ઉલટી / ઉબકા અટકાવવાનો રામબાણ ઇલાજ…

મોટા હોય કે નાના જ્યારે ઉલટી થાય છે ત્યારે બધા જ લેવાઈ જાય છે. ઉલટી થવી એટલે શરીરમાંથી વિજાતીય પદાર્થ કાઢવાની એક શારીરિક પ્રક્રિયા, પણ ક્યારેક ક્યારેક શરીરમાં સંક્રમણ થવાથી, કંઈપણ આડુઅવળુ ખાઈ લેવાથી તરત જ ઉલટીઓ થવા લાગે છે.

 

તેવામાં આ ઉપાય સીધું જ સંક્રમણને ખતમ કરી તરત જ ઉલટી બંધ કરવામાં મદદ કરે છે.

ચાલો જાણીએ આ ઉપાયો બાબતે.

વમન ઉલટી અથવા ઉબકા આવવા

બે લવિંગ વાટી 100 ગ્રામ પાણીમાં નાખી ઉકાળો. અરધુ પાણી રહે ત્યારે તેને ગાળી સ્વાદ પ્રમાણે સાકર મિક્સ કરી પી લેવું અને પડખું ફેરવી સુઈ જવું. દિવસમાં ચાર-ચાર કલાકે આ પ્રયોગ કરવો ઉલટી બંધ થઈ જશે.

અજમાવો આ ઉપાયોઃ

   • 1. બે લવિંગ વાટી 30 ગ્રા પાણીમાં મિક્સ કરી થોડું ગરમ કરી પીવડાવવાથી ઉબકા આવવાના બંધ થઈ જશે. લવિંગના પાણીથી સુકી હેડકીઓ પણ બંધ થઈ જાય છે.
   • માત્ર એક-બે લવિંગ ચાવીને ચૂંસવાથી પણ ઉબકા આવવાનું બંધ થઈ જશે અને મોઢાનો ખાટો સ્વાદ પણ સુધરી જશે. ચક્કર, ઉબકા આવવામાં આ ઉપાય લાભદાયક છે.
   • 2. ગર્ભાવસ્થા દરમિયાન થતી ઉલટીમાં બે લવિંગ સાકરની સાથે વાટીને અરધા કપ ગરમ પાણીમાં મિક્સ કરી આપવાથી આરામ રહે છે.

  • 3. બસમાં પ્રવાસ કરતા સમયે જેમને ઉલટીઓ થતી હોય, તેમણે મોઢામાં એક લવિંગ રાખી ચૂંસતા રહેવાથી લાભ થાય છે.
  • 4. મોઢાનો બગડેલો સ્વાદ ઠીક કરવા માટે, મોઢું ચોખ્ખુ અને જંતુરહિત કરવા માટે લવિંગ ચુંસવું ફાયદાકારક રહે છે.

  આકરી ગરમીના કારણે થતી ઉલટી

  બાર ગ્રામ (ત્રણ ચમચી) ધાણાના પાવડરને 250 ગ્રામ પાણીમાં એક કલાક માટે પલાળી રાખવું. સ્વાદ માટે એક ચમચી સાકરનો પાવડર મિક્સ કરી શકો છો. એક કલાક બાદ ચાળીને, એક-એક કલાકે બાળકને એક ચમચી અને મોટાને પા કપ આપવાથી ઉલટી બંધ થઈ જાય છે.

  ગરમીમાં ચક્કર, ઉલટી, હૃદય ધડકવું વિગેરે ફરિયાદો દૂર થઈ જાય છે. ગર્ભવતીની ઉલટી પણ આ ઉપાયથી ઠીક થઈ જાય છે. ઉલટીમાં સુકાધાણા સાકર સાથે લેવાથી ઘણાબધા લાભ થાય છે.

  ઉબકા આવતા હોય, ઉલટી થતી હોય

  એક લિંબુના બે ટુકડા કરી લેવા. તેના પર વાટેલું સંચળ અને મરી ભેળવી લગાવીને ધીમે ધીમે ચૂસવું. જોત જોતામાં ઉબકા બંધ થઈ જશે અ ઉલટી તેમજ ચક્કર પણ નહીં આવે.

  ઉબકા

  5 લવિંગ તેમજ 10 ગ્રામ સાકરને એકદમ બારીક વાટીને 30 ગ્રામ પાણી સાથે મિક્સ કરીને પીવાથી ઉબકા બંધ થઈ જશે.

  લોહીની ઉલટી

  3 ગ્રામ જીરુ અને 6 ગ્રામ સાકર મિક્સકરી બનાવેલા ચૂર્ણને પાણી સાથે ફાંકી લેવાથી ઉલટીમાં લોહી આવવું, રક્તસ્રાવ, ઉબકા, ઉલટી તેમજ અરુચી દૂર થઈ જશે. જરૂરિયાત પ્રમાણે આ પ્રયોગ દિવસમાં બે-ત્રણ વાર કરો.

  ભયંકર ઉલટી

  જ્યારે કોઈ દવા લેવા છતાં પણ ઉલટી બંધ ન થાય તો ચુનાનું પાણી એક ચમચી, 125 ગ્રામ દૂધમાં ભેળવી દિવસમાં બે વાર પીવું. તેનાથી તાવની ઉલટી અને પીળા તાવની કાળી ઉલટી પણ બંધ થઈ જશે.

  લવિંગના ઉપયોગમાં આટલું ધ્યાન રાખો

  એ વાતનું ધ્યાન રાખવું કે લવિંગની પ્રકૃતિ ગરમ હોય છે, તેનુ વધારે સેવન કરવાથી પાઈલ્સ કે બીજા અન્ય રોગ થઈ શકે છે. માટે માત્ર જરૂર પડે ત્યારે જ અથવા એક મર્યાદામાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

  જો સમસ્યા વધારે ગંભીર હોય તો જાતે જ દવા નહીં કરતાં તમારા ડોક્ટરની સલાહ લેવી વધારે યોગ્ય છે.

  આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
  – તમારો જેંતીલાલ