જાણો તુલસીનું વધુ પડતુ સેવન તમારી હેલ્થ માટે કેટલું નુકસાનકારક છે

આમ તો તુલસીને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલીસના પાન તમને જોવા મળશે. ધાર્મિક મહત્વ હોવાની સાથે સાથે તુલસી સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે તુલસીના પાન ખાવાથી સાઈડ ઈફેક્ટ્સ પણ થઈ શકે છે. ભારતીય સંસ્કૃતિમાં તુલસીનો છોડ ખૂબ મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મમાં, જ્યાં પૂજનીય માનવામાં આવે છે, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવા તરીકે થાય છે. તુલસીનો ઉપયોગ અનેક રોગોની સારવારમાં થાય છે.

image source

પરંતુ શું તમે જાણો છો કે તુલસીના વધારે સેવનથી શરીરને થોડું નુકસાન પણ થઈ શકે છે. આજે અમે તમને તુલસીના વધુ પડતા સેવનથી થતા કેટલાક નુકસાન વિશે જણાવીશું.

image source

ડાયાબિટીઝના દર્દીઓ માટે તુલસીનું સેવન નુકસાનકારક હોઈ શકે છે. તુલસી બ્લડ સુગર ઘટાડવાનું કામ કરે છે. જે લોકો ડાયાબિટીઝ અથવા હાઈપોગ્લાયસીમિયાના દર્દીઓ છે અને શુગરની દવા લઈ રહ્યા છે, જો તેઓ તુલસીનું સેવન કરે છે, તો તેમના બ્લડ સુગરમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે, જે હાનિકારક હોઈ શકે છે.

image source

સગર્ભા સ્ત્રીઓએ પણ તુલસીના સેવનથી બચવું જોઈએ. તુલસીમાં યુજેનોલ નામનું તત્વ જોવા મળે છે. આ પીરીયડ શરૂ થવાનું કારણ બની શકે છે. તુલસીનું વધારે સેવન કરવાથી ગર્ભાવસ્થામાં ઝાડા પણ થઈ શકે છે.

image source

તુલસીના પાનનો વધુ પડતો સેવન કરવાથી લોહી પાતળું થઈ શકે છે. તુલસીના પાંદડામાં એવા ગુણધર્મો હોય છે જે લોહીને પાતળું કરવા માટે જાણીતા છે.

તુલસીની તાસીર ગરમ હોય છે. આના વધુ સેવનથી પેટમાં બળતરા થઈ શકે છે. તુલસીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.
માણસો પર આ બાબતે કોઈ સ્પેશિયલ રિસર્ચ કરવામાં નથી આવ્યું પણ પ્રાણીઓ પર કરવામાં આવેલી સ્ટડીમાં ખુલાસો થયો છે કે, તુલસીના પાનનું સેવન કરવાથી મેલ અને ફીમેલ બન્ને જેન્ડર્સની ફર્ટિલિટી એટલે કે બાળકને જન્મ આપવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે. તુલીસમાં પ્રજનન સંબંધી હોર્મોન્સને મંદ કરવાની ક્ષમતા હોય છે, અને ફર્ટિલિટી ઓછી થવાનું કારણ તે પણ છે.

image source

લોહી પાતળું કરવા માટે તુલસીના પાન ખાવામાં આવે છે. જે લોકો લોહી પાતળું કરવા માટે દવા નથી કરવા માંગતા તે ઘરેલુ નુસ્ખા તરીકે તુલસીના પાનનું સેવન કરી શકે છે. પરંતુ જો તમે દવા પણ ખાઈ રહ્યા છો તો તુલસીના પાન ખાવાનું ટાળો, આનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

image source

WHOના જણાવ્યા અનુસાર, જે લોકો એસ્ટામિનોફેન જેવી દવાઓનું સેવન કરે છે અને તુલસીના પાનનું પણ નિયમમિત પણે સેવન કરે છે તો તેમના લિવરને નુકસાન પહોંચી શકે છે. કારણકે બન્ને દુખાવાથી છૂટકારો અપાવતી વસ્તુઓ છે.બન્ને વસ્તુ શરીરમાં જઈને સાથે કામમાં લાગે છે તો લિવરની કાર્યપદ્ધતિ પ્રભાવિત થાય છે.

image source

તમને કદાચ કહેવામાં આવ્યું હશે કે તુલસીના પાન ચાવવા ન જોઈએ, તેને સીધા ગળી જ જવા જોઈએ. આની પાછળનું કારણ છે તુલસીના પાનમાં રહેવું આયર્ન. આનાથી દાંત પર ડાઘ-ધબ્બા પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત