ભારતની આ જગ્યાએ આવેલ સરોવરમાં છુપાયેલો છે અબજોનો ખજાનો, ઇતિહાસ જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં

ભારતના હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) રાજ્ય પોતાની સુંદર ખીણો અને વાદીઓ માટે જગપ્રસિદ્ધ છે. હિમાચલ પ્રદેશમાં આખી દુનિયાના પ્રવાસીઓ ખાસ કરીને ખુબસુરત દ્રશ્યો જોવા માટે આવે છે. હિમાચલ પ્રદેશના પહાડોમાં આજે પણ સભ્યતા અને સંસ્કૃતિ (Civility And Culture) જળવાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં પોતાના રહસ્યોને આજે પણ જાળવી રહી છે. એમાંથી એક જગ્યા છે કામરૂનાગ તળાવ છે. એવું કહેવાય આવે છે કે, કામરૂનાગ તળાવમાં ખજાનો છુપાયેલ છે. કામરૂનાગ તળાવ વિષે કેટલાક તથ્યો પણ પ્રચલિત છે.

કામરૂનાગ મંદિર

image source

એક્સપર્ટસનું માનવું છે કે, કામરૂનાગ તળાવમાં આજે પણ અબજો રૂપિયાનો ખજાનો છુપાયેલ છે. તેમ છતાં પણ હાલના સમયમાં પણ કામરૂનાગ તળાવ માંથી કોઈપણ પ્રકારના ઝવેરાત કે પછી કીમતી સામાન બહાર કાઢવામાં આવ્યા નથી. કામરૂનાગ તળાવની નજીકમાંજ એક મંદિર આવેલ છે તેને કામરૂનાગ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

image source

કામરૂનાગ મંદિર હિમાચલ પ્રદેશ રાજ્યના મંડી જીલ્લાથી ૫૧ કિલોમીટરના અંતરે સ્થિત કરસોગ ખીણમાં આવેલ છે. યાત્રીઓએ કામરૂનાગ તળાવ સુધી જવા માટે પહાડોની વચ્ચેથી નીકળતા રસ્તા પરથી પસાર થવાનું રહે છે. કામરૂનાગ તળાવ વિષે એવી માન્યતા છે કે, કામરૂનાગ તળાવને જોઈને યાત્રિકોનો થાક દુર થઈ જાય છે. કામરૂનાગ તળાવ પર પથ્થર માંથી બાબાની મૂર્તિ બનાવવામાં આવી છે.

આખા વર્ષ દરમિયાન માત્ર એક જ વખત દર્શન આપે છે.

image source

કામરૂનાગ મંદિરમાં પ્રત્યેક વર્ષે મેળો આયોજિત કરવામાં આવે છે. આ મેળા વિષે ગામના લોકોનું જણાવે છે કે, કામરૂનાગ મંદિરમાં નાગબાબા વર્ષમાં એક જ વાર દર્શન આપે છે. કામરૂનાગ મંદિરમાં જુન મહિનામાં જ બાબા પ્રકટ થાય છે. એટલા માટે કામરૂનાગ મંદિરની આસપાસ જુન મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે.

image source

કામરૂનાગ મંદિરના મેળામાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મેળાના સમયે દર્શન કરવા આવતા ભક્તો કામરૂનાગ મંદિરમાં આવીને બાબા સામે પોતાની મનોકામના વ્યક્ત કરે છે. ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે બાબાને સોના-ચાંદીના સિક્કા અર્પણ કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

કામરૂનાગ મંદિર ૩૩૩૪ મીટરની ઉંચાઈ પર સ્થિત છે.

image source

કામરૂનાગ મંદિર ૩૩૩૪ મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યું છે. કામરૂનાગ તળાવ સહિત આ જગ્યા કામરૂનાગ મંદિર માટે પણ ઘણી પ્રસિદ્ધ છે. ધૌલધાર રેંજ અને બલ્હ ઘાટીના પ્રાકૃતિક દ્રશ્યો મંદિરની સુંદરતામાં ઘણો વધારો કરે છે, હિમાચલ પ્રદેશમાં આવેલ કામરૂનાગ મંદિર અને તળાવ સઘન જંગલોની વચ્ચે આવેલ છે. હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં જણાવ્યા મુજબ કામરૂનાગ મહાભારતના રાજા યક્ષ છે જેમની પૂજા પાંડવો દ્વારા કરવામાં આવતી હતી. રોહાંડા અને કામરૂનાગ સુધી અંદાજીત ૬ કિલોમીટર જેટલો પહાડી માર્ગ પર ચાલવાનું રહે છે આ રસ્તાને પાર કરતા અંદાજીત ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ