આ સાત બાબતો તમારે હંમેશા સીક્રેટ જ રાખવી જોઈએ

આ સાત બાબતો તમારે હંમેશા સીક્રેટ જ રાખવી જોઈએ

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તમારે તમારા આ રહસ્યો હંમેશા અકબંધ જ રાખવા જોઈએ. પ્રખ્યાત ગ્રીક ફિલોસોફર સેનેસાએ 2000 વર્ષ પહેલાં કહ્યું હતું કે, “જો તમે તમારી વાતો સીક્રેટ રાખવા માગતા હોવ, તો તે તમારા પુરતી જ રાખો.” પણ વાત અહીં દરેક રહસ્યોની નથી થઈ રહી પણ કેટલીક ચોક્કસ બાબતો વિષે થઈ રહી છે જેને તમારે ક્યારેય કોઈની સમક્ષ છતી કરવી જોઈએ નહીં.

અહીં અમે હિન્દુ ફિલોસોફીમાં દર્શાવેલી કેટલીક એવી બાબતો વિષે જણાવવા જઈ રહ્યા છે જેને તમારે ક્યારેય અન્ય કોઈ વ્યક્તિ સમક્ષ છતી કરવી જોઈએ નહીં. એવા રહસ્યો જેનો સીધો જ સંબંધ આપણી નબળાઈઓ અથવા તો આપણી ઉપલબ્ધીઓ સાથે રાખે છે.

હિન્દુ ફિલોસોફીના ખ્યાલના મૂળભૂત પાસાઓ તે વ્યવહારીક રીતે કુદરતી છે. કારણ કે તેનું નિર્માણ 4000 વર્ષો પહેલાં થયું હતું. હિન્દુ ઋષીઓ જીવનની મૂળભૂત સમસ્યાઓ નિવારવા પર કેન્દ્રીત હતા. વધારે સુંદર જીવન માટે તે પાંડિત્ય ધરાવતા હતા.

આપણે આપણી કઈ કઈ અંગત વાતો અન્યો સાથે શેયર કરવી જેઈએ તે વિષે આ ઋષીઓએ યુગો પહેલાં જણાવ્યું હતું. તો ચાલો જાણીએ તે વિષે.

1. તમારી યોજનાઓ કોઈની પણ સમક્ષ રજુ ન કરોઃતમારે તમારી ભવિષ્યની યોજનાઓ કોઈના પણ સમક્ષ છતી કરવી જોઈએ નહીં. આ યોજનાઓ એટલી અંગત હોય છે કે જે તમારા સુધી જ તમારે મર્યાદીત રાખવી જોઈએ.

કોઈપણ ખ્યાલ સંપૂર્ણ નથી હોતો અને તમે તમારા જીવનમાં જે કંઈ પણ આગળ કરવા માગો છો તેની કોઈને કોઈ તો ટીકા કરવાનું જ. ખાસ કરીને ઇર્ષાળુ લોકો હંમેશા તમારા વિચારોનો કોઈને કોઈ રીતે વિરોધ કરતા રહેવાના અને તેઓ હંમેશા તમારી યોજનાઓમાં ખામીઓ શોધતા રહેવાનો કારણ કે તેમની પોતાની પાસે તેવી કોઈ યોજના નથી હોતી.જ્યાં સુધી તમારી યોજના સંપૂર્ણ રીતે ઘડાઈ ન જાય ત્યાં સુધી તમારે તેને અન્ય લોકો સાથે શેયર કરતા થોભવું જોઈએ.

2. તમારા સેવાકાર્યો પણ કોઈની સાથે શેયર કરવા જોઈએ નહીંતમારે ક્યારેય તમારા સતકાર્યો તેમજ તમારા કોઈના માટે કરેલા પ્રયાસો વિષે ક્યારેય દેખાડો કરવો જોઈએ નહીં.

કોઈના માટે કંઈક ખાસ કરવું તે ખરેખર અનોખુ કામ છે અને સમાજમાં સેવાભાવી લોકોની ખુબ જરૂર છે, પણ એ જરુરી નથી કે તમે તમારા સારાકાર્યોના લોકો સમક્ષ ગાણા ગાતા રહો પણ તેથી વિરુદ્ધ તમારે તમારા સતકાર્યોને હંમેશા છુપા જ રાખવા જોઈએ.

3. તમારા બહાદૂરી ભર્યા કામોનો પણ દેખાડો કરવો જોઈએ નહીંજો તમારો સ્વભાવ સાહસુ હોય અથવા તમે કોઈ બહાદૂરી ભર્યું કામ કર્યું હોય, તો તે જરૂરી નથી કે તમે તેનો ઢંઢેરો પીટો.

આપણે બધા એકબીજાને રોજ રોજ જોતા-મળતા હોઈએ છીએ અને આપણા નજીકના લોકો આપણા સ્વભાવ તેમજ સતકાર્યોને પણ સારી રીતે જાણતા હોય છે પણ જે લોકો આપણને નથી જાણતા તે લોકોને પણ આપણા સતકાર્યો તેમજ બહાદૂરી ભર્યા કૃત્ય વિષે જણાવવું તે યોગ્ય નથી. તેના કરતા તો તેને તમારા પુરતા જ રાખવા જોઈએ અને તમે જ તમારા વખાણ કરો અને બીજા પાસે તેવી અપેક્ષા ન રાખો.

4. તમારી અંગતતાને ક્યારેય છતી ન કરો

કેટલાક પ્રશ્નો ખુબ જ અંગત હોય છે, માટે દરેક વ્યક્તિએ તેને પોતાના પુરતા જ રાખવા જોઈએ. લોકો સમક્ષ તેને છતા કરવા જોઈએ નહીં.તમારી ઉંઘ, ખોરાક અથવા સેક્સ વિગેરેની સમસ્યાઓને તમારે તમારા પુરતા જ રાખવા જોઈએ અને તેને લોકો સમક્ષ રજુ કરવાની કોઈ જ આવશ્યકતા નથી.

5. તમારા આધ્યાત્મિક જ્ઞાનને કોઈ સમક્ષ છતું ન કરવુંતમારે એ ભુલવું ન જોઈએ કે આપણે ભારતના એવા પુરુષોના ઉપદેશો વિષે વાત કરી રહ્યા છીએ જેમણે આધ્યાત્મિકતાને ખુબ જ ઉંચી જગ્યા પર મુકી છે અને માન્યતા અપાવી છે.આધ્યાત્મિકતા એક એવી બાબત છે જેને આપણે હંમેશા આપણા પુરતી જ મર્યાદીત રાખવી જોઈએ કારણ કે તેને એક ખજાના તરીકે જોવામાં આવે છે જે આપણે જગતને કેવી રીતે જોઈએ છીએ તે જણાવે છે અને આપણે એટલું તો જાણીએ જ છીએ કે આપણે બધા જ એક સમાન રીતે જગતને નથી જોતાં.

તમારા ખ્યાલો, તમારા વિચારો, તમારા જીવન તેમજ આધ્યાત્મિક વિષેના તારણો કંઈ બધા જ શેયર ન પણ કરે. તેના કરતા સારું એ રહેશે કે તમારા આધ્યાત્મિક અનુભવો તમે તમારા પુરતા જ રાખો જેથી કરીને લોકો તમારી માન્યતાઓ તેમજ તમારા વ્યક્તિગત દ્રષ્ટિકોણ પર પ્રશ્નો ન ઉઠાવે.

6. તમારી કૌટુંબિક સમસ્યાઓને પણ કોઈ સમક્ષ છતી ન કરોએ સાચું જ કહેવામાં આવ્યું છે કે “દરેક ઘર એ એક દુનિયા છે”, અને દરેક વ્યક્તિગત જગતમાં, જે કંઈપણ થાય છે તે ત્યાં જ રહેવું જોઈએ.તમારા ઘરમાં, તમારા કૌટુંબિક જીવનમાં કે પછી પતિ-પત્નીના જીવનની સમસ્યાઓ જાણે કેટલાએ મોટા પ્રશ્નો લાગતા હોય, પણ મોટા ભાગે એવું બને છે કે તમે જે કોઈ બહારની વ્યક્તિ સમક્ષ તમારી અંગત સમસ્યાઓની ચર્ચા કરો છો તે એવી છબી ઉભી કરે છે કે સમસ્યા વધારે મોટી લાગે છે અને તેનો ક્યારેય ઉકેલ આવી શકે તેમ નથી.જ્યારે બીજા લોકો તમારી તે સમસ્યાને તેટલી ગંભીર નહીં ગણતા હોય જેટલી તે તેમને લાગતી હોય. તે તે પાછળના કારણો જાણ્યા વગર જ તમને જજ કરવા લાગશે. અને તે તમારા માટે જરા પણ યોગ્ય નથી.તમારા ઘર-કુટુંબની સમસ્યાઓ માત્રને માત્ર ત્યાં જ સોલ્વ થશે. અને તેને તમારા ઘર પુરતી જ મર્યાદીત રાખી તમે તમારા અંગત લોકો વચ્ચેનું બંધન ઓર મજબુત બનાવશો.

7. તમે જે કંઈ પણ સાંભળો તેને લોકો સમક્ષ છતું કરવું બીલકુલ યોગ્ય નથી

અન્ય લોકો બીજા કોઈની વાતો તમને કહે અથવા તો તેને ધ્યાન આપ્યા વગર સાંભળવી. જે વ્યક્તિ કોઈ પતિ-પત્ની વચ્ચે થયેલી દલીલો સાંભળી ન હોય અથવા તો તે બન્ને વચ્ચેની અંગત ચર્ચા સાંભળી ન હોય તે વ્યક્તિ તમને જે તે વ્યક્તિની અંગત વાતો જણાવશે તો તમે તેમના પર કેટલો વિશ્વાસ કરી શકો ?

કોઈના મોઢે સાંભળેલી ત્રીજી વ્યક્તિની સમસ્યાઓ આપણે ઘરે લઈ જઈએ અથવા તો તેમના વિષે નકારાત્મક ટીપ્પણીઓ કરીએ તે ખરેખર તો ઉર્જાનો વ્યય જ છે. તેના કરતા તો આપણે તે ઉર્જાનો ઉપયોગ આપણામાં કંઈક હકારાત્મકતા લાવવા કરી શકીએ છીએ.

કોઈ પણ જાતની નકારાત્મકતાનો ભાર લઈને ઘરે જવાથી કશું જ ભલુ થવાનું નથી. તે બધી વાતો આપણે આપણા સુધી જ મર્યાદીત રાખવી જોઈએ અને સાથે સાથે એ પણ જરૂરી છે કે તમે તમારા માનસિક સ્વાસ્થ્યને પણ સાંચવી રાખો.