ડ્રગ્સનું સેવન કરનાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષને કરાયા જેલભેગા, ગાંજાનો નશો કરવો પડ્યો ભારે

ડ્રગ્સ કેસમાં હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડથી લોકો ચોંકાવનારી સ્થિતિમાં મુકાયા છે. શનિવારે એનસીબીએ મુંબઇમાં 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ભારતી અને તેના પતિ હર્ષના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જે બાદ બંનેને એનસીબી દ્વારા સમન્સ અપાયું હતું. પૂછપરછ બાદ એનસીબી દ્વારા શનિવારે ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રવિવારે હર્ષની ધરપકડ કરવામાં આવી હતી. ચાલો તમને જાણીએ કે આ કેસમાં શનિવાર અને રવિવારની આખી ઘટના શું બની હતી.

image source

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને મેડિકલ અને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતી અને હર્ષને સવારે 11.30 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ભારતી અને હર્ષ સાથે બે ડ્રગ પેડલર્સ પણ કોર્ટમાં હાજર રહેશે. ભારતી સિંહને મેડિકલ ચેકઅપ માટે લેવામાં આવી છે. તેણી સાથે તેનો પતિ હર્ષ લિંબાચિયા અને બે ડ્રગ પેડલર્સ છે.

image source

ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડથી લોકોને મોટો ફટકો પડ્યો છે. હેડલાઇન્સમાં ચાલી રહેલા આ સમાચારોની વચ્ચે હવે ભારતીનું એક જૂનું ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટ 2015નું છે જેમાં ભારતીએ લોકોને ડ્રગ્સ ન લેવાની અપીલ કરી હતી. ભારતીનું આ ટ્વિટ તેના પર જ ભારે પડી ગયું છે.

કોમેડિયન ભારતી સિંહની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હંમેશાં બધાંને હસાવનારા ભારતી સિંહે હવે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેની ધરપકડથી ચાહકોમાં ભારે દુ: ખ છે. હર્ષ અને ભારતી બંને ટીવી ઇન્ડસ્ટ્રીના એક પ્રખ્યાત કપલ છે, જેની સિરીઝ હજી પણ ચર્ચામાં રહે છે. દર્શકોને આ જોડી ખૂબ ગમે છે, પરંતુ તેમની પોતાની લવ સ્ટોરી પણ ખૂબ જ ફિલ્મી છે.

image source

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી બહાર આવેલા બોલિવૂડ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં છાનેખૂણે ચાલતા ડ્રગ્સના સેવનના અંકોડા મેળવવા માટે NCB સતત સેલિબ્રિટીઓનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી પહેલાં જ એક્ટર અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

image source

ભારતી સિંહ સ્ટેન્ડઅપ કોમેડિયન અને એક્ટ્રેસ છે. અત્યારે તે ‘ધ કપિલ શર્મા શૉ’માં દેખાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરી હતી. એ પછી એણે ઘણા શૉઝ કર્યા જેમાં ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ વગેરેનો સમાવેશ થાય છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટેલિવિઝન રાઇટર હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યાં હતાં અને આ દંપતી અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ નામનો શૉ હોસ્ટ કરી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ