આજથી જ સુધારી લો તમારી આ આદતોને, નહીં તો ઘટી જશે તમારી ઉંમર, સાથે જાણો શું થશે મોટું નુકસાન

જીવનમાં ક્યારે શું બનશે તેને માટેની કોઈ ચોક્કસ ભવિષ્ય વાણી કરાતી નથી. આપણે એ નથી જાણતા હોતા કે આપણા જીવનમાં બીજી જ પળે શું થશે. પરંતુ તેમ છતાં આપણે સૌ જીવનને સુવ્યવસ્થિત અને દીર્ઘાયુ રાખવા માટેના અનેક પ્રયાસ કરતા હોઈએ છીએ. તેમ છતાં આપણે અજાણતાં જ અનેક ભૂલો પણ કરી લઈએ છીએ. આ સિવાય જ્યારે આપણને ખબર જ નથી કે આપણભૂલ કરી રહ્યા છીએ તો આપણે તે કામ વારેઘડી કરીએ છીએ અને આ નાની ભૂલ તમને દીર્ઘાયુ થતાં અટકાવે છે. તો જાણો એવી કઈ ભૂલો છે જેને તમે કરો છો અને તમારું આયુષ્ય ઘટી જાય છે. આ ભૂલોને જાણીને આજથી જ સુધારી લો જેથી તમે મનુષ્ય જીવનનો વધારે આનંદ માણી શકો.

ઘમંડી અને અભિમાની હોવું

image source

જે લોકો જીવનમાં નાની નાની વાતોમાં ઘમંડ કરવા લાગી જાય છે, પોતાના પર અભિમાન કરે છે અને સાથે પોતાને મહાન બતાવવાની સાથે અન્યને નીચા બતાવવાની કોશિશમાં લાગેલા રહે છે તેઓ ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. તેમની આ આદતના કારણે તેમના અનેક દુશ્મનો બની જતા હોય છે અને તેઓ જ તેમને નુકસાન કરી બેસે છે. આ કારણે તેમનું આયુષ્ય જલ્દી ઘટતું રહે છે. તો આજથી આવી ભૂલ કરવાનું બંધ કરી લો તે જરૂરી છે.

વધારે બોલનારા લોકો

image source

જે લોકો વધારે બોલતા હોય છે તેઓ ક્યારેય અન્ય લોકો પર તેમનો પ્રભાવ જમાવી શકતા નથી. આ પ્રકારના લોકો હીન ભાવનાઓથી પીડિત રહે છે. લોકો તેમને ખાસ મહત્વ આપતા નથી, વધારે બોલવાની આદત પણ તમારી ઉંમરને ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ક્રોધ કે ગુસ્સો

image source

જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. ક્યારેક તે એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવવાનો વારો આવો છે. આ કારણ છે કે ક્રોધ જ વ્યક્તિની ઉંમરને ઘટાડી દે છે. ક્રોધ માણસનો દુશ્મન છે જે ધીરે ધીરે વ્યક્તિનો જીવ લઈ લે છે.

ત્યાગનો અભાવ

image source

જે વ્યક્તિઓ પોતાનું કંઈ પણ છોડી શકતા નથી તેઓ ક્યારેય આગળ આવી શકતા નથી. ત્યાગના અભાવના કારણે તો રાવણ, દુર્યોધન વગેરેનું પણ પતન થયું હતું. સંસારિક સુખ મનુષ્યની ઉંમરને ઘટાડે છે અને સાથે ત્યાગ ઉંમરમાં વધારો કરે છે. મનુષ્યએ આ વાતને હંમેશા યાદ રાખવી કે જ્યારે આપણે આ સંસારથી કંઈ લેવાની નહીં પણ આપવાની ભાવના રાખીએ છીએ ત્યારે આપણા સુખમાં વધારો થાય છે. જેના કારણે લોકોના મનમાં ત્યાગની ભાવના આવતી નથી અને તેમનું મૃત્યુ તરતત જ થઈ જાય છે.

લાલચ અને સ્વાર્થ

image soucre

જે વ્યક્તિમાં લાલચ અને સ્વાર્થ આવે છે તેઓની ઉંમર જાતે જ ઘટી જાય છે. શાસ્ત્રો અનુસાર લોભી વ્યક્તિઓનું જીવન લાંબા સમયનું હોતું નથી.

મિત્રની સાથે છળ કે વિરોધ

image soucre

વિદુરના અનુસાર મિત્ર ધર્મ નિભાવવાનું કામ પવિત્ર કામ છે. પણ જ્યારે મિત્ર જ વિશ્વાસઘાત કરે છે ત્યારે તેમની ઉંમર ભગવાન છીનવી લે છે. જ્યારે ઓછી ઉંમરમાં લોકોનું મૃત્યુ થાય છે ત્યારે આવું જ કોઈ કારણ જવાબદાર હોય છે.

તો આ તમામ કારણો જાણ્યા બાદ જો તમને પણ આમાંની કોઈ આદત છે તો આજથી જ તેને સુધારી લો. જેથી તમારું આયુષ્ય વધે અને તમે સાંસારિક જીવનનો વધુ આનંદ લઈ શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ