યુનાઇટેડ કિંગડમમાં 100 કરોડના ખર્ચે ભવ્ય જગન્નાથનું મંદિર, 50 વિઘાના વિસ્તારમાં બનતા મંદિરની વિશેષતા જાણીને ચોંકી જશો

યુનાઇટેડ કિંગડમમાં શ્રી જગન્નાથ ભગવાનનું ભવ્ય મંદિર બનવાનું છે. લંડનની નજીક બાથ શહેરમાં અંદાજિત 100 કરોડના ખર્ચે ભવ્ય જગન્નાથ મંદિરનું નિર્માણ થશે. પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદની ભગિની સંસ્થા શ્રી જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ. યુ કે (સિટી ઓફ બાથ) -SJT દ્વારા આ ભગિરથ કામ થઇ રહ્યું છે. લગભગ 50 વિઘાના વિસ્તાર સમગ્ર જગન્નાથ મંદિરનું પરિસર નિર્માણ પામશે.

100 કરોડના મંદિર નિર્માણ ભાગરુપે ઓડિસાના જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિનું નિર્માણ સંપન્ન થયું છે. જે મુર્તિઓનું જગન્નાથ મંદિર પુરીમાં પુજન અર્ચન થયું ત્યાર બાદ જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે પણ પુજન થયું છે. જ્યારે હાલમાં આ ત્રણેય મુર્તિઓને વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પુજા અર્ચન અને દર્શનાર્થે રાખવામાં આવી છે. મુર્તિઓની વિશેષતા એ છે કે હજારો વર્ષો ટકે એવાં લિમડાંના લાકડામાંથી ઉડિયા કારીગરો દ્વારા બનાવાયા છે. જે એક મુર્તિનું લગભગ વજન ૯૦ કિલો છે.

image source

શ્રી જગન્નાથ ભગવાનની મૂર્તિની મુસાફરી નિલાચલ ધામ, પુરીડિશાથી યુનાઇટેડ કિંગડમના બાથ સિટી સુધી થવાની છે. મહારાણા (પરંપરાગત લાકડાના કારીગર) દ્વારા શ્રી ક્ષેત્ર, પુરી (ભારત) ખાતે શુભ લીમડાના ઝાડ પરથી કોતરવામાં આવેલા ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શનની મૂર્તિઓ હવે બાથ શહેર, યુનાઇટેડ કિંગડમની યાત્રા માટે તૈયાર છે.

image source

જો પ્રવાસની સમગ્ર વાત કરીએ તો ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શનની મૂર્તિઓ ભારતના અન્ય સંબંધિત જગન્નાથ મંદિરોની યાત્રા પછી યુનાઇટેડ કિંગડમ આવશે, મૂર્તિ શ્રી જગન્નાથ મંદિર (પુરી), શ્રી શ્રી પતિતપાવન જગન્નાથ મંદિર (કકરુદ્રપુર, ઓડિશા), શ્રી જગન્નાથજી મંદિર (અમદાવાદ), શ્રી જગન્નાથ મંદિર (હૌજ ખાસ, નવી દિલ્હી) થઇ યુકે લઇ જવાશે.

હેતુ વિશે વાત કરવામાં આવી હતી કે, અમારો ઉદેશ શ્રી જગન્નાથ મંદિર યુકે (બાથનું શહેર) અને ભારતના વિવિધ શ્રી જગન્નાથ મંદિરો વચ્ચે જોડાણ મજબૂત બનાવવા માટેનો છે. ઉપરાંત એ સુનિશ્ચિત કરવા માટે છે કે શ્રી જગન્નાથ સંસ્કૃતિના વિદ્વાનો દ્વારા આપવામાં આવેલા માર્ગદર્શન અનુસાર યોગ્ય પરંપરા અને ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવશે. મુખ્ય સેવકો અને શ્રી જગન્નાથ મંદિર યુકે (BATH શહેર)ના સ્થાપક સભ્યોએ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી, પુરીના રાજા શ્રી મહામંત્રી ગજપતિ મહારાજ દિવ્યસિંઘ દેવના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે મૂર્તિઓ સાથે ગોવર્ધન પીઠ (પુરી, ઓડિશા)ની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત અમે શ્રી દિલીપદાશજી, મહંતના દિવ્ય આશીર્વાદ મેળવવા માટે મૂર્તિઓ સાથે શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદની મુલાકાત લીધી હતી.

દરેક મૂર્તિનું અંદાજિત વજન 90 કે.જી

આ બ્રહ્માંડના ભગવાન દ્વારા લેવામાં આવેલી તેની એક અનોખા પ્રકારની યાત્રા છે. શ્રી જગન્નાથ મંદિર, (બાથ શહેર, યુનાઇટેડ કિંગડમ), કુટુંબ અને સમાજ પ્રત્યેના કર્તવ્યના હિન્દુ (સનાતન ધર્મ)ના સિદ્ધાંતો પર આધારીત આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને શારીરિક વિકાસનું કેન્દ્ર બનશે. યુનાઇટેડ કિંગડમમાં 10,00,000 થી વધુ હિન્દુઓ છે, જેમાંથી હિંદુઓનો મોટો હિસ્સો વિવિધ સમુદાયોમાં ફેલાયેલા સનાતન હિન્દુ ધર્મના અનુયાયીઓ અને શ્રી ભગવાન જગન્નાથના ભક્તો છે.

વિશ્વ વિખ્યાત રથયાત્રા ઉત્સવ ધાર્મિક રૂપે યુનાઇટેડ કિંગડમના વિવિધ સ્થળોએ ઉજવવામાં આવે છે, ખાસ કરીને બાથ સિટીમાં છેલ્લા 15 વર્ષથી સમર્પિત મંદિરના હોવા છતાં રથ યાત્રાની પરંપરા જાળવી રખાઈ છે. આ આપણું કેન્દ્રીય સ્થાન હશે જ્યાં અમે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો અહીંના બાથ સિટી યુનાઇટેડ કિંગડમમાં આપણી ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ મંદિર 20 એકર જમીનમાં પેહલા તબક્કામાં અંદાજિત 125 કરોડના ખર્ચ સાથે બનાવવામાં આવશે.

image source

શ્રી ભગવાન જગન્નાથના ભક્તોને યુનાઇટેડ કિંગડમમાં વર્ગ, જાતિ અથવા ક્ષેત્રને ધ્યાનમાં લીધા વિના જોડવા અને રૉગચાળો, કુદરતી આફતો તથા અન્ય આકસ્મિક ઘટનાઓ દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને સમુદાયોને સ્વયંસેવક દ્વારા સેવાઓ પ્રદાન કરવાનો ઉદેશ છે. અમને પહેલાથી યુનાઇટેડ કિંગડમના સ્થાનિક વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય અધિકારીઓનું અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થયું છે.

સલાહકાર બોર્ડમાં યુકે સરકારના સભ્યોને પણ સામેલ કરેલ છે, જે નીચે પ્રમાણે છે

શ્રીમતી વેરા હોબહાઉસ (સંસદ સભ્ય, મહિલા અને સમાનતાઓના પ્રવક્તા, યુકે સરકાર)

મેટ મેક્ક્યુબ (કાઉન્સિલર અને પ્લાનિંગ કમિશનના વડા, બાથ સિટી કાઉન્સિલ),

પોલ ક્રોસલી (સમુદાયો માટે કાઉન્સિલર અને કેબિનેટ સભ્ય),

ટિમ બોલ (હાઉસિંગ, પ્લાનિંગ અને આર્થિક વિકાસ માટે કાઉન્સિલર અને કેબિનેટ સભ્ય)

ડાઇન રોમેરો (અધ્યક્ષ, બાથ સિટી કાઉન્સિલ)

અમને ટ્રસ્ટીઓ અને શ્રી જગન્નાથ મંદિર – અમદાવાદ , વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના હોદ્દેદારો તથા નીચે જણાવેલ સભ્યો તરફથી આશીર્વાદ અને શુભ સમર્થન પ્રાપ્ત થયું છે:

મહેન્દ્રભાઇ ઝા (મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી જગન્નાથ મંદિર – અમદાવાદ)

મગનભાઈ જાવીયા (પ્રમુખ, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – અમદાવાદ)

મણીભાઇ પટેલ (મમ્મી) (પ્રમુખ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા)

દિલીપભાઇ પટેલ (નેતાજી) (માનદ મહામંત્રી, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા)

આર. પી. પટેલ (પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમદાવાદ.)

સી. કે. પટેલ (સ્થાપક ટ્રસ્ટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમદાવાદ.)

ડી. એન. ગોલ (સ્થાપક ટ્રસ્ટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમદાવાદ.)

પ્રહલાદભાઇ પટેલ (કામેશ્વર) (ઉપપ્રમુખ – શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા)

ગટોરભાઈ પટેલ (ઉપપ્રમુખ – શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા)

આગળ વાત કરી હતી કે, અમે ભગવાન શ્રી જગન્નાથના ભક્તો સમર્થન અને પ્રોત્સાહન સાથે ભાઈચારો વધારવા, રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વિનિમય, ભારતીય તહેવારોની ઉજવણી અને ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદેશને પૂર્ણ કરવા કાર્યરત છીએ. મંદિર કોર કમિટી અને અમારા સેવકોએ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રાજી અને સુદર્શનના સમગ્ર પ્રવાસનું સંચાલન કર્યું છે.

image source

આ સમિતિના મુખ્ય સભ્યોની વાત કરીએ તો નીચે પ્રમાણે છે

  • પ્રો.ડો.જે.એમ.પનારા (+91 94269 42503)
  • ચિંતન પનારા (+91 96386 82633)
  • અજિત નંદા – જગન્નાથ પુરી (ઓડિસા)
  • પરશુરામ પત્રી – જગન્નાથ પુરી (ઓડિસા)
  • પ્રદિપ બુટાણી, વિમલ પનારા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ