કારણે વહીવટીતંત્ર પણ ચોકી ગયું હતું. વહીવટીતંત્રે તમામ દર્દીઓને 24 કલાક ડોકટરોની દેખરેખ હેઠળ રાખ્યા હતા. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભોજન આપવા માટે અક્ષય પાત્ર સંસ્થા સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને દરરોજ ભોજન હોસ્પિટલમાંથી જ આપવામાં આવે છે. લગભગ 325 દર્દીઓ માટે રોજનુ ભોજન અક્ષય પાત્રથી આવે છે. એવું કહેવામાં આવે છે કે 28 જુલાઈના રોજ, અક્ષય પાત્રથી આવેલા ભોજન પછી દર્દીઓમાં હંગામો મચી ગયો હતો. દર્દીની થાળીમાં ગરોળી મળી આવી હતી. આ પછી દર્દીઓમાં હલચલ મચી ગઈ હતી. ઘણા દર્દીઓ તો ભોજન પણ ખાઈ ચુક્યા હતા.

દર્દીઓને પીરસવામાં આવતા દાળ-ભાતમાં મૃત ગરોળી મળી આવ્યા બાદ દર્દીઓ ડરી ગયા હતા. ઉતાવળમાં, આ માહિતી હોસ્પિટલ પ્રશાસનને આપવામાં આવી અને હોસ્પિટલ પ્રશાસનને ગરોળી ભોજનમાંથી નિકળી હોવાની માહિતી મળતા જ અન્ય દર્દીઓને આજ ખોરાક આપવાનો ઇનકાર કરી દીધો. જેમને ખોરાક આપવામાં આવ્યો હતો તેમને પણ ખોરાકનો ઉપયોગ કરવાની મનાઈ હતી.
હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટે આ વાત કહી
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.નિયતી લાખાણીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે દર્દીઓને આપવામાં આવતો ખોરાક અહીં અક્ષય પાત્ર સંસ્થા દ્વારા જ આવે છે. તેમણે કહ્યું કે, અક્ષય પાત્રના સંચાલકોને ખોરાકમાં ગરોળીની હાજરી અંગે જાણ કરવામાં આવી છે. અક્ષય પાત્રના લોકોને પણ દર્દીઓ માટે ભોજન તૈયાર કરવામાં ખાસ કાળજી રાખવા કહેવામાં આવ્યું છે. હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ દરેક દર્દી સ્વસ્થ છે. આના કારણે કોઈની તબિયત બગડી નથી.

તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. આ દરમિયાન 24 કલાકમાં 35 દર્દીએ કોરોનાને મ્હાત પણ આપી છે. જેને પગલે ગુજરાતનો રિક્વરી રેટ હવે 98.75 ટકા સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ ગુજરાતમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,43,742 લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ કોવિડ 19 રસીકરણ મહાઅભિયાન અંતર્ગત જુલાઈ 2021 દરમિયાન વિક્રમજનક રસીકરણ કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે, જુલાઈ 2021માં કુલ 75,06,756 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3.25 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

નોંધનિય છે તે, અત્યાર સુધી 252 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 246 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 8,14,549 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે રાહતની વાત એ છે કે ગઈકાલે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. નોંધનિયછે કે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 35 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.