પૂર જોશમાં ચાલી રહી છે મા ઉમિયા મંદિરના શિલાન્યાસની તૈયારીઓ, જાણો શું છે તેમાં ખાસ વિશેષતાઓ

મા ઉમિયાના ભક્તો ખુશ થાઓ – વિશ્વના સૌથી વિશાળ અને ઉંચા ઉમિયા માતાના મંદિરના શિલાન્યાસની તૈયારીઓ શરૂ

માતા ઉમિયાના ભક્તો માટે ખુશીના સમાચાર. આવનારી 28-29 ફેબ્રુઆરીના રોજ વિશ્વના સૌથી વિશાળ તેમજ ઉંચા ઉમિયા માતાના મંદીરનો શિલાન્યાસનો ભવ્ય સમારોહ થવા જઈ રહ્યો છે જેમાં સમગ્ર વિશ્વમાંથી લગભગ 2 લાખ કરતાં પણ વધુ ઉમિયામાતાના ભક્તો હાજરી આપે તેવી શક્યતા છે. જેની ભવ્ય તૈયારીઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (અમદાવાદ) દ્વારા શરૂ કરી દેવામા આવી છે. અને ગત રવિવારે તે માટેની બેઠક યોજવામાં આવી હતી.

image source

23 ફેબ્રુઆરી રવિવારના રોજ સાંજે ચાર વાગ્યે શિલાન્યાસ સમારોહના આયોજન માટેની મિટિંગ વિશ્વ ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે કરવામાં આવ્યું હતું. આયોજન માટેની આ મિટિંગમાં 2000 કરતાં વધું કમિટિ સભ્યો તેમજ સ્વયંસેવકોએ હાજીર આપી હતી. તેની સાથે સાથે બીજી વ્યવસ્થાઓને લગતી બીજી 40થી વધુ કમિટીઓના અધ્યક્ષ તેમજ સભ્યો પણ હાજર રહ્યા હતા.

image source

આ મિટિંગમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે શિલાન્યાસ સમારંભની વિગતો જણાવતા કહ્યું હતું કે આ મહિનાની એટલે કે ફેબ્રુઆરી મહિનાની 28 તેમજ 29 તારીખે શિલાન્યાસ યોજાવા જઈ રહ્યો છે અને ત્યાર બાદ વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિરના નિર્માણકાર્યની શરૂઆત થશે. આ શિલાન્યાસમાં 2 લાખ કરતાં પણ વધારે ભક્તો હાજરી આપીને પોતાને પાવન કરશે તેવો અંદાજો છે.

શિલાન્યાસના બે દિવસના આ સમારંભમાં હજારોનું માનવ મહેરામણ એકઠું થશે ત્યારે જાસપુર ખાતે જાણે મિનિ કુંભ હોય તેવો માહોલ સર્જાશે. આ ભવ્ય સમારોહ માટે 40 કમિટિઓ રચવામાં આવી છે જેથી કરીને આયોજન યોજનાબદ્ધ તેમજ વ્યવસ્થાબદ્ધ રીતે થઈ શકે. વ્યવસ્થામાં 1500 જેટલા મહિલા સ્વયંસેવકોની સાથે 5000 કરતાં પણ વધારે સ્વયંસેવકો સેવા આપી પોતાને ધ્ન્ય કરશે.

ભવ્ય શિલાન્યાસ સમારોહની ખાસ વિશેષતાઓ

– ઉપર જણાવ્યું તે પ્રમાણે સતત બે દિવસ સમારોહ દરમિયાન 5000 કરતાં પણ વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે.

– 2 લાખ કરતાં પણ વધારે લોકો માટે ભોજન તેમજ પ્રસાદીની વ્યવસ્થા કરનાર કમિટીના અધ્યક્ષ ઉમિયામાતાના પરંમ ભક્ત એવા 84 વર્ષિય સાંકળચંદભાઈ પટેલ છે.

image source

– અમદાવાદની 2000 કરતાં પણ વધારે બહેનો સ્વયંસેવક તરીકે સમારંભમાં સેવા આપી સ્વયંને ધન્ય કરશે.

– અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોને શિલાન્યાસ સમારંભમાં પહોંચાડવા માટે 100 કરતાં પણ વધુ બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

માત્ર તેટલું જ નહીં પણ સમગ્ર ગુજરાતમાંથી ભક્તોને શિલાન્યાસના સ્થળે લેવા મુકવા માટે 500 કરતાં વધુ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

– 40 જેટલી વિવિધ કમિટિઓ દ્વારા યોજનાબદ્ધ રીતે સમગ્ર સમારોહની વ્યવસ્થા સંભાળવામાં આવશે. અમદાવાદ આસપાસ તેમજ સમગ્ર ગુજરાતમાંથી સ્વયંસેવકો પણ સેવા આપવા આવી પહોંચશે.

image source

– શિલાન્યાસ માટે ખાસ બહેનો દ્વારા ભવ્ય યાત્રા યોજવામાં આવશે જેમાં અગિયાર હજાર એકસો અગિયાર બહેનો ભાગ લેશે. તેના આગલા દિવસે એટલે કે 27મી ફેબ્રુઆરીના રોજ બપોરે 11 વાગ્યે 1500 બાઈક્સ તેમજ 300 કાર્સ દ્વારા રેલી કરવામાં આવશે.

– સ્વયંસેવકોને ખાસ આઈ-કાર્ડ તેમજ કોડ માટે કલર અપાયા છે જેથી કરીને વ્યવસ્થા કરવી સરળ રહે. લાખોનું મહેરામણ આવવાનો અંદાજો હોવાથી લગભગ 30 હજાર કારો તેમજ ગાડીઓના પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ