વાંચો ઉર્મિલા માતોંડકરની જાણી-અજાણી વાતો એક ક્લિકે તમે પણ

ઉર્મિલા માતોંડકરે અનેક ફિલ્મોમાં પોતાની હોટ અદાઓથી દર્શકોના દિલ જીત્યા છે. ઉર્મિલાને તેની બોલ્ડ એક્ટિંગ માટે ઓળખવામાં આવે છે. ઉર્મિલાએ ખૂબ નાની ઉંમરમાં કરિયરની શરૂઆત કરી હતી.

image source

વર્ષ 1983માં રીલિઝ થયેલી ડિરેક્ટર શેખર કપૂરની ફિલ્મ માસૂમમાં ઉર્મિલાએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે નસીરુદ્દીન શાહની દીકરી પિંકીની ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઉર્મિલાએ ચાઇલ્ડ એક્ટર તરીકે કામ કર્યું હતું. જોકે, ચાઇલ્ડ એક્ટર તરીકે ઉર્મિલાની આ પ્રથમ ફિલ્મ નહોતી.

image source

4 ફેબ્રુઆરી 1974ના રોજ મુંબઇમાં જન્મેલી ઉર્મિલા માતોંડકરે પોતાની કરિયરની શરૂઆત ફક્ત 3 વર્ષની ઉંમરમાં કરી હતી. એક રિપોર્ટ પ્રમાણે, 1977માં રીલિઝ થયેલી ફિલ્મ કર્મમાં ઉર્મિલા જોવા મળી હતી પરંતુ કોઇના નજરમાં આવી નહોતી.

image source

આ ફિલ્મના ડિરેક્ટર બી.આર ચોપડા હતા. આ ફિલ્મમાં લીડ એક્ટર રાજેશ ખન્ના હતા. રાજેશ ખન્નાની સાથે વિદ્યા સિન્હા અને શબાના આઝમી હતા.

image source

ઉર્મિલાએ કર્મ સિવાય અનેક ફિલ્મોમાં ચાઇલ્ટ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. પરંતુ લોકોએ ફિલ્મ માસૂમમાં તેને નોટિસ કરી હતી. આ અગાઉ 1980માં રીલિઝ થયેલી મરાઠી ફિલ્મ જાકોલ અને 1980માં શ્યામ બેનેગલની ફિલ્મ કલયુગમાં પણ તે જોવા મળી હતી.

image source

પરંતુ બોલિવૂડમાં ઉર્મિલાને ઓળખ 1995માં રીલિઝ થયેલી રામગોપાલ વર્માની ફિલ્મ રંગીલાથી મળી હતી. રંગીલાની સફળતા બાદ ઉર્મિલાએ રામ ગોપાલ વર્માની અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.

image source

દોડ, સત્યા, કૌન, મસ્ત,ભૂત, પ્યાર તુને ક્યા કિયા, જંગલ, એક હસીના થી સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. ઉર્મિલાએ 2016માં મોડલ મીર મોહસિન અખ્તર સાથે લગ્ન કર્યા છે. જેમાં ફક્ત પરિવારજનો અને કેટલાક મિત્રોને જ સામેલ કરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ