આયુર્વેદની દુર્લભ જડીબુટ્ટી ઉલટ કમ્બલ – ગર્ભાશ સંબંધી, સંધિવા અને ડાયાબિટીસ જેવા કેટલાએ રોગોની સારવાર માટે ઉપયોગી છે.

આયુર્વેદની દુર્લભ જડીબુટ્ટી ઉલટ કમ્બલ – ગર્ભાશ સંબંધી, સંધિવા અને ડાયાબિટીસ જેવા કેટલાએ રોગોની સારવાર માટે ઉપયોગી છે.

ઉલટ કમ્બલ (એબ્રોમા ઓગસ્ટા)ઉલટ કમ્બલ ગર્ભાશય સંબંધિ રોગોને અટકાવવામાં ઉપયોગી ઔષધિ છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી સંધિવા, તેમજ સંધિવામાં થતી પિડા, ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં લાભ મળે છે. ઉલટ કમ્બલથી સાઈનસાઈટિસથી થતા માથાના દુખાવામાં રાહત મળે છે.

ઉલટ કમ્બલનો ઔષધિય હિસ્સોઉલટ કમ્બલના મૂળિયા તેમજ તેના મૂળિયાની છાલમાં ઉલટ કમ્બલનો ઔષધીય ભાગ સમાયેલો હોય છે. તેના મૂળિયાનો ઉપયોગ આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. તે ગર્ભાશય માટે ટોનિક, માસિકને લગતા રોગો, ગર્ભાશયના વિકારોથી તેમજ પીડાથી મુક્ત કરતી આયુર્વેદિક ઔષધી છે. માટે જ તેનો ઉપોયગ ભારતની પરંપરાગત દવાઓમાં કરવામાં છે. કેટલીક વાર તેના પાંદડા અને ડાળીઓ પણ ઔષધીનું કામ કરે છે.

ઉલટ કમ્બલના આયુર્વેદિક ગુણધર્મો અને દોષો

  • રસ કડવો, તુરો
  • ગુણ (પ્રોપર્ટી) લઘુ, રુક્ષ, તીક્ષ્ણ
  • વીર્ય (પોટેન્સી) ગરમ (ઉષ્ણ)
  • મેટાબોલિક પ્રોપર્ટી કડવી
  • દોષ કર્મ કફ શામક, વાત શામક, પિત વર્ધક
  • ઔષધીય ગુણ (કાર્ય)

ઉલટ કમ્બલમાં નીચે પ્રમાણેના ગુણ હોય છેઃ

-ગર્ભાશય-બલ્ય
-ગર્ભાશય ઉત્તેજક
-માસિકમાં રાહત
-દર્દ શામક

આ ઔષધીના ચિકિત્સકિય લાભ

ઉલટ કમ્બલ નીચે જણાવેલી સમસ્યાઓમાં લાભદાયક રહે છે

  • 1. માસિકની સમસ્યાઓ
  • 2. અનિયમિત માસિક
  • 3. દુઃખાવો
  • 4. સંધિવા

ઉલટ કંબલના લાભ તેમજ તેનો ઉપયોગ

આ ઔષધ ઘણી બધી બિમારીઓ માટે ઉપયોગી છે. તેના કેટલાક લાભ તેમજ તેનો ઉપયેગ આ પ્રમાણે છે.
માસિકને લગતી સમસ્યાઓ, અનિયમિત માસિક અને અંડાણું નું બનવું

ઉલટ કમ્બલના મૂળિયાની છાલ માસિક સ્ત્રાવને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. આ ઔષધિ હોર્મોન્સને સંતુલિત કરે છે. જેનાથી અંડાણુના બનવાની પ્રક્રિયા સંતુલિત થાય છે.

આ ઔષધિ અંડાશયને ઉભારે છે, જેના કારણે હોર્મોન્સ સંતુલિત થાય છે. તે માસિક ધર્મને શરૂ કરવામાં પણ સહાયક છે.

માસિક ન આવતું હોય

આ બિમારીઓમાં ઉલટ કમ્બલના મૂળિયાની છાલનું ચૂર્ણ (1થી3 ગ્રામ) અને કાળા મરી (125થી500 મિલીગ્રામ) આપવામાં આવે છે. આ ઔષધિનું સેવન પાણી સાથે ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી માસિક ચાલુ ના થઈ જાય.

માસિક નિયમિત કરવા માટે

આ ઔષધિનું સેવન માસિક આવવાની તારિખના સાત દિવસ પહેલાં શરૂ કરવામાં આવે છે. માસિકના ચાર દિવસ બાદ સુધી આ ઔષધિ લેવામાં આવે છે. આ ઉપાયથી માસિક નિયમિત થઈ જાય છે. તેવી જ રીતે તેનો ઉપયોગ ઓછામાં ઓછો ચારથી પાંચ મહિના સુધી કરવો જોઈએ.

માસિક ધર્મ વખતે થતો દુઃખાવોઆ ઔષધિને માસિક ધર્મ વખતે તેમજ તે પહેલાં થતા દુઃખાવાથી રાહત આપે છે. આ પિડાની સારવાર માટે, મૂળિયાની છાલનું ચૂર્ણનું સેવન માસિક આવવાની તારીખના 3થી 7 દિવસ પહેલાં શરૂ કરવી જોઈએ. તેનું સેવન બ્લિડિંગ બંધ થાય ત્યાં સુધી કરવું જોઈએ.

સંધિવા

સામાન્ય રીતે આ ઔષધનો ઉપોયગ આ રોગમાં ખુબ જ ઓછો કરવમાં આવે છે, પણ આ ઔષધિમાં સોજો તેમજ દુખાવો દૂર કરવાના ગુણ હોય છે જેને કારણે સંધિવાના રોગીઓને થતી પિડા તેમજ સોજામાં રાહત મળે છે.

ઔષધિની આડઅસર

સામાન્ય રીતે તો ઉલટ કમ્બલની આડઅસર કંઈ ખાસ નથી. ભાગ્યે જ કેટલાક કિસ્સાઓમાં આ આડઅસર દેખાય છે. આ ઔષધિથી નીચે પ્રમાણેની આડઅસર થઈ શકે છેઃ

1. ચક્કર આવવા (ભાગ્યે જ)
2. બળતરા (ભાગ્યે જ)
3. પેટમાં બળતરા (ભાગ્યે જ)
4. વધારે પડતું બ્લિડિંગ (ભાગ્યે જ)

ગર્ભાવસ્થા અને સ્તનપાનઆ ઔષધિનું સેવન ગર્ભાવસ્થા તેમજ સ્તનપાન કરાવનારી માતાઓએ ન કરવું જોઈએ. આ ઔષધિ આ સ્થિતિમાં હાનિકારક સાબિત થઈ શકે છે. આ ઔષધિનું સેવન ગર્ભાવસ્થામાં કરવાથી સ્પોટિંગ અને બ્લીડિંગની સમસ્યા પેદા કરે છે.