આ એક્ટરની ભત્રીજી સાથે ટ્રેનમાં છેડછાડ થતા માંગી આ રીતે મદદ, ચેતી જાવો તમે પણ

તીગ્માંશુ ધુલિયાની ભત્રીજી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને આ દરમિયાન તેની સાથે ચાર છોકરાઓ છેડછાડ કરી રહ્યા હતા. તિગ્માંનશુ ધુલિયાએ ખુદ ટ્વિટ કરીને ફોલોઅર્સને અપીલ કરતાં પોતાની ભત્રીજી માટે મદદ માંગી.

મહિલાઓની સુરક્ષાને લઈને ભલે સરકાર કેટલાક દાવા કરતી હોય પરંતુ આ બધુ એ સમયે નકામું સાબિત થાય છે, જ્યારે ખરેખરમાં મદદ કરવાનો સમય આવે છે. આવું જ કઈક તાજેતરમાં બૉલીવુડ અભિનેતા અને ડાયરેક્ટર તીગ્માંશુ ધુલિયાની ભત્રીજી સાથે થયું. જો કે તીગ્માંશુ ધુલિયાની ભત્રીજી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને આ દરમિયાન તેની સાથે ચાર છોકરાઓ છેડછાડ કરી રહ્યા હતા. તીગ્માંશુ ધુલિયાએ પોતે ટ્વિટ કરતાં ફોલોઅર્સને અપીલ કરતાં પોતાની ભત્રીજી માટે મદદ માંગી.

image source

તીગ્માંશુ ધુલિયાએ ટ્વિટ કરતાં લખ્યું કે, “મારી ભત્રીજી ઉદ્યાન એક્સ્પ્રેસથી બેગલુરુ જઈ રહી છે અને તેની સાથે ટ્રેનમાં ચાર છોકરાઓ છેડછાડ કરી રહ્યા છે.” તિગ્માંનશુએ આગળ જણાવે છે કે રેલવેની કોઈ હેલ્પલાઈન નંબર કામ નથી કરી રહ્યા. તેમણે આગળ જણાવે છે કે, “તે ખૂબ ડરી ગઈ છે.. શું કોઈ છે અહિયાં, જે તેની મદદ કરી શકે.”

તિગ્માંનશુ ધૂલિયાના આ ટ્વિટ પછી તેમના ફોલોઅર્સ તેમની મદદ માટે ટ્વિટ કરીને રેલવે મંત્રી પિયુષ ગોયલને ટેગ કરવા લાગ્યા. ત્યાંજ અન્ય કેટલાક લોકોએ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો જેથી, છોકરીની મદદ કરી શકાય. પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહિ. તેમજ અન્ય કેટલાક ટ્વિટર યુઝર્સે જે રીતથી લોકો એ તિગ્માંનશુની મદદ કરી, તેની તારીફ કરી.

એના થોડિકવાર પછી જ તિગ્માંનશુએ બીજી ટ્વિટ કરતાં પોતાના ફોલોઅર્સને જણાવ્યું કે તેમની ભત્રીજી હવે સુરક્ષિત છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે,”આપના બધાના રિસ્પોન્સ માટે શુક્રિયા. હું આપના બધાનો શુક્રગુજાર છું.. જો કે, કોઈ હેલ્પલાઈન નંબર કામ કરી રહ્યા હતા નહિ પરંતુ મે જુગાડ કર્યો અને પોલીસ તેના સુધી પહોંચી ગઈ.. હવે તે સુરક્ષિત છે.. આપના બધાનો એકવાર ફરીથી શુક્રિયા”.

તેમણે પોલીસ અધિકારી અને તેના વિભાગોની પણ પ્રસંશા કરી, જેમણે સ્થિતિ પર તરત જ પ્રતિક્રિયા આપી, પરંતુ હેલ્પલાઈન નંબરને કામ ના કરવાથી તેમણે રેલવેની આલોચના પણ કરી.

તેમણે લખ્યું કે, “હું પોલીસ અને અન્ય વિભાગોનો આભાર વ્યક્ત કરું છું કેમકે તેમણે આની પર તરત પ્રતિક્રિયા આપી પરંતુ હું આ પણ કહેવા ઈચ્છીશ કે રેલવેના હેલ્પલાઈન નંબર કોઈ કામ ના નથી. આપ બધાના સમર્થન માટે હું આપનો ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ