નવસારીમાં બે વેવાઇ સાથે બની એવી ઘટના કે, આખુ ગામ હિબકે ચઢ્યું

સુરતના વેવાઈ-વેવાણથી તદ્દન વિપરીત કિસ્સો, નવસારીનાં બે વેવાઈની ઘટનાથી આખેઆખું ગામ હિબકે ચઢ્યું હતું.

image source

21મી સદીમાં જ્યાં લોકો લાગણી અને સંબંધોને નેવે મૂકી ફક્ત મતલબના સંબંધોમાં જીવતાં થઈ ગયાં છે ત્યારે ક્યારેક એવી ઘટના બને છે જે તમને એ વિચારવા મજબુર કરી મૂકે છે કે હજુ પણ પ્રેમ અને સ્નેહની અતૂટ લાગણી કાયમ છે.આવો જ એક પ્રસંગ ગુજરાતનાં એક શહેરમાં બન્યો જે વિશે વિગતે જાણીએ.

વાંસદા તાલુકાના વાંસદા વડલી ફળીયામાં રવિવારે એક અનોખી ઘટના બની હતી.તાજેતરમાં જ્યાં સુરતનાં વેવાઈ-વેવાણ વચ્ચેનો પ્રેમરાગ ખૂબ ચગ્યો છે ત્યારે બે વેવાઈ વચ્ચેની આત્મીયતાના આ પ્રસંગે લોકોને વિચારતાં કરી મુક્યા છે.

image source

પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં એક વેવાઈના મરણના સમાચાર સાંભળીને બીજા વેવાઈ પોતે બોલી ઉઠયા હતા કે, હવે તો મારે મરી જવું પડે. અચાનક આ સાથે જ તેઓ ત્યાં જ ઢળી પડયા હતા. જે બાદ તેમનું પણ મૃત્યુ નીપજ્યું હતુ. આમ એક જ દિવસે બે વેવાઈના મોતની ઘટના વાંસદા તાલુકામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

image source

મળતી વિગતો મુજબ જો તમને જણાવીએ તો, વાંસદા તાલુકાના ચારણવાડા ગામના ડુંગરી ફળિયામાં રહેતા મગનભાઈ સયાભાઈ ગારીયા (ઉ.વ. ૭૭) માજી પોલીસ પટેલનું સવારે ૯ કલાકના સુમારે કુદરતી રીતે મોત નીપજ્યું હતું. આ અંગેના સમાચાર એમની દીકરી લલિતાબેન કે જેને વાંસદાના વડલી ફળિયામાં રહેતા સોનુભાઈ સાવળિયાભાઈ ગવલી (ઉ.વ.૮૦)ને ત્યાં એમના દીકરા મોહનભાઇ ગવલી સાથે પરણાવી હતી.

image source

જે બાદ તેણીના સસરા સોનુભાઈને તેણીએ મગનભાઈ ગરિયાના મોતની જાણ કરી હતી. આ સમાચાર સોનુભાઈએ સાંભળતા જ તેઓ પરિવાર વચ્ચે ગદગદિત સ્વરે બોલી ઉઠયા હતા કે, તો તો હવે મારે મરી જવું પડશે.એમનાં આ શબ્દો એ દર્શાવવા કાફી હતાં કે એમને પોતાનાં વેવાઈ સાથે ઉમદા લાગણીનો સંબંધ હતો.

જેવાં તેઓ બોલ્યાં કે મારે હવે મરી જવું પડશે એની ગણતરીની પળોમાં જ તેઓ તરત ત્યાં ઉભા ઉભા જ ઢળી પડયા હતા.જે બાદ એમનાં શ્વાસ થંભી ગયાં અને તત્કાળ તેમનું પણ કુદરતી રીતે મોત નીપજ્યું હતું.

image source

આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ બન્ને વેવાઈ એક જ દિવસે મોતને ભેટતા સમગ્ર પરિવારમાં અને આખા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. બંને સદ્ગતોની અંતિમયાત્રા પોતાપોતાના ગામમાંથી જ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવારના સભ્યો તથા ગામ લોકો જોડાયા હતા અને સમાજ તથા ગામમાં આ ઘટના ખૂબ જ ચર્ચાનો વિષય બની રહી હતી.

image source

આવી જ ઘટનાઓ આજે પણ એ વાતની સાબિતી પુરી પાડે છે કે માનવતા અને આત્મીયતા હજુ પણ લોકોનાં હૃદયમાં અકબંધ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ