આ એક મહિલા દ્રારા ઘણા વર્ષો પહેલા ફેલાયો હતો ટાઇફોઇડનો તાવ, જાણો બીજી આવી રોચક માહિતી

દુનિયામાં એવી અનેક માહિતીઓ છે જે જાણીને આપણને આશ્ચર્ય થયા વિના ના રહે. દાખલ તરીકે શું તમે એ મહિલા વિષે જાણો છો જેના કારણે દુનિયાભરમાં ટાઇફોઇડનો તાવ ફેલાયો ? નહિ ને ? તો ચાલો તે પણ જાણીએ અને થોડા એવા જ રોચક તથ્યો જે કદાચ તમે પહેલી જ વાર વાંચશો.

image source

” ટાઇફોઇડ મેરી ” અસલમાં એક મહિલાને કહેવામાં આવતું ઉપનામ છે જે એક આયરિશ મહિલા હતી અને તેનું અસલ નામ મલ્લન હતું. આ મહિલા વર્ષ 1880 માં યુએનીટેડ સ્ટેટ ઓફ અમેરિકા રહેવા આવી હતી જો કે તે સમયે તેને ટાઈફોઈડના તાવના કોઈ લક્ષણ નહોતા પરંતુ તેના લોહીમાં ટાઇફોઇડ તાવના બેક્ટેરિયા હતા. કહેવાય છે કે તેના ટાઇફોઇડના બેક્ટેરિયાએ ઘણા લોકોને ચેપ લગાડ્યો હતો અને તે પૈકી ઘણાના મૃત્યુ પણ થયા હતા. ડોક્ટરોએ તેને ઘણું સમજાવી પરંતુ તેને તાવ આવતો ન હોવાથી તે ડોક્ટરની વાતને માનવ તૈયાર જ ન થઇ. ચાલો આ તો થઇ ટાઇફોઇડની વાત આવો બીજા થોડા રોચક તથ્યો જાણીએ.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પૃથ્વી પર રહેતી તમામ કીડીઓનું વજન કરવામાં આવે તો તે એટલું જ હશે જેટલું પૃથ્વી પરના તમામ માણસોનું વજન થાય.

image source

તમે અનુભવ્યું હશે કે બાળકો જયારે નાના હોય ત્યારે વારંવાર સવાલો પૂછતાં રહે છે પરંતુ આપણે ક્યારેય એ સવાલો ગણાતા નથી હોતા. પરંતુ એક અધ્યયન અનુસાર નાના બાળકો એક દિવસમાં લગભગ 300 જેટલા સવાલો પૂછતાં હોય છે.

image source

શું તમે માની શકો કે મધમાખી બીજી મધમાખીને પણ કરડી શકે ? પરંતુ આ હકીકત છે એક મધમાખી અન્ય મધમાખીને ડંખ પણ મારે છે.

image source

ચીલી દેશમાં આવેલા અટાકામા રણપ્રદેશને દુનિયાના સૌથી જુના રણપ્રદેશ પૈકી એક ગણવામાં આવે છે અને આ સૌથી સૂકું રણપ્રદેશ પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં હજારો વર્ષોથી વરસાદનું એક ટીપું પણ નથી વરસ્યું. માટે જ આ રણપ્રદેશને મંગલ ગ્રહની સપાટી જેવું જ માનવામાં આવે છે.

image source

કૂતરાને માણસના સૌથી વફાદાર જાનવર તરીકે ગણવામાં આવે છે. કારણ કે તે બહુ ઝડપથી માણસની ભાષા સમજી લે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કુતરા લગભગ 165 શબ્દોની શબ્દાવલી ઓળખી શકે છે જેમાં કેટલાક અંગ્રેજી શબ્દોનો પણ સમાવેશ થાય છે.

image source

કોઆલા એક એવું જાનવર છે જેના ફિંગરપ્રિન્ટ બિલકુલ માણસના ફિંગરપ્રિન્ટ જેવા જ હોય છે.

image source

કરોડો વર્ષ સુધી પૃથ્વી પર રહેનારા ડાયનાસોર દુનિયાના લગભગ તમામ ટાપુઓ પર રહેતા હતા ત્યાં સુધી કે એન્ટાર્કટિકા ટાપુ પર પણ.

નેપોલિયન બોનાપાર્ટ એક સમયે યુરપનો શક્તિશાળી શુષ્ક ગણાતો પરંતુ તેને સસલાંઓએ એક અજ્ઞાત હરાવી દીધો હતો. એક વેળા તેના પર એક સાથે હજારો સસલાંઓએ હુમલો કરી દીધો હતો અને માંડ માંડ તેનો જીવ બચી શક્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ