“કેનેડામાં કચડાયેલી હાલતમાં મળ્યો ગુજરાતી યુવતીનો મૃતદેહ, જાણો શું છે પૂરી ઘટના”

આજકાલ યુવાનોમાં વિદેશમાં સેટલ થવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. તેમાં મુખ્ય પરિબળ એનઆરઆઈ યુવક કે યુવતી સાથે લગ્ન કરવા. આ રીતે વિદેશમાં સેટલ થવા માટે પણ યુવાનો તૈયાર થઈ જાય છે. પણ ઘણીવાર આ ક્રેઝ ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. આવો જ એક બનાવ તાજેતરમાં કેનેડામાં એક ગુજરાતી યુવતી સાથે બન્યો છે. આ યુવતી કેનેડામાં રહસ્યમય રીતે મૃત્યુ પામી છે.

જ્યારે હિરલ પટેલની મૃત્યુના સમાચાર તેના માતા પિતાને મળ્યા તો તેમના પગ નીચે જમીન ખસી ગઈ હતી. ઉપરાંત હિરલના માતા પિતા તેના સાસરીવાળાને દોષી કહી રહ્યા છે. ગુજરાતના બોરસદના મૂળ પામોલની રહેવાસી હિરલ પટેલના લગ્ન મૂળ કિન્ખલોડના વતની હાલ કેનેડા નિવાસી યુવક સાથે ખૂબ ધૂમધામથી સર્વસંમતિથી વર્ષ ૨૦૧૮માં કરવામાં આવ્યા હતા.

હિરલ પટેલ જ્યારે તેના પતિ સાથે કેનેડા ગઈ ત્યારે શરૂઆતના થોડાક મહિના ખૂબ જ પ્રેમભાવથી વીતી ગયા, પણ ત્યારપછી આશરે છેલ્લા એક વર્ષથી એટલે કે વર્ષ ૨૦૧૮ પછીથી હિરલ પર તેના સાસરી પક્ષના લોકો ખૂબ ત્રાસ આપી રહ્યા હતા.

જો કે આ બાબતે કેનેડામાં ટોરેન્ટ શહેરની પોલીસને તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ રાત્રે ૧૧ વાગે હિરલ પટેલની મિસિંગ થયાની જાણ કરાઈ હતી. છેલ્લે હિરલ પટેલને બ્લેક જેકેટ અને ગ્રે પેંટમાં જોવાં મળી હતી. પરંતુ હિરલને પોલીસ જીવિત શોધી શકે તે પહેલાં જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

આથી કેનેડા પોલીસ તપાસને આગળ વધારતા હિરલ પટેલનો અકસ્માતમાં મૃત્યુ થયું છે કે કોઈએ હત્યા કરી છે તે દિશામાં તપાસ આગળ વધારી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ