ગુજરાતીઓ માટે ખુશખબર, સી-પ્લેન માત્ર 45 મિનિટમાં પહોંચાડી દેશે કેવડિયા, જાણી લો જલદી કેટલું છે ભાડું

ગઈકાલે જ એક વીડિયો આપણે સૌએ જોયો કે સી પ્લેને અમદાવાદ આવવા માટે ઉડાન ભરી લીઝી છે અને સોમવારે અમદાવાદ આવી પહોંચશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઊતર્યું હતું. સી-પ્લેન કોચીથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સી-પ્લેનમાં જશે અને પછી આ પ્લેનને જનતા માટે ખુલ્લુ મુકાશે. સી-પ્લેનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો 200 કિમીનું અંતર કાપવા માટે આ પ્લેનને માત્ર 45 મિનિટ જ લાગશે અને 6 ક્રૂ-મેમ્બર્સથી તેનું મિશન પાર પડશે. ત્યારે લોકોમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

image source

સી-પ્લેન અમદાવાદથી કેવિડયા રૂટ ઉડાન યોજના હેઠળ આવે છે, ત્યારે તેનું ભાડું જોઈને સામાન્ય માણસને સી-પ્લેનની મુસાફરીનો લાભ આપવાનો હેતુ સિદ્ધ થવા અંગે શંકા ઉભી થઈ રહી છે. આવું એટલા માટે કારણ કે જો આપણે વાત કરીએ કેન્દ્રની ઉડાન યોજના વિશે તો આ યોજના હેઠળ રીજનલ કનેક્ટિવિટી સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કલાકથી ઓછા સમયમાં ફ્લાઈટની મુસાફરી પૂરી કરી શકાય તેમ હોય તેવા રૂટ પર ભાડું રૂ. 2500 નક્કી કરવામાં આવ્યું છે. ઉડાન યોજનામાં નાની ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે આ યોજનામાં આવતા રૂટ પર 1500થી 2500 સુધીનું ભાડું હોય છે.

image source

વધારામાં વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટનું ભાડું પણ રૂ.2500-3000ની આસપાસ છે, પરંતુ સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કર્યું છે. તેથી આટલું મોંઘુ ભાંડુ સામાન્ય માણસને કેમ પરવડે એ પણ એક મોટો સવાલ છે. દરમિયાન દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

image source

ઉલ્લેખનીય છે કે આ માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર બે માળનું એરોડ્રામ તૈયાર કરવામાં આવ્યું છે. વોટર એરોડ્રામ પર હવાની દિશા જાણવા માટે એર બેગ લગાવવામાં આવી છે. ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ