ઐશ્વર્યાથી લઇને ભલીભલી એક્ટ્રેસ કરતા સ્માર્ટ છે મિથુન ચક્રવર્તીની વહુ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

બિગ બીની પુત્રવધુ ઐશ્વર્યા રાય બચ્ચનને પણ ટક્કર આપી શકે છે, અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ, જોઈએ તેના ગજબની સુંદરતાના ફોટોસ.

બોલીવુડના બચ્ચન પરિવારની પુત્રવધુ અને પૂર્વ વિશ્વ સુંદરી સહિત હિન્દી સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાના લીધે વિશ્વમાં કરોડો ફેંસ ધરાવે છે. ઐશ્વર્યા બચ્ચનએ પોતાના અભિનય અને પોતાની સુંદરતાના લીધે લાખો લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં બોલીવુડમાં સક્રિય છે તેમ છતાં ઐશ્વર્યાને કોઈ વ્યક્તિ ભૂલી શકે એમ પણ નથી.

image source

જયારે પણ બોલીવુડમાં ખુબસુરત અભિનેત્રીઓ વિષે વાત કરવામાં આવે છે તો ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી બ્યુટીફૂલ અભિનેત્રીઓની લિસ્ટમાં હંમેશા ટોપ પર રહે છે. આ સાથે જ ઐશ્વર્યાના ફિલ્મી કરિયરમાં ખુબ જ મદદગાર સાબિત થાય છે. ખાસ વાત એ છે કે, ઐશ્વર્યા રાય બચ્ચન બોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની પુત્રવધુ છે. ત્યારે ઘણીવાર ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની સરખામણી પણ કરવામાં આવે છે. આજે અમે ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની તુલના બોલીવુડના દમદાર હીરો મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા સાથે કરવા જઈ રહ્યા છીએ.

image source

અભિનેતા મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ લોકપ્રિય વ્યક્તિ છે તે મોટાભાગે પોતાના સુંદર દેખાવના લીધે પોતાના ફેંસના દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મદાલસા શર્મા ખુબ જ સક્રિય જોવા મળે છે. મદાલસા શર્મા ઘણીવાર પોતાની સુંદરતાના લીધે ઐશ્વર્યા રાય બચ્ચનને ટક્કર આપી રહેલ જોવા મળે છે. મદાલસા શર્માના ફોટોસ જોઇને આપ પોતાને મદાલસાની સુંદરતાની પ્રસંશા કરતા અટકાવી શકશો નહી.

image source

આપને જણાવીએ કે, મદાલસા શર્માનો જન્મ તા. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૮૭ના રોજ મુંબઈ શહેરમાં થયો હતો. મદાલસા શર્મા પ્રસિદ્ધ અભિનેત્રી શિલા શર્મા અને નિર્માતા- નિર્દેશક સુભાષ શર્માની દીકરી છે.

અભિનેત્રી મદાલસા શર્માએ પોતાના ફિલ્મી કરિયરની શરુઆત વર્ષ ૨૦૦૯માં રીલીઝ થયેલ તમિલ ફિલ્મ ‘ફીટીંગ’થી કરી હતી.

image source

અભિનેત્રી મદાલસા શર્માએ તમિલ ફિલ્મો સહિત કન્નડ ભાષાની ફિલ્મ ‘શૌર્ય’માં પણ અભિનય કરતા જોવા મળી હતી.

નાનપણથી જ મદાલસા શર્મા ફિલ્મી વાતાવરણમાં મોટી થઈ હોવાથી મદાલસા શર્માની મમ્મી શિલા શર્માએ પ્રસિદ્ધ ધારાવાહિક શો ‘મહાભારત’માં દેવકીનું પાત્ર નિભાવ્યું હતું.

image source

આપને જણાવીએ કે, અભિનેત્રી મદાલસા શર્માએ મિથુન ચક્રવર્તીના મોટા દીકરા મહાક્ષય સાથે વર્ષ ૨૦૧૮માં લગ્ન કરી લીધા હતા. મદાલસા શર્માના વર્કફ્રંટની વાત કરીએ તો મદાલસા હાલમાં સ્ટાર પ્લસ પર પ્રસારિત ટીવી શો ‘અનુપમા’માં ટીવી અભિનેત્રી તરીકે કાર્ય કરી રહી છે. અભિનેત્રી મદાલસા ટીવી શો ‘અનુપમા’ માં કાવ્યાનું પાત્ર નિભાવીને પોતાના ફેંસનું મનોરંજન કરી રહી છે.

image source

આપને જણાવીએ કે, મિથુન ચક્રવર્તીની પુત્રવધુ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના ફોટોસ શેર કરીને લોકોને પોતાની સુંદરતાના દીવાના બનાવી દીધા છે. મદાલસા શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંદાજીત ૩.૫૦ હજાર કરતા વધારે ફોલોઅર્સ ધરાવે છે.

image source

ત્યારે બીજી બાજુ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચનએ પોતાના ફિલ્મ કરિયર દરમિયાન ફિલ્મ ‘દેવદાસ’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘જોધા અકબર’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ જેવી હીટ ફિલ્મોમાં પોતાના અભિનયને દર્શાવ્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચનએ છેલ્લીવાર ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં પોતાનાથી ૯ વર્ષ નાના અભિનેતા રણબીર કપૂર અને અનુષ્કા શર્મા સાથે કામ કર્યું હતું જેના લીધા ઐશ્વર્યા રાય બચ્ચન ચર્ચામાં રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ