જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે આ ભૂલો કરો છો તો સાવધાન, નહિં તો આવી પડશે મોટી આફત, જાણો ઉપાસનાના નિયમ

હિંદુ ધર્મમાં હનુમાન ચાલીસાના પાઠ નું ખુબ જ મહત્વ રહેલું છે. હનુમાનજીની ભક્તિ કરવાથી જીવનના આવેલા તમામ સંકટ દૂર થાય છે. આથી જ હનુમાનજીને કષ્ટભંજન, દુ:ખ નિવારક, બાલાજી રામભક્ત કહેવાય છે. હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરવાથી જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. તે વ્યક્તિની તમામ પ્રકારની મનોકામના પણ પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાને લઇને કેટલાક નિયમો દર્શાવ્યા છે, જેનું પાલન કરવાથી પવનપુત્રની કૃપા પ્રાપ્ત થાય છે.

image source

હિન્દુ ધર્મ અનુસાર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઇએ, હનુમાનજી બળ-બુદ્ધિ અને કૌશલ્યના દાતા છે. શ્રી રામના પરમ ભક્ત અને ભગવાન શિવનો રુદ્રાવતાર છે. વીરતા અને સાહસના દૃષ્ટિકોણથી હનુમાનજીનું સ્થાન આગવું રહ્યું છે. હનુમાનજીની પૂજા સામાન્ય રીતે દરરોજ કરી શકાય છે. પણ મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. શક્ય હોય તો વ્યક્તિએ એકવીસ મંગળવારનું વ્રત રાખવું જોઇએ. મંગળવારે સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિને ગંગા જળથી સાફ કરવી જોઇએ.

image source

હનુમાન ચાલીસાનો પાઠનો આરંભ કરતા પહેલા હનુમાનજીના આરાધ્ય પ્રભુ ભગવાન શ્રી રામ અને ત્યારબાદ હનુમાનજીનું સ્મરણ કરવુ જોઇએ. તેમની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી જોઇએ. પાઠ કરતા પહેલા હનુમાનજીની મૂર્તિની સામે ત્રાંબા કે પીતળના પાત્રમાં જળ ભરીને રાખવું જોઇએ. આ પવિત્ર જળથી હનુમાનજી પર અભિષેક કરવો. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ખાસ કરીને દીપ પ્રગટાવવો જરૂરી છે. હનુમાનજીને સિંદૂર પણ જરૂર લગાવું જોઈએ.

હનુમાન ચાલીસા નો પાઠ કરતા રાખો આટલુ ધ્યાન :

image source

હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા સ્નાન કરી લો. હનુમાનજીની સાધના ક્યારેય જમીન પર કરવી ન જોઇએ. કોઈ આસન પાથરી જમીન પર પલાંઠી લગાવી એક ધ્યાન થઇને પાઠ કરવો જોઇએ. હનુમાન ચાલીસા પાઠ કરો ત્યારે મન એકદમ શાંત હોય તે ખુબ જ જરૂરી છે.

image source

મનમાં કોઇ ખરાબ વિચાર ન આવે તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઇએ. પૂજા માટે લાલ રંગના ફૂલ, ઘી અથવા તલના તેલથી દીવો કરવો જોઈએ. દીવો કર્યા બાદ આરતી, હનુમાન ચાલીસા અથવા બજરંગબાણનો પાઠ કરવો જોઇએ. હનુમાન ચાલીસાનો જાપ કર્યા પછી પ્રસાદના ભાગ રૂપે હનુમાનજીને અતિ પ્રિય એવા લાડુ ધરાવો. પ્રસાદ ભક્તોને વહેંચો.

image source

નાના બાળક, ગરીબને ભોજન કરાવો. મંગળવાર કે શનિવારે હનુમાનજીની સાધના કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. પણ તમે નિયમિત પૂજા કરતા હો તો પ્રાત:કાળ, સંધ્યા સમયે પાઠ કરવાથી ફાયદો થશે. અમુક લોકોને હનુમાન ચાલીસા મોઢે યાદ હોય છે.

image source

અમુક લોકો જ્યારે ટાઈમ મળે ત્યારે મનમાં ને મનમાં માત્ર ત્રણ થી ચાર મીનીટમાં હનુમાન ચાલીસા બોલી લેતા હોય છે, પરંતુ આવું ન કરવું જોઈએ. હનુમાન ચાલીસા બોલવામાં ઉતાવળમાં અમુક શબ્દો ખોટા બોલાય જતા હોય છે, તેથી તેને શાંતિથી બોલવી. જો શક્ય હોય તો દિવસમાં ત્રણ વખત હનુમાન ચાલીસા પાઠ કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!