નીતા અંબાણીની ભાવિ વહુ દેખાવમાં છે બધા કરતા સો સ્માર્ટ, જોઇ લો શીમરી સાડીમાં તેનો લુક

નીતા અંબાણીની ભાવી વહુ રાધીકા મર્ચન્ટ શીમરી સાડીમાં લાગી રહી છે – યશ ચોપરાની હીરોઈન જેવી સુંદર

image source

મંગળવારે સાંજે મુંબઈમાં એક્ટર અરમાન જૈનના લગ્નનું ભવ્ય રિસેપ્શનમાં રાખવામાં આવ્યું હતું. જેમાં ઋષિ કપૂરની તબિયત સારી નહીં હોવાથી રનબીર, આલિયા અને નીતૂ કપૂર લગ્નની કોઈ પણ વીધીમાં હાજર નહોતા રહી શક્યા પણ રિસેપ્શનમાં તેમણે અચૂક હાજરી આપી હતી.

આ ઉપરાંત રિસેપ્શનમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રા, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, તારા સુતરિયા, પણ જોવા મળ્યા હતા. પણ આ બધામાં અંબાણી કુટુંબની ભાવી વહુ રાધીકા મર્ચન્ટ છવાઈ ગઈ હતી.

image source

રાજ કપૂરની દીકરી રીમા જૈનના દીકરા અભિનેતા અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નમાં સંપૂર્ણ અંબાણી કુટુંબે હાજરી આપી હતી. ઇશા અંબાણી પિરામલ પોતાના પતિ સાથે જોવા મળી હતી તો શ્લોકા મેહતા પતિ આકાશ અંબાણી સાથે જોવા મળી હતી.

જ્યારે નીતા અંબાણીની ભાવી વહુએ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને રુમર વુડબી હસબન્ડ અનંદ અંબાણી સાથે રિસેપ્શનમાં હાજરી આપી હતી.

image source

શ્લોકાએ જ્યાં સ્કર્ટ કમ લહેંગાવાળો નો દૂપટ્ટા આઉટફીટ પસંદ કર્યો હતો તો રાધીકાએ યશ ચોપરા લૂક પસંદ કર્યો હતો એટલે કે તેણી સુંદર રોમેન્ટિક સાડીમાં જોવા મળી હતી. તેણીના આ સાડીમાં સિક્વિનનું ડીટેઇલ્ડ વર્ક કરવામાં આવ્યુ હતું. આ સાડીમાં હેવી ફ્લોરલ બોર્ડર પણ હતી જે સાડીને ઓર વધારે સુદંર બનાવી રહી હતી. તેણીએ તેની સાથે મેચિંગ બ્લાઉઝ પહેરવાનો પસંદ કર્યો હતો.

તેણીની સાડી ઘણી શાઈની હતી પણ તેણીએ પોતાની એસેસરીઝને ડેલીકેટ અને એલિગન્ટ પસંદ કરી હતી. તેણીએ ડેલીકેટ ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો જેના મેચિંગની તેણીએ ઇયરીંગ્સ પહેરી હતી. રાધીકાના આ હેવી લૂકને જોવા જરા આ ક્લોઝ તસ્વીરને જોઈ લો.

 

View this post on Instagram

 

A post shared by Vardan Nayak (@vardannayak) on

સારીના લૂક પર તેના બ્લાઉઝની અસર ચોક્કસ રહે છે. રાધીકા મર્ચન્ટે પોતાની આ શીમરી સાડી સાથે ફ્લોરલ બ્લાઉઝ પસંદ કર્યો છે. જો તેની જગ્યાએ બીજો કોઈ બ્લાઉઝ પસંદ કરવામા આવ્યો હોત તો તેની આ સાડી અત્યાર જેવી આકર્ષક ન લાગી હોત. સાડી સાથે તેણીએ ખુબ જ ઓછો મેકઅપ પસંદ કર્યો હતો, ન્યૂડ લીપ્સ અને કોહ્લ આઇસ પસંદ કર્યા હતા તો વાળને બિલકુલ સ્ટ્રેઇટ રાખ્યા હતા.

image source

તમારા ઘરમાં કે મિત્રવર્તુળમાં જો કોઈ લગ્ન થવા જઈ રહ્યા હોય તો તમારી જાતને બધામાં અલગ પાડવા માટે કોઈ લાલ-પીળા-ગુલાબી નહીં પણ આ પ્રકારના લૂકને અપનાવો. તમારી સાડી સાથે કોઈ ફ્લોરલ બ્લાઉઝ મેચ કરો જેવી રીતે રાધીકા મર્ચન્ટે કર્યું છે.

image source

તમે પણ રાધીકા જેવો જ લૂક અપનાવી શકો છો. ડીઝાઈનર રબાની એન્ડ રેખાની આ પ્રકારની ડિઝાઈનર સાડી 98,500માં ઉપલબ્ધ છે. જ્યારે રાધીકા જેવો સીંપલ ડાયમન્ડ નેકલેસ તમે અમેરિકન ડાયમન્ડ્સમાં 4000 રૂપિયામાં મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !