ટ્રેનથી એક શહેરથી અન્ય શહેરમાં બાઈક પહોંચાડવા માટે છે આ નિયમ, જાણી લો તમે પણ

લોકો જ્યારે એક શહેરની છોડીને અન્ય શહેરમાં જાય છે તો તેઓ તમામ સામાનની સાથે સ્કૂટર કે બાઈક પણ લઈને આવે છે. આ માટે મોટાભાગે લોકો ટ્રેનની મદદ લે છે અને પોતાની બાઈકને બુક કરાવીને નીકળે છે. અનેક લોકો આ વિશે જાણકારી રાખતા નથી અને ટ્રેનમાં લગેડની જેમ બાઈકને સરળતાથી અન્ય શહેર મોકલી શકતા નથી. જો તમે પણ તમારી બાઈકને કોઈ કારણ સર અન્ય શહેરમાં પહોંચાડવા ઈચ્છો છો તો તમે રેલ્વેના આ નિયમની મદદ લઈ શકો છો.

image source

તમે તમારી બાઈકને 2 રીતે એક શહેરથી અન્ય શહેરમાં મોકલી શકો છો. પહેલું છે પાર્સલ અને અન્ય છે લગેજ. જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા નથી અને તમારે બાઈકને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવી છે તો તમે તેને માટે ટૂ વ્હીલરના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની કોપી સાથે લાવવાની રહે છે અને પાર્સલ ઓફિસ જવાનું રહે છે. બાઈકને ટ્રાન્સપોર્ટ કરતા પહેલા પોતાની ગાડીના તમામ કાગળો તૈયાર કરી લો. તેમાં બાઈકની સાથે જોડાયેલા ઈન્શ્યોરન્સ અને આરસી જરૂરી છે.

પેટ્રોલ ટેન્કને ખાલી કરી લો

image source

બાઈકને ટ્રાન્સપોર્ટ કરતી સમયે ધ્યાન રાકો કે પેટ્રોલ ટેન્ક ખાલી કરી લો. કાર્ડ બોર્ડ પર જવાના અને પહોંચવાના સ્ટેશનનું નામ સ્પષ્ટ રીતે લખો અને તેને ટૂવ્હીલર સાથે બાંધી લો. મોટર સાઈકલને પેક કરતા પહેલા તેના ક્લચ, બ્રેકને ઢીલા કરી લો. જેનાથી તે સેફ રહેશે અને તમને પેકિંગમાં પણ સરળતા રહેશે. પાર્સલ ઓફિસમાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે.

image source

તેમાં તમામ જાણકારી જેમકે ક્યાંથી ક્યાં સુધી જશે પાર્સલ તે, પોસ્ટલ એડ્રેસ, વ્હીકલ કંપની, રજિસ્ટ્રેશન નંબર, વ્હીકલનો એન્જિન નંબર અને વ્હીકલની કિંમત પમ ભરવાની રહે છે. બાઈકના પેકિંગનો ખર્ચ 300 રૂપિયાની આસપાસનો રહે છે. પેકિંગ બાદ તમારી બાઈક રેલ્વેમાં આવી જશે. પાર્સલ ફોર્મ ભરતી સમયે તમારા બાઈકના એન્જિનો નંબર અને ચેસિસ નંબર ભરવાનો રહે છે અને સાથે જ મેળવનારનું નામ પણ લખવાનું જરૂરી રહે છે.

આ રીતે લઈને જાઓ લગેજ

image source

જો તમારે લગેજના રૂપમાં બાઈક લઈને જવું છે તો તેના માટે તમારે જે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તેના વાસ્તવિક સમયથી અડધા કલાક પહેલા સ્ટેશને પહોંચવાનું રહે છે. અન્ય તમામ પ્રક્રિયા પાર્સલવાળી રહેશે. તમારે ટ્રેનમાં સફર કરતી સમયે ટૂ વ્હીલર લગેજની ટિકિટ લેવાની રહેશે. એક વાર પાર્સલ અન્ય સ્થળે પહોંચી જશે તો ત્યાંથી 6 કલાકની અંદર તમારે તેને રિસિવ કરી લેવાનું રહે છે. આ સમય પછી નક્કી કરેવા ચાર્જ અનુસાર તેનો દર કલાકે ચાર્જ લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!