નીતા અંબાણી અને ભાવી વહુ રાધીકા મર્ચન્ટની આ વણજોઈ તસવીરો સાસુ-વહુના સંબંધને પણ સુધારી દે તેવી છે, જોઇ લો તમે પણ

નીતા અંબાણી અને ભાવી વહુ રાધીકા મર્ચન્ટની આ વણજોઈ તસ્વીરો તમારા સાસુ-વહુના સંબંધને પણ સુધારી દેશે

image source

આપણે અવારનવાર જોતા આવ્યા છે કે નીતા અંબાણી પોતાની વહુ અને ભાવી વહુ સાથે સાસપણું નહીં પણ બહેનપણા જેવું વર્તન કરે છે. તેણી હંમેશા શ્લોકા અને રાધીકા મર્ચન્ટને પોતાની દીકરી ઇશાની જેમ જ ટ્રીટ કરતી આવી છે.

જો તમને તેમાં શંકા હોય તો જોઈ લો રાધીકા મર્ચન્ટ સાથેની આ વણજોઈ તસ્વીરો.

આપણે જ્યારે ક્યારેય પણ સોશિયલ મિડિયા કે પછી ટીવી કે પછી મેગેઝિન તેમજ છાપામાં છપાતી અંબાણી લેડીઝની તસ્વીરો જોઈએ છે ત્યારે આપણા મનમાં પણ એવી આશાઓ ફૂટવા લાગે છે કે ભઈ આવતા જન્મે અમને અંબાણીમાં જ જન્મ આપજો.

image source

અંબાણી નાના મોટા દરેક પ્રસંગે મસ મોટી પાર્ટીઓનું આયોજન કરતી રહે છે. તે તેમા લગ્ન હોય, આઈપીએલની જીતની પાર્ટી હોય, ક્રિસ્મસ પાર્ટી હોય કે પછી અંબાણી કંપનીની એન્યુઅલ મિટિંગનો પ્રસંગ હોય. દરેક પ્રસંગમાં અંબાણીની જાહોજલાલીથી ભલભલાની આંખો અંજાઈ જાય છે.

image source

તેમની ઝાકઝમાળથી તો લોકો ચકિત રહી જ જાય છે પણ જે રીતે આખું કુટુંબ જાહેરમાં એકબીજા સાથે જોવા મળે છે તે જોતાં તો તેમના બોન્ડિંગ પર વારી જવાનું મન થાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે નીતા અંબાણી પોતાની વહુ શ્લોકા અને કહેવાતી ભાવિ વહુ રાધીકા સાથે જોવા મળે તે સમયનું નીતા અંબાણીનું વર્તન અત્યંત નીર્મળ અને કુમાશ ભર્યું અને પ્રોટેક્ટિંગ હોય છે.

image source

આજકાલ રાધીકા મર્ચન્ટ એ અંબાણી પાર્ટીઓનું સૌથી મોટું આકર્ષણ બની ગઈ છે. રાધીકા મર્ચન્ટ અંબાણીના નાનાથી મોટા બધા જ પ્રસંગોમાં અચૂક જોવા મળે છે. તે આકાશ અને ઇશાના લગ્નનો પ્રસંગ હોય કે પછી અંબાણી કંપનીની એન્યુઅલ મિટિંગ હોય તેણી ચોક્કસ અંબાણી કુટુંબ સાથે તેની જ એક સભ્ય હોય તેમ જોવામાં આવે છે.

image source

તાજેતરમાં રાધીકા અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા સારી ગાઉનમાં જોવા મળી હતી. તેણી તેમાં અત્યંત આકર્ષક લાગી રહી હતી. આ એક લગ્ન પ્રસંગ હતો તેમાં અંબાણીની લગભગ બધી જ લેડીઝે અનામિકા ખન્ના દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ટ્રેડીશ્નલ વસ્ત્રો જ પહેર્યા હતા.

image source

તો વળી ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનની વાત કરીએ તો અહીં પણ રાધીકાની હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. નીતા અંબાણીએ ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનમાં સુંદર લાલ લહેંગા-ચોલી પહેર્યા હતા અને તેણી સાથે તેણીની ભાવી વહુ રાધીકા મર્ચન્ટ પણ ઘેરા ગુલાબી રંગના લહેંગા-ચોલીમાં જોવા મળી હતી.

અને આ પ્રસંગે આ બન્ને વચ્ચેનો સાસુ-વહુનો પ્રેમ લોકોને જોવા મળ્યો હતો. અને તે જોઈને કોઈ પણ કહી શકે કે નીતા અંબાણી એક અદ્ભુત સાસુ હશે.

image source

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણીએ રાધીકાનો હાથ કેટલી આત્મિયતાથી પકડ્યો છે. અને બન્ને આ પ્રસંગે અત્યંત ખુશખુશાલ જણાઈ રહ્યા છે. જોકે હજુ સુધી રાધીકા કે પછી અંબાણી કુટુંબ તરફથી તેણી તેમના કુટુંબ સાથે જોડાવા જઈ રહી છે તેવી કોઈ જ ઓફિશિયલ જાહેરાત નથી થઈ.

પણ તેમનું વર્તન તેમના સંબંધોને ચોક્કસપણે દર્શાવી રહ્યું છે. કારણ કે દરેક અંબાણી ફેમિલિ પિક્ચરમાં રાધીકા અચૂક જોવા મળે છે.

image source

આ તસ્વીરમાં પણ તમે અંબાણી કુટુંબના મુખ્ય સભ્યો સાથે તમે રાધીકાને જોઈ શકો છો. તેણી મુકેશ અને નીતા અંબાણી સાથે ખુશખુશાલ મુદ્રામાં જોઈ શકાય છે. આ પ્રસંગ પ્રિયંકા ચોપરા અને નીક જોનાસના ઉદયપુર ખાતેના લગ્નનો હતો જેમાં સમગ્ર અંબાણી કુટુંબે પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

2018માં પ્રેમી પંખીડા એવા અનંત અંબાણી અને રાધીકા મર્ચન્ટની કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને એવી પણ અફવા ઉડી હતી કે તેમણે સગાઈ કરી લીધી છે.

image source

જો કે રિલાયન્સના સ્પોકપર્સને તેવી કોઈ પણ અફવાને નકારી કાઢી હતી. જો કે ત્યાર બાદ તેણી સતત અંબાણી કુટુંબ અને અનંત અંબાણી સાથે જોવા મળી પણ તેમના લગ્ન થશે કે નહીં તે બાબતે હજુ પણ પ્રશ્નાર્થ ચિહ્ન જ છે.

એમ પણ નીતા અંબાણીએ એક ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે તેણે પોતાના સંતાનોને પોતાના જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ છૂટ આપી છે.

image source

તેણીએ ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું, ‘મુકેશ અને હું એક માતાપિતા તરીકે અમારા બાળકોને તેમના લાઇફપાર્ટનર પસંદ કરવાની છૂટ આપીએ છે. જ્યારે મારા દીકરાએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પછી તે કોઈ પણ હોય, ત્યારે અમે તેના નિર્ણયને ચોક્કસ આવકારીશું અને તેને દુનિયાની બધી જ ખુશી મળી રહે તેવી જ ઇચ્છા સેવીશું.’

image source

રાધીકા મર્ચન્ટની વાત કરીએ તો તેણીએ આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નમાં સૌથી વધારે મજા કરી હતી. અમે અહીં તમારા માટે રાધીકાની કેટલીક એવી વણજોઈ તસ્વીરો પણ શેર કરી રહ્યા છે જેમાં તેણી અત્યંત સુંદર અને મોહક લાગી રહી છે.

image source

જો તમે રાધીકા મર્ચન્ટ વિષે વધારે જાણવા માગતા હોવ તો તમને જણાવી દઈએ કે રાધીકા એન્કર હેલ્થકેરના વાઇસ ચેરમેન અને સીઈઓ, મર્ચન્ટ વિરેન મર્ચન્ટની દીકરી છે. તેણીને ન્યૂયોર્ક યુનિવર્સિટિમાંથી પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ વિષયમાં ગ્રેજ્યુએશનની ડીગ્રી મેળવી છે.

 

image source

અને તેણી ઇસ્પ્રાવામાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ પણ કરી ચુકી છે. ઇસ્પ્રાવા એક રિયલ એસ્ટેટ કંપની છે જે લક્ઝરિયસ ડ્રીમ હોલીડે હોમ્સ બનાવવાનું કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ