ત્રણ મહિનાથી બંધ હનુમાનજી મંદિરમાં અચાનક એક દિવસ વાગવા લાગી આરતી આપણા ગુજરાતના એક મંદિરની વાત…

કચ્છના અંજાર શહેરમાં ૩ મહિનાથી બંધ હનુમાનજીના અપૂજ મંદિરમાં અચાનકથી વાગવા લાગી આરતી… સ્થાનિક લોકોમાં કૂતુહલ…

આ હનુમાન મંદિરમાં ત્રણ મહિનાથી નથી થઈ સેવાપૂજા, તાળામાં બંધ છે તે દેરી અને એક શનિવારે સતત સંભળાય રહ્યા છે ત્યાં આરતીના પડઘમ…


ક્યારેક કોઈ એવો ઇશ્વર આપણને એવો સંકેત પણ આપતા હોય છે કે જાણે આપણને કહેતા હોય છે કે આ કામ મને ગમ્યું છે અને આ કર્મ મને પસંદ નથી પડ્યું. જો તમે ઇશ્વરના કોઈ ભેદી સંકેતમાં માનતા હોવ કે પછી તમે ન પણ માનતા હોવ કે દુનિયામાં ભગવાન જેવી કોઈ શક્તિ છે જ નહીં તો પણ ક્યારેક એવા બનાવો પણ બને છે આપણી સામે કે આપણે પણ વિચારતાં થઈ જઈએ કે આ શું બનવા પામ્યું છે!

એવો જ એક અચરજ પમાડે અને ઈશ્વરના સંકેત વિશે આપણી શ્રદ્ધાના પ્રશ્નોને વધુ ઉકેલવા માટે પ્રેરણા આપે તેવો કિસ્સો આપણી સામે આવ્યો છે. આ સમાચારે માત્ર ત્યાંના આસપાસના જ નહીં બલ્કે દૂર – દૂરના વિસ્તારના લોકોમાં પણ કૌતૂક ખડું થયું છે.


કચ્છના અંજારમાં આવેલ જોગી વાસ વિસ્તારમાં એક એવો બનાવ બન્યો છે. અહીં આવેલ રેલ્વે ફાટક નજીક આવેલા હનુમાનજીનું નાનું એવું એક મંદિર છે. આ મંદિર ૨૫ વર્ષ જૂનું છે. પરંતુ તે છેલ્લા ૩ મહિનાથી એક વિવાદને લીધે તાળું મારીને જપ્ત કરાયું છે અને અપૂજ છે. અહીં સ્થાનિક લોકોનું કહેવું છે કે અચાનકથી શનિવારે આ મંદિરમાંથી આરતી વાગવા માંડી છે અને તે સવારથી ચાલુ જ છે અને બંધ જ નથી થઈ. આપને જણાવીએ કે મંદિરના પૂજારી પાસે તેની ચાવી નથી અને ત્યાં છેલ્લાં ત્રણ મહિનાથી દિવાબત્તી નથી થયાં છતાં ત્યાં આરતી વાગવા લાગી છે. સૌનું કહેવું છે કે ઊભા થયેલા વિવાદને લીધે હનુમાનજીએ કોઈ સંકેત આપ્યો છે.


જાણીએ શું છે એ મંદિરનો વિવાદ

અંજારના રેલ્વે ફાટક ક્રોસિંગ પાસે આવેલ જોગી વાસનું આ મંદિર ૨૫ વર્ષ જૂનું છે. જ્યાં ત્યાંના રહેવાસીઓ કાયમ પૂજા કરવા જાય છે. આ મંદિર ભલે બહુ મોટું ન હોય માત્ર નાની એવી ઓરડીવાળી દેરી છે પરંતુ અહીંના લોકોમાં આ મંદિરે ભારે આસ્થા જગાવી છે.


આ મંદિરને લઈને રેલ્વેના જવાબદાર અમલદારોએ તેને પોતાની હદમાં આવતું હોવાથી તેને બંધ કરવા કહ્યું હતું. તે મંદિરમાં ૩ મહિનાથી તાળું લાગી ગયું છે. જેની ચાવી પૂજારી કે કોઈ અન્ય સ્થાનિકો પાસે પણ નથી. રેલ્વે તે મંદિરની ફરતે બાઉન્ડ્રી બનાવીને મંદિરને સીલ કરી દેવાનો નિર્ણય કર્યો હતો.

અહીં કોઈ વિવાદને સામે થઈને સેવાપૂજા કરવા જવાની હિંમત કરતું નથી કેમ કે તેમને રેલ્વે પોલીસની બીક છે. તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

શું છે કૂતુહલનું કારણ?


આ વિવાદ બાદ ૩ મહિનાથી અપૂજ મંદિરમાં અંદર તો કોઈ ચાવી લઈને તાળું ખોલ્યા વિના જ પ્રવેશી શકે તેમ નથી. તેમ છતાં મંદિરની દિવાલે લાગેલી નાનકડી ઇલેક્ટ્રોનિક આરતીની નોબત શનિવારે સાંજથી વાગવા લાગી હતી. ધીમેધીમે સૌ કોઈને આ આરતીનો અવાજ સંભળાવવા લાગ્યો અને આસપાસના લોકો એ હનુમાનજીની દેરી પાસે એકઠ્ઠાં થવા લાગ્યાં.

મંદિરની વાત કરતાં ત્યાંના એક સ્થાનિક વડીલનું શું કહેવું છે જાણીએ.


તેઓ કહે છે કે પ્રસાશકોએ તાળું માર્યું પછી અમે કોઈ અંદર પ્રવેશી નથી શક્યાં. દાદામાં શક્તિ હતી તો આ જાતે આરતી વાગવા લાગી છે. અમે ૨૫ વર્ષથી આ મંદિરની સેવા કરી છે પણ આ તાળું લાગી જતાં અમે મજબૂર છીએ કે અહીંની અમે પૂજા નથી કરી શકતાં. તેમણે પોતાના જૂનવાણી અંદાજમાં અને કચ્છી લહેકામાં એ વડીલે કહ્યું કે કોઈની હિંમત હોય તો તાળું ખોલાવે નહીં તો ભલે ડાડો વાગતો…


એમનો કહેવાનો અર્થ એ થાય છે કે ઈશ્વરનો કોઈ સંકેત છે કે કોઈ આ સમસ્યા વિશે કોઈ ઉકેલ લાવે નહીં તો ભલે આ આરતી ઓટોમેટિકલી વાગતી રહે…


આ અનોખી લાગતી ઘટનામાં ત્યાંના લોકોએ પણ સાક્ષી પૂરાવી હતી કે મંદિરમાં ૩ મહિનાથી સેવાપૂજા, અગરબત્તી કે દિવા થયા નથી. એ વડીલના શબ્દોમાં કહીએ તો ડાડો પોતે જાગ્યો છે…!! આ શબ્દોમાં કેટલી શક્તિ અને સચ્ચાઈ હશે તે તો આગળ ભવિષ્યમાં જ ખ્યાલ આવશે પરંતુ હાલમાં લોકો કહે છે એ મુજબ શનિવારે સાંજે ૭:૩૦થી મોડી રાત સુધીમાં વાગતી રહેતી હતી…


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ