ખરાબ મુડને સારો કરવા માટે બોલિવૂડની આ ફિલ્મો તમારા માટે છે સૌથી બેસ્ટ, કરી લો આ લિસ્ટ પર નજર

જો તમે કંટાળી ગયા હોય કે તમારો મૂડ ખરાબ હોય અને જો તમે તમારા મૂડને હળવો કરવા માટે કોઈ ઉપાય શોધી રહ્યા હોય તો બોલીવુડની આ 8 ફિલ્મો જુઓ. આ 8 ફિલ્મો જોઈને તમે ક્યારેય બોર નહિ થાવ.

1) 3 ઇડિયટ્સ.

image source

આ ફિલ્મ ખૂબ જ મજકિયા રીતે એક ખૂબ જ સ્ટ્રોંગ સામાજિક સંદેશ આપે ચવા. ફિલ્મમાં રેંચો અને એના મિત્રો પોતાના આગવા અંદાજમાં આપણા દેશના એજ્યુકેશન સિસ્ટમની પોલ ખોલે છે અને એક ખૂબ જ જરૂરી સામાજિક મેસજ પણ આપે છે. આજના યુવાનોની મસ્તી અને વાસ્તવિક સ્થિતિ બંનેનું આ ફિલ્મમાં પરફેક્ટ કોમ્બિનેશન છે

2) લગે રહો મુન્નાભાઈ.

image source

એક ગેંગસ્ટરને કેવી રીતે માનવીય મૂલ્યોનો આભાસ થાય છે અને એની જિંદગી બદલાઈ જાય છે, એ વાત આ ફિલ્મમાં ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવી છે. તમે હસતા હસતા એક ગેંગસ્ટરને એક સારો માણસ બનતા જોઈ શકશો અને એ જોઈને તમને પણ ખૂબ જ સારું લાગશે. બસ આ જ છે આ ફિલ્મની ખાસિયત. મુન્નાભાઈ એમબીબીએસની જેમ જ લગે રહો મુન્નાભાઈ પણ દર્શકોને ખૂબ જ ગમી હતી.

3) દિલ ચાહતા હે.

image source

આ બોલીવુડની ગેમ ચેન્જર ફિલ્મ છે. આ ફિલ્મ પહેલા આપણે એ કલ્પના પણ નહોતા કરી શકતા કે બૉલીવુડ આજના યુવાનોની પર્સનલ પ્રોબલમને આટલી સંવેદનશીલતા સાથે પણ દર્શાવી શકે છે. ફિલ્મમાં જેટલી મસ્તી છે એટલી જ સંવેદનશીલતા પણ છે અને આ જ વાત આ ફિલ્મને ખાસ બનાવે છે. આ ફિલ્મને જોઈને તમને તમારા મિત્રોની યાદ ચોક્કસ આવશે જ.

4) જબ વી મેટ.

image source

એક બોલકણી પંજાબી છોકરી જ્યારે ટ્રેનમાં એક ઉદાસ બિઝનેસમેનને મળે છે તો શુ થાય છે. કેવી રીતે એ એની જિંદગીમાં ખુશીઓ પાછી લઈને આવે છે, જ્યારે એ ખુદ પોતાની જિંદગી સાથે લડી રહી હોય છે. જબ વી મેટ બોલીવુડની મોસ્ટ રોમેન્ટિક ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મની ટ્રીટમેન્ટ જ આ ફિલ્મને અન્ય રોમેન્ટિક ફિલ્મો કરતા અલગ બનાવે છે. આ ફિલ્મ ખૂબ જ સરસ અંદાજમાં તમને પ્રેમનો સાચો અર્થ સમજાવી દેશે.

5) જો જીતા વહી સિકંદર.

image source

નવા જમાનાની સ્કૂલ, સ્કૂલ કોમ્પિટિશન, ટીનએજ લવ…આ ફિલ્મમાં ટીનેજર્સની જિંદગીના દરેક શેડને ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મને જોઈને તમને તમારી સ્કૂલ, મિત્ર, પહેલો ક્રશ..ઘણું બધું યાદ આવી જશે અને આ ફિલ્મને જોઈને તમને ખૂબ જ આનંદ અને શાંતિની અનુભવ થશે.

6) કવીન.

image source

કવીન ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે આ ફિલ્મનો મેસેજ. આ ફિલ્મમાં એ બતાવવામાં આવ્યું છે કે સ્ત્રીઓની ઈચ્છાઓ પુરુષો પર આધારિત નથી અને કંગના રનૌતે પોતાની એક્ટિંગથી સ્ત્રીઓની લાગણીઓને ખૂબ જ દમદાર રીતે દર્શકો સામે પ્રસ્તુત કરી છે. જો તમેં હજી સુધી કવીન ફિલ્મ ન જોઈ હોય તો તમારે એકવાર આ ફિલ્મ અચૂક જોવી જ જોઈએ.

7) જિંદગી ના મિલગી દોબારા.

image source

એકથી લઈને એક ચડિયાતા કલાકાર, લોકેશન અને ખૂબ જ સરસ સ્ટોરીલાઈન આ ફિલ્મની ખાસિયત છે આ ફિલ્મ તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે જ્યાં તમે વારંવાર જવા માંગશો. જો તમે હજી સુધી આ ફિલ્મ ન જોઈ હોય તો હવે મોડું ન કરતા અને આજે જ આ ફિલ્મ જોઈ લેજો.

image soucre

8) દિલવાલે દુલહનિયા લે જાયેંગે..આ ફિલ્મે લોકોને પ્રેમ કરતા શીખવ્યું છે. બોલીવુડની આ બ્લોકબસ્ટર ફિલ્મ જેટલી વાર જુઓ એટલી વાર જોઈ લેવાનું ગમે. દિલવાલે દુલહનિયા લે જાયેંગે ફિલ્મમાં શહારુખ ખાન અને કાજોલની જોડી, ફિલ્મનું લોકેશન, અને ફિલ્મની વાર્તા બધું જ એટલું સરસ છે કે ફિલ્મને જોઈને તમે એક મિનિટ માટે પણ બોર નહિ થઈ શકો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ