ઈન્ડિયન આઈડલને લઈને ટ્રોલર્સને આદિત્ય નારાયણે આપ્યો એવો જવાબ કે જાણીને તમે પણ કરી જશો કમાલ

ઇન્ડિયન આઇડલ 12 ટીવીનો સૌથી લાંબો ચાલનારો ટીવી શોમાંથી એક છે. પોપ્યુલરિટીની બાબતમાં ઇન્ડિયન આઇડલ 12 બધા રિયાલિટી શોને ટક્કર આપી રહ્યો છે. શોને ઓડિયન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. જો કે ઘણા અલગ અલગ કારણોને લીધે ઇન્ડિયન આઇડલ 12ને વારંવાર ટ્રોલ પણ કરવામાં આવી રહ્યો છે.

image soucre

ઘણા ટ્રોલર્સ શોને સ્ક્રીપટેડ કહી રહ્યા છે. હવે ઇન્ડિયન આઇડલ હોસ્ટ આદિત્ય નારાયણે ટ્રોલર્સને ઝાટકી નાખ્યા છે. એક ઇન્ટરવ્યૂમાં આદિત્યને સોશિયલ મીડિયા પર શોની નેગેટિવ પોપ્યુલરિટી વિશે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે સાચું કહું તો મારી પાસે આ ઓનલાઇન ટ્રોલર્સને કહેવા માટે કઈ જ નથી કારણ કે એમની પાસે કોઈની પણ માટે કઈ સારું કહેવા માટે નથી હોતું. એનાથી એમના ખરાબ માઇન્ડની ખબર પડે છે.

image soucre

આદિત્ય આગળ કહે છે કે જો તમારા દિલમાં પ્રેમ હોય તો તમે ફક્ત પ્રેમની જ વાતો કરશો પણ જો તમારી અંદર ફક્ત નફરત જ ભરેલી હોય તો તમે ફક્ત ખરાબ વાતો જ કરશો.

image soucre

એમને આગળ કહ્યું કે ટેલિવિઝનના ઇતિહાસમાં એવો કોઈ શો નથી જેની સ્ક્રીપટ ન લખવામાં આવતી હોય. સ્ક્રીપટ વગર કોઈ શો નથી થતો. તો જો તમે કહેશો કે શો સ્ક્રીપટેડ છે તો હું કહીશ કે બધા શો સ્ક્રીપટેડ હોય છે. શોનો એક ફ્લો હોય છે જે એને ચલાવવા માટે જરૂરી હોય છે. એવામાં જો કોઈ વ્યક્તિને લાગે છે કે શો એમ્મા હિસાબે ચાલવો જોઈએ તો ત્યારે એ સ્ક્રીપટેડ બની જશે.

image soucre

આદિત્યએ કહ્યું કે દરેકને ખુશ રાખવું શક્ય નથી પણ એ ઓડિયન્સના ફીડબેકની ખૂબ જ વેલ્યુ કરે છે. આદિત્યનું એ પણ માનવું છે કે ઇન્ડિયન આઇડલ 12 મુશ્કેલ સમયમાં પમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર લોકોને રોજગાર આપી રહ્યો છે.

image source

આદિત્યએ કહ્યું કે અમે આટલા બધા વિચારોને કનસીડર નથી કરી શકતા. સોશિયલ મીડિયા એક મોટું કારણ છે જેના કારણે અમને આટલા બધા અલગ અલગ રિસ્પોન્સ મળી રહ્યા છે. જ્યારે એ નહોતો ત્યારે પણ અમે શો ચલાવી રહ્યા હતા. પણ હા ઓડિયન્સનો ફીડબેક સિરિયસલી લે છે.

image soucre

આદિત્યએ આગળ કહ્યું કે જો મોટાભાગના લોકો શોથી ખુશ હોય તો અમે એમના પર જ વધુ ફોક્સ કરીએ છીએ. અમે એ પણ ટ્રાય કરીએ છીએ કે જો લોકો ખુશ નથી એમને ખુશ કેવી રીતે કરીએ. દરેકને ખુશ રાખવા સંભવ નથી. એટલે અમે પોઝિટિવ પર ફોક્સ કરીએ છીએ.

image soucre

આદિત્યએ આગળ કહ્યું કે પેન્ડેમીકમાં શોને સફળ બનાવવું ખૂબ જ મુશ્કેલ હતો. એ પાછળ ઘણી મહેનત લાગી છે. મહામારી દરમિયાન પણ અમે શોના માધ્યમથી ઘણા લોકોને રોજગાર આપ્યો છે. પછી એ સ્પોટબોય હોય, કેમેરા ટીમ, લાઈટ બોય, સાઉન્ડ ટીમ, મ્યુઝિક ટીમ વગેરે.

image socure

આદિત્યએ કહ્યું કે મને વિશ્વાસ છે કે ઘણા ઘર ઇન્ડિયન આઇડલના કારણે ચાલી રહ્યા છે. જ્યારે તમારી આસપાસ આટલી પોઝિટિવિટી અને લોકોની પ્રાર્થના હોય છે તો શો સફળ થવો જોઈએ.

image soucre

જો કે શો હવે એના ફિનાલે તરફ વધી રહ્યો છે. 15 ઓગસ્ટના રોજ શોનો ગ્રાન્ડ ફિનાલે થશે. એ માટે બધા કન્ટેસ્ટન્ટે કમર કસી લીધી છે અને ટ્રોફી મેળવવા માટે તૈયારી શરૂ કરી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong