તમે પણ વાહનના માલિક છો તો જાણી લો 1 એપ્રિલથી આવી રહ્યો છે આ નવો નિયમ

કેન્દ્ર સરકારની તરફથી પ્રસ્તાવિત નવી સ્ક્રેપ નીતની અસર જિલ્લામાં 80 હજારથી વધારે વાહનો પર થશે. બજેટમાં સ્ક્રેપ નીતિની જાહેરાત બાદ પરિવહન વિભાગે જૂના વાહનોની સૂચિ તૈયાર કરવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દીધું છે. 1 એપ્રિલથી આ વાહનો સડક પર ચાલી શકશે નહીં. નવી સ્ક્રેપ નીતિની અસર જિલ્લામાં સૌથી વધુ ટુ વ્હીલર પર થઈ શકે છે. પરિવહન વિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી અનુસાર 20 વર્ષ જૂના વાહનોમાં ટુ વ્હીલરની સંખ્યા 2/3થી પણ વધારે છે.

image source

થોડા સમય પહેલાં જ 15 વર્ષથી જૂના વાહનોના રજિસ્ટ્રેશનને રોકવાને લઈને પરિવહન વિભાગે તેનું રી- રજિસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી હતી. આ પછી અનેક વાહનના માલિકોએ રજિસ્ટ્રેશનની વૈધ્યતાને વધારવા માટે અરજી પણ કરી હતી. કોઈ સૂચના ન મળ્યા બાદ 2000 જેટલા વાહનો એવા છે જેના રજિસ્ટ્રેશન ખતમ કરી દેવાયા છે. નવી સ્ક્રેપ નીતિ આવતાં જ અનેક પ્રકારના અને મોટી સંખ્યામાં વાહનો સડક પરથી હટી જશે. કેન્દ્ર સરકારે મે 2016માં જૂના વાહનોને દૂર કરવા માટે Voluntary Vehicle Fleet Modernisation Programmeની બ્લુ પ્રિન્ટ રાખી હતી. સરકારનું અનુમાન છે કે આ નીતિ અંતર્ગત બધા માટે આવવાથી રસ્તા પરથી 15 વર્ષ જૂના લગભગ 2.8 કરોડ વાહનો દૂર કરવામાં મદદ મળશે.

મહિનાના અંતમાં આવીજશે ગાઈડલાઈન

image source

આ વર્ષના બજેટમાં નાણાંમંત્રીએ જાહેરાત કરી કે આ સંબંધમાં કોઈ ગાઈડલાઈન પરિવહન વિભાગને મળી નથી. જો કે આ પહેલાં પણ જૂના વાહનનો ડેટા ભેગો કરવાનું કામ શરૂ કરાયું હતું પરંતુ તેમ છતાં પણ નિયમાનુસાર મહિનાના અંત સુધીમાં ગાઈડલાઈન આવશે તેવી આશા રાખવામા આવી રહી છે અને સાથે જે તેની પર કામ પણ શરૂ કરી દેવાશે.

જૂના વાહનોના કારણે વધી રહ્યું છે પ્રદૂષણ

image soucre

સડક પર દોડી રહેલા જૂના અને ભંગાર જેવા થઈ ગયેલા વાહનોનો ઉપયોગ માલિકો કરી રહ્યા છે અને તેના કારણે પ્રદૂષણ પણ વધારે પ્રમાણમાં ફએલાઈ રહ્યું છે. ખસ્તા હાલતમાં દોડી રહેવા વાહનો વધારે પ્રમાણમાં ધુમાડો બહાર ફેંકે છે અને તેના કારણે એનજીટી પણ એવા વાહનોને રોક લગાવવાનું કહી ચૂક્યું છે.

image source

એઆરટીઓ પ્રશાસનના આર પી સિંહે કહ્યું છે કે નવી સ્ક્રેપ નીતિના સંબંધમાં હાલમાં કોઈ ગાઈડલાઈન આપવામાં આવી નથી. જૂના વાહનોની સૂચિ તૈયાર કરવાનું કામ પણ શરૂ કરાયું છે, જેનાથી આદેશ મળતાં જ જૂના વાહનોના રજિસ્ટ્રેશનને નિરસ્ત કરી દેવામાં આવશે. પછી આ વાહનો 1 એપ્રિલથી રસ્તા પર ચલાવી શકાશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ