કરોડો ખેડૂતોના ખાતામાં આવવા લાગ્યા 2 હજાર રૂપિયા, પણ શું તમને જોવા મળ્યું આવું સ્ટેટસ? તો આજે જ જાણી લો આ મતલબ વિશે

મોદી સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમના આધારે દેશના કરોડો ખેડૂતોને 6000 રૂપિયા મળે છે. આ સ્કીમ માટે સરકારે નાના ખેડૂતોને 2000 રૂપિયાની 3 કિશ્ત મોકલવાનું નક્કી કર્યું છે. ખેડૂતને આ રૂપિયા તેના બેંક એકાઉન્ટમાં મળે છે. મોદી સરકાર આ સ્કીમના આધારે સાતમી વખત રૂપિયા આપવાનું શરૂ કરી ચૂકી છે.

image source

જો તમારા એકાઉન્ટમાં હજુ સુધી રૂપિયા આવ્યા નછી તો તમે તેને ચેક કરી શકો છો. તેમાં કેટલાક સ્ટેટસ જોવા મળે છે. તમારે જાણવું જરૂરી છે કે તેનો અર્થ શું છે. જો તમારા સ્ટેટસમાં FTO is Generated and payment conformation is pending લખેલું આવે છે તો તેનો અર્થ એ છે કે તમારી જાણકારી કન્ફર્મ કરી લેવામાં આવી છે અને જલ્દી તમારા ખાતામાં રૂપિયા આવશે.

image source

આ રીતે RFT signed by state Government લખેલું આવે છે તો તેનો અર્થ છે કે Request for trasfer. એટલે કે તમારી જાણકારીને ચેક કરી લેવાઈ છે અને વધુ માટે ટ્રાન્સફર કરાઈ છે. કુલ મળીને તમારા ખાતામાં મોડા વહેલા રૂપિયા આવી જશે.

આ રીતે એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે રૂપિયા

image source

પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂતો ઓનલાઈન એપ્લાય કરે છે. પછી એપ્લીકેશનને રાજ્ય સરકાર તમારા રેવન્યૂ કાર્ડ, આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરાય છે. રાજ્ય સરકાર જ્યાં સુધી તમારા એકાઉન્ટને વેરિફાઈ નહીં કરે ત્યાં સુધી રૂપિયા આવશે નહીં. જેવું રાજ્ય સરકાર વેરિફાઈ કરે છે તો પછી એફટીઓ જનરેટ થાય છે અને પછી રૂપિયા ખેડૂતના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે.

અત્યારસુધીમાં 22500 કરોડ રૂપિયાથી વધારે મળ્યા છે ખેડૂતોને

image source

કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 75,000 કરોડ રૂપિયા ખેડૂતોને મોટા ફાયદાની આ યોજના પર ખર્ચ કરવા પડશે. ઉત્તરપ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. તે રાજ્યના બહુમતી લોકોની આજીવિકાનો મહત્વપૂર્ણ સ્રોત છે. રાજ્યમાં પણ ખેડૂતોની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. તેથી ઉત્તર પ્રદેશને પણ આ યોજનાનો સૌથી વધુ ફાયદો થયો છે. અત્યાર સુધીમાં 22,594.78 કરોડ રૂપિયા બે હજાર રૂપિયાના છ હપ્તામાં 2.35 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં (ડીબીટી) ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

જો તમને નથી મળી રકમ તો આ રીતે કરો ફરિયાદ

image source

જો તમને સરકારના રૂપિયા મળવામાં કોઈ મુશ્કેલી આવી રહી છે અને કોઈ પણ કિશ્ત મળી નથી તો તમે આ નંબરની મદદથી તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266

પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261

પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401

પીએમ કિસાનની નવી હેલ્પલાઈન: 011-24300606

પીએમ હેલ્પલાઈનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109

ઇમેઇલ આઈડી: pmkisan-ict@gov.in

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ