કંગનાએ તૂટેલી ઓફિસની શેર કરી 12 તસવીર અને લખ્યાં ધારદાર શબ્દો, વાંચીને લાગશે કે-એક એક અક્ષરમાં દર્દ છલકે છે

કંગના અને BMC ખુબ ચર્ચામાં રહ્યા હતાય સંજય રાઉત અને કંગનાનો જે વિવાદ થયો એમાં કંગનાને થોડુ ભોગવવાનું પણ આવ્યું હતું. એક ટ્વીટથી શરૂ થયેલો વિવાદ કગનાની ઓફિસની તોડફોડ સુધી પહોંચ્યો હતો. પરંતુ હવે આટલા દિવસો બાદ કંગનાએ આ ઘરના ફોટો શેર કરીને ફરીથી પ્રહારો કર્યા છે. મુંબઈમાં BMCની કાર્યવાહીના આઠ દિવસ બાદ કંગનાએ પોતાની ઓફિસની તસવીર ટ્વીટર પર શેર કરી હતી.

હાલમાં કંગનાએ ત્રણ ટ્વીટ કરીને પોતાની ઓફિસની 12 તસવીર શેર કરી હતી. કંગનાએ ત્રણ ટ્વીટ કરીને કહ્યું હતું, આ બળાત્કાર છે મારાં સપનાઓ પર, મારી હિંમત પર અને મારા આત્મસન્માન તથા મારા ભવિષ્ય પર. ઉલ્લેખનીય છે કે, BMCએ નવ સપ્ટેમ્બરના રોજ કંગનાના પાલી હિલસ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી.

કંગનાની ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત થયો

બીએમસીની આ કાર્યવાહી હેઠળ કંગનાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, BMCની ટીમે બે કલાક સુધી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કાર્યવાહીની જાણ થતાં જ તે જ દિવસે કંગના હિમાચલથી મુંબઈ આવી હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર હાઈકોર્ટમાંથી સ્ટે લીધો હતો. આ કેસની સુનાવણી 22 સપ્ટેમ્બરના રોજ થશે. 8 સપ્ટેમ્બરના રોજ BMCએ કંગનાની ઓફિસમાં નોટિસ લગાવી હતી અને ગેરકાયદે બાંધકામ અંગે 24 કલાકની અંદર જવાબ માગ્યો હતો.

જોકે બીજા જ દિવસે કંગના મુંબઈ આવે એ પહેલાં જ BMCએ કંગનાની ઓફિસમાં તોડફોડ કરી હતી. BMCની કાર્યવાહીમાં કંગનાની ઓફિસનો 40 ટકા ભાગ ધ્વસ્ત થયો હતો. આ ભાંગી તૂટી ગયેલા ભાગોમાં ઝુમ્મર, સોફા, દુર્લભ કલાકૃતિ સહિતનો કીમતી સામાન સામેલ હતો એવી માહિતી બહાર આવી હતી.

બીએમસી પાસે 2 કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાની ડિમાન્ડ કરી

કાર્યવાહી બાદ કંગના રનૌતે BMC પાસે પોતાની ઓફિસમાં કરેલી તોડફોડ બદલ રૂપિયા 2 કરોડનું વળતર માગ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર કંગનાએ નોટિસ બહાર પાડીને બીએમસી પાસે 2 કરોડ રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાની ડિમાન્ડ કરી છે. સાથે જ આ માંગણી માટે અભિનેત્રીએ બીએમસીને એક નોટિસ પણ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે કંગના આ સંબંધમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત પણ કરી ચૂકી છે.

આ પહેલા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પણ આ નુકસાન ભરપાઈ દેવડાવવાની વાત કરી હતી. 9 સપ્ટેમ્બરના રોજ પાલી હિલસ્થિત કંગનાની ઓફિસ મણિકર્ણિકા ફિલ્મ્સમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું કહીને BMCએ તોડફોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગનાએ 2017માં પાલી હિલસ્થિત બંગલો ખરીદ્યો હતો અને આ જ 2020ના વર્ષે જાન્યુઆરીમાં રિનોવેશનનું કામ પૂર્ણ થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ