કૂતરાના આ Funny Videos હાલમાં થયા છે ધડાધડ વાયરલ, જે જોઇને તમે પણ હસી પડશો ખડખડાટ

આ વર્ષે પાલતું પ્રાણીઓના કેટલાક વિડીયો વાયરલ (Viral Video) થયા. સોશિયલ મીડિયા (Social Media) પર કુતરાઓના ફની વિડીયો (Dog Viral Video) નું પુર આવી ગયું.

કોરોના વાયરસ સંક્રમણની મહામારી (Coronavirus Pandemic) ના લીધે ઘણી બધી ઓફીસ બંધ કરી દેવામાં આવી હતી. લોકોને ફરજીયાત પણે વર્ક ફ્રોમ હોમ કરવું પડ્યું છે. આવી પરિસ્થિતિમાં લોકોને પોતાના પાલતું પ્રાણીઓ સાથે વધારે સમય પસાર કરવાનો અવસર મળી ગયો. એટલા માટે આ વર્ષે પાલતું પ્રાણીઓના કેટલાક વિડીયો વાયરલ (Viral Video) થયા. સોશિયલ મીડિયા (Social Media) પર કુતરાઓના ફની વિડીયો (Dog Viral Video) નું પુર આવી ગયું. એક બાજુ જ્યાં લોકો કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે હેરાન થતા રહ્યા તો ત્યાં જ સોશિયલ મીડિયા પર કુતરાઓના વિડીયોએ બધા વ્યક્તિઓના દિલ જીતી લીધા.

‘ધ ડોગ્સ ઓફ 2020’ નામના એક વિડીયોને લોકપ્રિય ટ્વીટર એકાઉન્ટ ‘વી રેટ ડોગ્સ’ દ્વારા સંકલિત કરવામાં આવ્યો હતો. આ વિડીયો ૬ મિનીટ અને ૨૬ સેકન્ડની ક્લિપમાં એ વિડીયોને ફરીથી બતાવવામાં આવ્યો છે, જે વર્ષ ૨૦૨૦માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો. આ વિડીયો જોઇને લોકો ફરીથી પ્રફુલ્લિત થઈ ગયા. આ વિડીયોમાં કોઆલા ડિટેકશન ડોગ બિયર, ગોલ્ડન રીટ્રીવર અને અન્ય કેટલાક કુતરાઓ પણ સામેલ છે.

આ વિડીયો ક્લિપમાં દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરનાર કુતરો બ્રોડીને પણ આ વિડીયોમાં સામેલ કરવામાં આવ્યો છે. એમના આ વિડીયોએ લાખો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સના દિલ જીતી લીધા હતા. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે, વિડીયોમાં કૂતરાનો માલિક ન્યુઝપેપર વાંચી રહ્યો હતો અને બ્રોડી તેના માલિકને શાનદાર રીતે હેરાન કર્યા કરતો હતો.

આ વિડીયોને શેર કરવામાં આવેલ પેજએ લખ્યું છે કે, ‘આ વર્ષ અમારા માટે કેટલું ખરાબ નીકળ્યું છે. પરંતુ કુતરાઓ ખુબ જ પ્રેમાળ હતા.

ટ્વીટર આ વિડીયોને તા. ૩૦ ડીસેમ્બર, ૨૦૨૦ના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી ૩ મીલીયન કરતા વધારે વ્યક્તિઓ દ્વારા જોઈ લેવામાં આવ્યો છે. આ સાથે જ આ કુતરાના ફની વિડીયોને એક લાખ કરતા વધારે લાઈક્સ પ્રાપ્ત થયા છે. જયારે આ વિડીયોને ૩ હજાર જેટલા લોકોએ કમેન્ટ્સ કરી દેવામાં આવ્યા છે. એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝરે આ વિડીયો પર કમેન્ટ કરતા લખે છે કે, ‘૬ મિનીટનો આ વિડીયો ખુબ જ પ્રેમાળ હતો.’ જયારે અન્ય એક યુઝર લખે છે કે, ‘આ મુશ્કેલ સમયમાં આ વિડીયોને બતાવવા માટે શુક્રિયા.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ