ગાંધીનગરના આ મંદિરમાં ભગવાન મહાવીરના લલાટ પર દર વર્ષે સર્જાય છે આ ચમત્કારિક ઘટના, જાણો શું છે ખાસ…

ભારત એક એવો દેશ છે જેને મંદિરોનો દેશ કહેવામા આવે છે. અહીંયા અસંખ્ય મંદિરો છે છ્તા દરેક મંદિરોનું મહત્વ એટલું જ રહ્યું છે. દરેક મંદિરના ચમત્કારો જ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. એટલે જ રોજ આ ઘોર કળિયુગમાં પણ મંદિરોમાં ભીડ જોવા મળે છે ભક્તોની.


તાજેતરમાં જ અમદાવાદ શહેરની નજીક ગાંધીનગરના કોબા સ્થિત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સ્થિત મહાવીર સ્વામિ દેરાસર આવેલું છે એમાં જ એક ચમત્કાર જોવા મળ્યો, મંદિરમાં પ્રસ્થાપિત કરેલ મહાવીર સ્વામિની પ્રતિમા પર બુધવારે બપોરે બરાબર ૨.૦૭ વાગ્યે સૂર્ય કિરણોએ તિલક કર્યુ. વર્ષમાં આવી અલૌકિક ઘટના ફક્ત એકવાર જોવા મળે છે અને તેના દિદાર કરવા ગુજરાત સહિત અન્ય રાજ્યોથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીં પહોંચે છે.


૨૨ મે એ સવારથી કોબાના મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં શ્રધ્ધાળુઓનો મેળાવળો લાગવાનો શરૂ થઇ ગયો હતો. દર વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યા જોતા જૈન મંદિર તરફથી આ અલૌકિક ખગોળીય ઘટનાના દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.


ખરેખર ગાંધીનગરના કોબામાં જૈનોના ૨૪માં તિર્થકર શ્રી મહાવીર સ્વામિની પદ્માસન મુદ્રાની ૪૧ ઈંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જ્યાં દર વર્ષે ૨૨ મે એ બપોરે ૨.૦૭ વાગ્યે અદભૂત દ્રશ્ય જોવા મળે છે. બરાબર ૨ વાગીને ૭ મિનિટ પર મહાવીર સ્વામિના કપાળ પર સૂર્ય કિરણ તિલક કરે છે.


પાછલા ૩૦ વર્ષથી આવી અલૌકિક ઘટનાને ફક્ત કોબાના જૈન મંદિરમાં જોવા મળે છે. દર વર્ષે ફક્ત સાત મિનિટ સુધી શ્રધ્ધાળુઓ આ તક પર ઉપસ્થિત શિક્ષામંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્ત આ દ્રશ્ય જોઇને ભાવ વિભોર થઈ ગયા. આચાર્ય પદ્મસાગર સૂરિશ્વરની પ્રેરણાથી સ્થાપિત આ દેરાસરમાં પાછલા ૨૮ વર્ષોથી દર વર્ષે ૨૨ મે એ બપોરે ૨.૦૭ વાગ્યાથી પાંચ મિનિટ સુધી આ દ્રશ્ય જોવા મળે છે.


સંસ્થાના આચાર્ય કૈલાશસાગર સૂરીની પુણ્ય સ્મૃતિ બની રહે, આ ઉદેશ્યથી મહાવીરાલયમાં સૌરગણિતના આધારથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ દ્રશ્યને જોવા માટે શુક્રવારના રોજ મોટી સંખ્યામાં ભક્તો દેરાસર પહોંચ્યા.


અહીં પર ભગવાનની પૂજા અર્ચના બાદ સંસ્થા તરફથી ભક્તોને પ્રશાદ વહેંચવામાં આવ્યો. ને આ ઘટનાના દર્શન કરવાનો અવસર મળે છે. જેના માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જૈન મંદિરમાં એકત્ર થાય છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ
*ફોટો પ્રતીકાત્મક