સોનમ કપૂર સાથે કેબ ડ્રાઈવરે કરી ન કરવાની હરકત, જાણો શું કહ્યું સોનમે આ વિશે..

ઉબેર ડ્રાઈવરે કર્યો સોનમ કપૂર સાથે દૂર્વ્યવહાર, ટ્વીટર પર શેર કર્યો અનુભવ

છેલ્લા કેટલાક વર્ષથી લોકલ ટેક્સી કે રીક્ષા ડ્રાઈવરની જગ્યાઓ ઓનલાઈન ટેક્સીની સર્વિસ આપતી કેટલીક ઉબેર અથવા ઓલા કંપનીએ લઈ લીધી છે.

image source

ઘણા બધા લોકોને તેમની સર્વિસના તેમજ તેમના ડ્રાઈવરના કડવા અનુભવ અત્યાર સુધીમાં થઈ ગયા છે. ઉબેર એક આંતરરાષ્ટ્રિય ટેક્સિ સર્વિસ આપતી કંપની છે.

તાજેતરમાં સોનમ કપૂરને પણ લંડન ખાતે ઉબેર ડ્રાઈવરનો દુર્વ્યવહારનો અનુભવ થયો હતો જે તેણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ ટ્વીટર પર શેર કર્યો હતો.

સોનમે ટ્વીટ કર્યું હતુઃ ‘મને લંડનમાં ઉબેરનો સૌથી ખરાબ અનુભવ થયો છે. મહેરબાની કરીને ધ્યાન રાખો. તમારા માટે ઉત્તમ અને સૌથી સુરક્ષિત સ્થાનિક પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન અથવા તો ટેક્સી જ છે. હું ખરેખર ધ્રુજી ગઈ છું.’

જ્યારે તેણીને પોતાના અનુભવ વિષે વધારે પુછવામાં આવ્યું ત્યારે તેણીએ વધારે જાણકારી આપતાં જણાવ્યું, ‘ડ્રાઇવર અસ્થિર વ્યવહાર કરી રહ્યો હતો અને તે એકધારો મારા પર બૂમો પાડી રહ્યો હતો. અને આ અનુભવે મને હચમચાવી મુકી છે.’ સોનમે આ બાબતે ફરિયાદ પણ કરી છે.

અને ઉબેર કંપનીએ સોનમનો ટ્વિટર પર સંપર્ક પણ કર્યો અને લખ્યું છે, ‘સોનમ સાથે બનેલી આ ઘટના બદલ અમે દિલગીર છે. મહેરબાની કરીને અમને તમારું ઇમેઇલ એડ્રેસ અને મોબાઈલ નંબર મેસેજ કરો કે જેથી કરીને અમે તે બાબતે આગળ પગલા લઈ શકીએ?’

તમને જણાવી દઈએ કે સોનમ બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને ફેશનિસ્ટા છે. તેણીએ દિલ્લી સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા છે. અને છેલ્લા કેટલાક દિવસથી તેણી લંડનમાં સમય પસાર કરી રહી છે.

image source

અને તેણી સોશિયલ મિડિયા પર પણ ઘણી એક્ટિવ હોવાથી. તેણી અવારનવાર પોતાના અનુભવો તેમજ પોતાની તસ્વીરો તેના પર શેર કરતી રહે છે.

image source

જોકે સોનમ સાથે શું બન્યું તેની વિગતવાર ઘટના હજુ સુધી સામે આવી નથી. પણ પોતાની સાથે થયેલા અનુભવને તેણીએ અત્યંત બિહામણો જણાવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ