જીંદગીમાં ક્યારેય પણ ભૂલથી Google પર ના કરતા આ વસ્તુઓ સર્ચ, નહિં તો પાછળથી આવશે પસ્તાવાનો વારો

જો તમે ગૂગલ પર સર્ચ કરો છો તો તમારા માટે આ જાણકારી ખૂબ જ ખાસ છે. ગૂગલ પર કેટલીક એવી બાબતો છે જેના પર જો તમે સર્ચ કરશો તો તમારે મુશ્કેલિમાં મુકાવાનો વારો આવી શકે છે. કેટલીક એવી બાબતો છે જેને ગૂગલ પર સર્ચ કરવાથી તમે સમસ્યામાં મુકાઈ શકો છો. તેવામાં ગૂગલ પર સર્ચ કરતા પહેલાં તમારા માટે એ જાણી લેવું ખૂબ જરૂરી છે કે તમારે કઈ કઈ બાબતો વિષે તેના પર સર્ચ ન કરવું જોઈએ.

ગૂગલ પર ક્યારેય પણ આઈડેંટીટી સર્ચ ન કરવી જોઈએ.

image source

ગૂગલ સર્ચમાં એ સુવિધાહોય છે કે તે તમારી ઓળખને સર્ચ કરે. ગૂગલની પાસે તમારી સર્ચ હિસ્ટ્રીનો આખો ડેટાબેઝ હોય છે. પણ આ પ્રકારની સર્ચ વારંવાર કરવાથી ઘણીવાર જાણકારી લીક થવાનું જોખમ રહે છે.

ગૂગલ પર ક્યારેય પણ કેટલીક શંકાસ્પદ કે સંદેહજનક બાબતો પર સર્ચ ન કરવું જોઈએ, કારણ કે પોલીસની નજર હંમેશા એવા લોકો પર હોય છે જે શંકાસ્પદ સર્ચ કરવાનો પ્રયાસ કરે છે.

image source

જો તમે તેવી બાબતો સર્ચ કરતા હોવ તો તમારે મુશ્કેલિઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે ગૂગલ પર બીમારી કે મેડિસિનની કે પછી ડ્રગ્સ સાથે જોડાયેલી બાબતોને સર્ચ કરો છો તો સર્ચ ડેટા થર્ડ પાર્ટીને ટ્રાન્સફર કરી દેવામા આવે છે. ત્યાર બાદ તમારા પર એકધારી તે બીમારીઓ અને તેની સારવાર વિષેની જાહેરાતો મોકલવામા આવે છે. આવામાં અચાનક જ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

ગૂગલ પર ભૂલથી પણ ક્યારેય અસુરક્ષા સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી સર્ચ ન કરવી જોઈએ.

image soucre

જો તમે તેમ કરો છો તો તમારા પર તેની સાથે સંબંધિત જાહેરાતો આવવા લાગશે, જેનાથી તમે એ જાણી શકશો કે કોઈ તમને ઇટરનેટ પર ફોલો કરી રહ્યું છે. ક્યારેય તમારે ગૂગલ પર પોતાના પર્સનલ ઇમેલને સર્ચ ના કરવું જોઈએ. એમ કરવાથી તમારું અકાઉન્ટ હેક થઈ શકે છે અને તમારો પાસવર્ડ પણ લીક થવાનું જોખમ ઉભું થાય છે. આ પ્રકારના સર્ચથી તમે સ્કેમમાં પણ ફસાઈ શકો છો.

ગૂગલ પર તમારે ક્યારેય કોઈ પણ કંપનીનો કસ્ટમર કેર કોન્ટેક નંબર સર્ચ ન કરવો જોઈએ

image source

આ એક ખૂબ જ જાણીતુ ઓનલાઇ સ્કેમ છે. ઇન્ટરનેટ દ્વારા સ્કેમ કરનારા લોકો અહીં ફેક બિઝનેસ લિસ્ટિંગ્સ મુકે છે અને સાથે સાથે જાણીતી કંપનીઓના ફેક કસ્ટમર કેર નંબર પણ મુકે છે. આમ કરવાથી ઘણા બધા લોકો તે જ કસ્ટમર કેર નંબરને સાચો માની લે છે અને પછી તે લોકો તેમની છેતરપીંડીનો ભોગ બને છે.

ગૂગલ પર ક્યારયે એપ્સ કે સોફ્ટવેર ડાઉનલોડ માટે સર્ચ ન કરવું

તમારે તમારા મોબાઈલ માટેની એપ્લિકેશન માટે હંમેશા ઓફિશિયલ એપ સ્ટોર્સ જેમ કે ગૂગલ પ્લે પર કે પછી એપ સ્ટોર પરથી જ એપ ડાઉનલોડ કરવી જોઈએ. જો તમે ગૂગલ પર તે એપ્લિકેશનને ડાઉનલોડ કરશો તો તે ફેક એપ્લીકેશન પણ હોઈ શકે છે અને તેમાં વાયરસ પણ હોઈ શકે છે.

image soucre

ગૂગલ પર ક્યારેય ગવર્નમેન્ટ વેબસાઇટ્સ માટે સર્ચ ન કરવું કારણ કે તેના પર સરળ રીતે તમે સ્કેમનો ભોગ બની શકો છો
બેંકિંગ વેબસાઇટ્સની જેમ ગવર્નમેન્ટ વેબસાઇટ્સ જેમ કે મ્યુનિસિપાલીટી ટેક્સ, હોસ્પિટલ્સ, વિગેરે સ્કેમર્સના મુખ્ય ટાર્ગેટ હોય છે. આવી વેબસાઇટને ઓળખવી થોડી અઘરી હોવાથી શક્ય છે કે આપણે ખોટી વેબસાઇટ પર જતા રહીએ અને ત્યાં આપણી સાથે છેતરપીંડી થવાનો ભય રહે છે.

ક્યારેય પણ સોશિયલ મિડિયા અકાઉન્ટ પર લોગ ઇન થવા માટે ગૂગલ પર સર્ચ ન કરવું.

image source

હંમેશા તમને સલાહ આપવામા આવે છે કે તમારે ક્યારેય તમારા સોશયિલ મિડિયા અકાઉન્ટ્સ પર લોગ ઇન થવા માટે ગૂગલનો ઉપયોગ ન કરવો. તેની જગ્યાએ તમે તમારું યુઆરએલ એડ્રેસ બ્રાઉઝરમાં ટાઇપ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ