ટીવીના આ કલાકારોએ નાની ઉંમરમાં જ દુનિયાને કહી દીધું અલવિદા, જેમાં નંબર 2 વિશે જાણીને તમે પણ રડી પડશો

નાના પડદા પર ઘણા એવા કલાકારો છે જેમને ન ફક્ત ઘર ઘરમાં ઓળખ બનાવી છે. પણ લોકોના દિલોમાં પણ ખાસ જગ્યા બનાવી છે. પણ આ કલાકારોમાંથી જ અમુક કલાકારો એવા છે જેમને નામના મેળવ્યા પછી બહુ જ નાની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી દીધું. તો ચાલો આવા જ અમુક કલાકારોને આજે યાદ કરી લઈએ..

પ્રત્યુશા બેનર્જી.

image soucre

બાલિકા વધુમાં આનંદીના નામથી પ્રસિદ્ધ પ્રત્યુશા બેનર્જી 1 એપ્રિલ 2016ના રોજ પોતાના મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસીએ લટકેલી મળી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર એમનું મૃત્યુ દમ ઘૂંટાવાના લીધે થયું હતું. એમના મૃત્યુના કારણે ટીવી ઇન્ડસ્ટ્રી સહિત લાખો ફેન્સને ઊંડો આઘાત લાગ્યો હતો.

સંજીત બેદી.

image soucre

સંજીત બેદી સંજીવની સિરિયલથી ફેમસ થયા હતા, એમને મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અમે એમનું મૃત્યુ 33 વર્ષની ઉંમરે 23 જૂન 2015માં લાંબી બીમારીના કારણે થયું હતું. સંજીત બેદીએ જાને ક્યાં બાત હુઈ, થોડી સી જમીન થોડા સા આસમાન, કસોટી જીંદગી કી જેવી ઘણી સીરિયલમાં કામ કર્યું હતું.

શિવલેખ સિંહ.

image soucre

14 વર્ષના બાલ કલાકાર શિવલેખ સિંહ જેમને સાસુરાલ સીમર કાના અભિનેતાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, જેમને એક કાર એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવી દીધો. શિવલેખ સંકટમોચન હનુમાન, અગ્નિફેરા સસુરાલ સીમર કા જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું.

અબીર ગોસ્વામી

image soucre

અબીર ગોસ્વામીનું 38 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું. એમનું મૃત્યુ 31 મેં 2013માં થયું. રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે અબીરને હૃદયરોગનો હુમલો થયો હતો જ્યારે એ બહાર કામ કરી રહ્યા હતા. એમને વહ રહેને વાલી મહેલો કી, પ્યાર કા દર્દ હે મીઠા મીઠામાં કામ કર્યું હતું.

કુલજીત રંધાવા.

image source

બોલ્ડ અને બ્યુટીફૂલ કુલજીત રંધાવા સુંદર મોડલ અને એકટર હતી. એ C.A.T.S., સ્પેશિયલ સ્ક્વોડ અને કોહિનૂર જેવી સિરિયલ્સમાં વિમેન સેન્ટ્રીક રોલ્સ માટે જાણીતી હતી. 8 ફેબ્રુઆરી 2006એ કુલજીતે પોતાના જુહુમા આવેલા એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવી લીધી હતી. પોતાની સુસાઇડ નોટમાં કુલજીતે લખ્યું હતું કે જિંદગીના પ્રેશરને સહન નથી કરી શકતી એટલે પોતાનો જીવ લઈ રહી છે. એમની ઉંમર 28 વર્ષની હતી.

રુબીના શેરગિલ.

image source

રુબીના શેરગિલ ઝી ટીવીના શો મિસિઝ કૌશિક કી પાંચ બહુએમાં સીમરનની ભૂમિકા નિભાવીને જાણીતી થઈ હતી. અસ્થમાનો એટેક આવવાના લીધે 12 જાન્યુઆરી 2012માં એમનું નિધન થઈ ગયું. એક્ટ્રેસ થોડા અઠવાડિયા સુધી કોમામાં હતી અને વેન્ટીલેશન સ્પોર્ટ પર હતી. પણ દુર્ભાગ્યવશ એ મૃત્યુ પામી.

નફિસા જોસેફ.

image source

નફિસા જોસેફ ફેમિના મિસ ઇન્ડિયા યુનિવર્સ 1997ની વિજેતા હતી. એ મિસ યુનિવર્સ 1997ની સ્પર્ધાની ફાઇનલિસ્ટ પણ હતી. એ પોતાની ટેલિવિઝન સિરીઝ C.A.T.S., સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન માટે ચાર્લીઝ એન્જેલ્સના એક ઇન્ડિયન વર્ઝન માટે પણ ઓળખાતી હતી. બિઝનેસમેન ગૌતમ ખંડુંજા સાથે લગ્ન પછી એમને 29 જુલાઈ 2004ના રોજ વરસોવામાં પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી. એ ફક્ત 26 વર્ષની હતી.

જતીન કનકીયા.

image source

કોમેડીના પ્રિન્સ જતીન કનકીયા પોતાના કોમિક ટાઇમિંગ માટે જાણીતા હતા. એ 90ના દાયકામાં ફેમસ શો શ્રીમાન શ્રીમતીનો ભાગ હતા. એમનું મૃત્યુ 18 જુલાઈ 1999માં પેક્રિયાટિક કેન્સરના કારણે થયું હતું.

કવિ કુમાર આઝાદ.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં ડોકટર હાથીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં જાણીતા બનેલા કવિ કુમાર આઝાદનું મૃત્યુ 9 જુલાઈ 2018ના રોજ 45 વર્ષની ઉંમરમાં કાર્ડિએક અરેસ્ટના કારણે થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ