આ 3 મોડલની કાર ખરીદવા પર મળી રહ્યું છે 75,000 રૂપિયા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ, જલદી કરી લો આ લિસ્ટ પર નજર

દિવાળીનો તહેવાર ભલે વીતી ગયો હોય પણ કાર કંપનીઓની નવી કાર ખરીદવા માંગતા ગ્રાહકો માટેની ડિસ્કાઉન્ટ ઓફર હજુ પણ ચાલુ છે. આ શ્રેણીમાં ટોયોટા ઇન્ડિયા કંપની પણ શામેલ છે આ કંપની પોતાના અનેક મોડલો પર ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. કંપની તરફથી આપવામાં આવતી આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 75000 રૂપિયા સુધીની બચત થઈ શકે તેમ છે.

image source

ટોયોટા ઇન્ડિયાની જે ગાડીઓ પર ઓફર આપવામાં આવી રહી છે તેમાં Toyota Innova, Toyota Glanza અને Toyota Yaris શામેલ છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ઉપરોક્ત મોડલ પર ઉપલબ્ધ ઓફર્સ વિશે જણાવવાના છીએ જેના આધારે તમે પોતે જ એ નક્કી કરી શકશો કે કયા મોડલની ગાડી તમારા બજેટમાં અને તમારી જરૂરિયાત મુજબ ઠીક રહેશે. તો ચાલો જાણીએ વિસ્તારથી…

1). Toyota Innova

image source

Toyota Innova પર આ ફેસ્ટિવલ સિઝનમાં ગાડી ખરીદવા ઇચ્છતા ગ્રાહકો 75000 રૂપિયા સુધીની ભારે બચત કરી શકે છે. કંપની તરફથી ઓફર અંતર્ગત 20000 રૂપિયાની કેશ ડિસ્કાઉન્ટ અને 25000 રૂપિયાનું કોર્પોરેટ બોનસ આપવામાં આવે છે. ઉપરાંત જૂની કાર બદલીને નવી Toyota Innova ખરીદવા પર એક્સચેન્જ બોનસ અંતર્ગત 30000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.

Toyota Innova ની દિલ્હી એક્સ શો રૂમની શરૂઆતી કિંમત 15.66 લાખ રૂપિયા છે.

2). Toyota Yaris

image source

Toyota Yaris ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને તેના પર આ ફેસ્ટિવલ સિઝનમાં કુલ 50000 રૂપિયા સુધનો ફાયદો મળી શકે છે. કંપની તરફથી આપવામાં આવતી ઓફર મુજબ ગ્રાહકોને 15000.રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે એક્સચેન્જ બોનસ અને લોયલ્ટી પ્રોગ્રામ અંતર્ગત ગ્રાહકોને કુલ 15000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ઉપરાંત કોર્પોરેટ કર્મચારીઓને 20000 રૂપિયાની વિશેષ છૂટ પણ આપવામાં આવી રહી છે.

Toyota Yaris ની દિલ્હી એક્સ શો રૂમની કિંમત 8.86 લાખ રૂપિયા છે.

3). Toyota Glanza

image source

Toyota Glanza ગાડી ખરીદવા ઇચ્છતા ગ્રાહકોને કુલ 30000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કંપની તરફથી આપવામાં આવેલી ઓફર મુજબ ગ્રાહકોને 15000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જ્યારે જૂની કાર આપીને નવી Toyota Glanza ખરીદવા પર ગ્રાહકોને 10000 રૂપિયાની બચત થઈ શકશે. ઉપરાંત કંપની તરફથી 5000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એ સિવાય કંપની તરફથી Toyota Glanza પર 5444 રૂપિયાની લો કોસ્ટ EMI ની ઓફર પણ મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ