ધૂમ-4માં આ વખતે હિરો નહીં, અભિનેત્રી બનશે વિલન

બોલિવૂડમાં હંમેશા એક ચલણ રહ્યું છે કે કોઈપણ ફિલ્મનો પેહલો ભાગ હિટ રહે તો એના એક પછી એક ભાગ આવવા જ લાગે છે. આવી ઘણી ફિલ્મો બોલિવૂડમાં જોવા પણ મળી છે. એ જ રીતે જ્યારે બોલિવૂડમાં જ્યારે પણ મોટી ફ્રેંચાઈઝીની વાત આવે છે તો ધૂમ સીરીઝનું નામ પ્રથમ આવે છે. ધૂમ ફિલ્મ એ દર્શકો વચ્ચે જોરદર જગ્યા બનાવી છે અને આજે પણ હિટ છે. 2004માં શરૂ થયેલી આ સફર આજે પણ ચાહકોની ફેવરીટ છે. અને તેના દરેક ભાગ બોક્સ ઓફિસ ઉપર રેકોર્ડ બ્રેક કમાણી કરે છે. હવે ધૂમ, ધૂમ-2, ધૂમ-3 પછી હવે ધૂમ-4ને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

image source

જો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ફિલ્મમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાના પાત્ર હંમેશા ફિક્સ માનવામાં આવે છે. જોવાનું તો એ રહે છે કે વિલન કોણ હોય છે. એમાં પણ અનુમાન વિશે વાત કરીએ તો આ ફિલ્મ માટે પહેલા શાહરૂખ ખાન અને રણવીર સિંહ જેવા નામ સામે આવ્યા હતા. જો કે હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. એક ખાનગી ચેનલ પાસેથી મળતી માહિતી મુજબ આ દિગ્ગજોને પછાડીને હવે દીપિકા પાદુકોણે બાજી મારી લીધી છે. ધૂમ-4ના નિર્માતાએ મન બનાવી લીધુ છે કે તે પહેલી વખત વિલનની ભૂમિકામાં મહિલાને કાસ્ટ કરવા જઈ રહી છે.

image source

માટે હવે એ ફિક્સ માનવામાં આવી રહ્યું છે કે આ મેગા બજેટ ફિલ્મમાં દીપિકા પાદુકોણને લેવાની તૈયારી થઈ રહી છે. સાથે જ બીજી એક માહિતી સામે આવી રહી છે કે, ધૂમ-4માં દીપિકાને એક સ્ટાઈલિશ ચોરનીના રૂપમાં બતાવવામાં આવશે. જો આ જાણકારી સાચી સાબિત થાય તો આ અભિનેત્રીની કારકિર્દીનું ગેમ ચેંજિંગ મુમેન્ટ હશે.

image source

પણ આ સફરની શરૂઆત વિશે આપણે વાત કરીએ તો ધૂમના પહેલા ભાગની વાત કરીએ તો તે 2004માં રિલીઝ થઈ હતી. ત્યારે વિલનનો રોલમાં જ્હોન અબ્રાહમે શાનદાર કામ કર્યું હતું. તે સમયમાં ધૂમને સમયથી પહેલા અને કહાનીમાં અલગ માનવામાં આવી હતી.

image source

એ જ રીતે પછી બે વર્ષના રાહ જોયા પછી નિર્માતા મોટા પાયા ઉપર ધૂમ-2 લઈને આવ્યા હતા. ફિલ્મમાં બોલિવૂડના ગ્રીક ગાર્ડ ઋત્વિક રોશનને કાસ્ટ કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે ઐશ્વર્યા રાયને પણ નેગેટિવ રોલમાં બતાવવામાં આવી હતી. તેના પછી ઘણા લાંબા સમય પછી નિર્માતાએ ચાહકોની વચ્ચે ધૂમ-3 રિલીઝ કરી.

image source

આ પાર્ટને સિરીઝની સૌથી સફળ ભાગ માનવામાં આવે છે. ફિલ્મમાં આમિર ખાને કમાલ કરી દીધી હતી. તો સાથે સાથે બોક્સ ઓફિસ ઉપર પણ એક અલગ રેકોર્ડ બ્રેક સાબિત થઈ હતી.

image source

તો વળી ધૂમના લેખકે કઇક અલગ વાત કરતા કહ્યું હતું કે આમ તો ધૂમ ફિલ્મના તમામ કલાકારો લોકપ્રિય થયા છે, પરંતુ સૌથી ફેમસ તો તેનું સોંગ ધૂમ મચા દે ધૂમ રહ્યું છે. પ્રીતમે તેનું સંગીત આપ્યું હતું. આદિત્ય ચોપરાને પહેલેથી જ ધૂમની સફળતા અને તેની સિકવલ બનશે તેવો ભરોસો હતો. તેણે રિલીઝ થતાની સાથે જ કહી દીધું હતું કે તેની સિકવલ અંગે વિચારો.

image source

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, અમારે એવો વિલન જોઇએ જેને જીતતો જોઇને પણ પ્રેક્ષકો ખુશ થાય. આ કોઈ વિલનની નહીં, પરંતુ એન્ટી હીરોની દુનિયા છે. ફિલ્મમાં બાઇક રેસ અંગે અગાઉથી પ્લાન ન હતો. જેમ જેમ ફિલ્મ આગળ વધી તેમ તેમ તે બનતું ગયું. ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે વાર્તાને આગળ ધપાવવા માટે સિકવલ બનાવવી નથી.