આજે અમે આપને આ લેખમાં એક એવા વિદ્યાર્થી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને પરીક્ષા આપવા માટે કોઈપણ પ્રકારની બાધાઓ કે પછી મુશ્કેલીઓને પાર કરી લેતા હોય છે. કે પછી તેઓ પોતાની શારીરિક ખામીઓને એટલું વધારે મહત્વ આપતા નથી. આ વિદ્યાર્થીની મૂળ બોટાદની રહેવાસી છે અને હેત્વી પટેલને નાનપણથી જ પગમાં સમસ્યા હોવાથી તે ચાલી શકવા માટે સક્ષમ છે નહી. તેમ છતાં આ વર્ષે હેત્વી પટેલ પોતાના ધો. ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા માટે વ્હીલચેર પર બેસીને શાળાએ પહોચી જાય છે અને પોતાની પરીક્ષા આપે છે.

આ વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૧માં ગુજરાત સરકાર તરફથી ધો.- ૧૦માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં રીપીટર વિદ્યાર્થી સહિત ખાનગી રીતે પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે.
આ દરમિયાન રવિવારના દિવસે બોટાદના પાળીયાદ રોડ પર આવેલ પંજવાણી કાંટા નજીક રહેતા અને તાલુકા સેવા સદનની સામે વીર મારુતિ હાર્ડવેરની દુકાન ચલાવી રહેલ અનિલભાઈ વાલજીભાઈ પટેલની દીકરી હેત્વી પટેલ પોતાના નાનપણથી જ પગની તકલીફના લીધે હેત્વી પટેલ ચાલી શકવા માટે સક્ષમ છે નહી. આવા સમય હેત્વી પટેલના દ્રઢ મનોબળને દાદ આપવી પડે તેમ છે. ધો. ૧૦ની વિદ્યાર્થીની હેત્વી પટેલ પરીક્ષા આપવા માટે વ્હીલચેર પર બેસીને પોતાના ઘરેથી ચાર કિલોમીટર દુર આવેલ ત્ન્ગ્દમ શાળામાં પહોચી હતી. હેત્વી પટેલ વિકલાંગ હોવા છતાં પણ ધો. ૧૦ની પરીક્ષા આપવા માટે વ્હીલચેર પર બેસીને શાળાએ પહોચી ગઈ હતું.
હેત્વી પટેલના શાળાએ પહોચી ગયા બાદ શાળાના સ્ટાફ સહિત સુપરવાઈઝર અને એક્ઝામ બોર્ડના સ્ટાફ તરફથી પણ ભરપુર સહયોગ આપવામાં આવ્યો હતો.

આમ હેત્વી પટેલ પગમાં સમસ્યા હોવાના લીધે ચાલવા માટે સક્ષમ નહી હોવા છતાં પણ તે ધો. ૧૦ની પરીક્ષા આપવા માટે જાય છે. આવી રીતે હેત્વી પટેલ પોતાના જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા જણાવે છે કે, આપણી વિકલાંગતા આપણી પ્રગતિમાં કોઈ અવરોધ રૂપ છે નહી. તેની અવગણના કરીને આપ પોતાની જાતને આગળ વધારી શકો છો. તેમજ કોઈ પણ ખામી આપના મનોબળ કરતા વધારે મોટી છે નહી જે આપને આગળ વધતા અટકાવી શકે. એટલા માટે આપે આપની ખામીઓને વધારે મહત્વ નહી આપતા હંમેશા આગળ વધવાના વિચાર કરીને તેનો અમલ કરવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong