આ માણસે એવુ તો કેવુ કૂતરાને બચકુ ભર્યુ કે તૂટી ગયો દાંત..જોઇ લો તસવીરમાં તમે પણ

શું આપે ક્યારેય એવું સાંભળીયું છે કે માણસે કૂતરાને બચકું બર્યુ હોય? કદાચ આપનો જવાબ ના હશે. પરંતુ આજે અમે આપને એક એવી વ્યક્તિ વિષે જણાવીશું જેણે કૂતરાને બચકું ભરવાનું સાહસ કર્યું છે.

આ વાત સાંભળીને કદાચ મજાક લાગે પરંતુ આ વાત સાચી છે. આ વ્યક્તિએ પોતાના પાલતુ કુતરાઓ પર હુમલો કરનાર અન્ય કુતરાને બચકું ભર્યું. આ રીતે પાલતુ કુતરાઓને બચાવવામાં તેને પોતાનો એક દાંત ગુમાવો પડયો છે.

image source

ઘટના જાણે એમ્ બની કે ૫૫ વર્ષીય માર્ટિન નામની વ્યક્તિ રવિવારના દિવસે રજા હોવાથી બપોરના સમયે પોતાના બંને કુતરાઓને સાથે લઈને ફરવા નીકળ્યો હતો.

જ્યારે માર્ટિન કુતરાઓને લઈને ફરવા નીકળ્યો તે સમયે થોડે દૂર જતાં અચાનક એક હુમલાખોર કૂતરાએ આ બંને પાલતુ કુતરાઓ પર હુમલો કરી દીધો.

આ હુમલાખોર કુતરાથી પોતાના પાલતુ કૂતરાઓનું રક્ષણ કરવા માટે પાલતુ કુતરાના મલિકે હુમલાખોર કુતરાને બચકું ભર્યું હતું.

image source

આ ઘટના પછી માર્ટિનનું કહે છે કે જ્યારે મારા પાલતુ કુતરાઓ પર હુમલો કર્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. મે તે સમયે હુમલાખોર કુતરાના કાન પર એવું બચકું ભર્યું કે મારો એક દાંત પણ તૂટી ગયો.

આ આખી ઘટના દરમિયાન માર્ટિનના હાથ પર પાંચ ટાંકા આવ્યા છે. તેમજ આ હુમલાખોર કૂતરાએ માર્ટિનના પાલતુ કુતરા પર હુમલો કરતાં માર્ટિનના બંને પાલતુ કુતરાઓ પણ ઘાયલ થયા છે.

image source

માર્ટિનના પાલતુ કુતરાઓ પર હુમલો કરનાર કૂતરો રોટવિલર પ્રજાતિનો છે. રોટવિલર પ્રજાતિના કુતરા સૌથી ખતરનાક કૂતરો પૈકીની એક પ્રજાતિમાં ગણવામાં આવે છે. માર્ટિનના પાલતુ કુતરાઓ પર થયેલ આ હુમલાની ઘટનામાં પાલતુ કુતરાના માલિક માર્ટિનને અંદાજિત ૭૫ હજાર રૂપિયાનો ખર્ચ થયેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ