૨૮.૦૫.૧૯ – આજનું રાશિ ભવિષ્ય, જાણો આજે કાર્યક્ષેત્રે કેટલા ઉતાર ચઢાવ આવશે…

મેષ

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. પ્રેમ જીવન આશા લાવશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

લકી સંખ્યા: 9

વૃષભ

આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

લકી સંખ્યા: 8

મિથુન

માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. પ્રેમ-સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે. આજે તમે પ્રેમના મૂડમા હશો-અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

લકી સંખ્યા: 6

કર્ક

તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. અંગત જીવન ઉપરાંત તમારી જાતને કોઈક સખાવતી કાર્ય સાથે સાંકળો. એ તમને માનસિક શાંતિ આપશે પણ, આવું અંગત જીવનના ભોગે ન કરતા. તમારે બંને બાબતો પર એકસરખું ધ્યાન આપવું રહ્યું. આજે કોઈની છેડતી કરશો નહીં. આજે તમે તમારા કામમાં પ્રગતિ જોઈ શકો એવી શક્યતા છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

લકી સંખ્યા: 1

સિંહ

તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશ કે તમે કેવું સુંદર કામ કર્યું છે. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે.

લકી સંખ્યા: 8

કન્યા

ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

લકી સંખ્યા: 7

તુલા

માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. યાદ રાખો એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

લકી સંખ્યા: 9

વૃશ્ચિક

તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે. તેમની નવરાશના સમયમાં તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. નવા વિચારો ઉત્પાદક હશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

લકી સંખ્યા: 2

ધનુ

તમારો નિખાલસ તથા નિર્ભિક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમે ઊર્જાવાન મહેસૂસ કરશો, જે તમારે વ્યાવસાયિક પ્રયાસો તરફ લગાડવી જોઈએ. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

લકી સંખ્યા: 8

મકર

શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

લકી સંખ્યા: 8

કુંભ

ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

લકી સંખ્યા: 6

મીન

તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

લકી સંખ્યા: 3

વર્ષ નિરીક્ષણ (જન્મ તારીખથી)

ભારતીય જ્યોતિષવિદ્યા મુજબ મુન્થા નામક સંવેદનશીલ બિંદુ માં છે 1 ભાવ. તમારી માટે આ સમયગાળો કામ કરવાનો છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી તમારા પર લાભ તથા ભેટોનો વરસાદ થશે. આ તબક્કો તમારી માટે કારકિર્દીમાં શ્રેષ્ઠતાનો તથા તમામ મોરચે સમૃદ્ધિનો છે. તમારા શત્રુઓ તમારા માર્ગમાં આડા આવવાની કે તમને ખલેલ પહોંચાડવાની હિંમત નહીં કરે અને તમારા હિસ્સાનું આકર્ષણ અને લોકપ્રિયતા મળશે. શાસક, ઉપરીઓ તથા ઉચ્ચ સત્તાવાળાઓ તરફથી તમને તરફેણ મળશે. તમારૂં સ્વાસ્થ્ય અને શરીર નિરામય રહેશે. આ વર્ષ વાહન ખરીદીનો યોગ સૂચવે છે.

મે 28, 2019 – જુલાઈ 15, 2019

ગુરુ તમારા ભાવ સંખ્યા 7 માં છે .

તમારા સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી અને તમારી જાતની યોગ્ય દરકાર લેવી અને તમારી પોતાની જરૂરિયાતો તમને સક્રિય ઊર્જા સાથે સામંજસ્ય સાધવામાં કરવામાં મદદ કરશે, શારીરિક મહેનત માગતી રમતોમાં ભાગ લેવો એ આ બાબત માટેનો સારો માર્ગ છે. તમે જે ઊર્જાથી તરબતર થઈ રહ્યા છો તે ચોક્કસ જ તમારા જીવનમાં અનેક ટેકેદારોને આકર્ષશે. કામના સ્થળે વધુ સમય અને ઉર્જા આપવા તમને નેતૃત્વની જરૂર ધરાવતા પદ માટે બોલાવી શકાય છે તમારા જીવનસાથી તમારી ખુશી અને સફળતામાં યોગદાન આપશે. તમારા માન-મરતબામાં વૃદ્ધિ થશે અને તમે વધુ લોકપ્રિય બનશો

જુલાઈ 15, 2019 – સપ્ટેમ્બર 11, 2019

શનિ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

આ સમયગાળો કારકિર્દીમાં મુશ્કેલ તબક્કા સાથે શરૂ થાય છે. પ્રવૃત્તિઓ તથા તકોમાં ઘડાટો થયાનું અનુભવશો, જો કે, કારકિર્દીમાં કેટલીક અસંબદ્ધ પ્રવૃત્તિઓમાં વધારો થશે. નવા રોકાણો તથા જોખમી સોદા ટાળવા કેમ કે તેનાથી નુકસાનની શક્યતા છે. નવું સાહસ શરૂ કરવું કે નવું રોકાણ કરવું સલાહભર્યું નથી. તમારા ઉપરીઓ સાથે આક્રમક થવાનું ટાળવું. અન્યો પાસેથી મદદ લેવાને બદલે, તમારા પોતાના કૌશલ્ય અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરવું સારૂં છે. એક યા બીજા કારણસર નાણાંની ચોરી અથવ નુકસાનની શક્યતા છે. તમારી અને તમારા પરિવારના સભ્યોની યોગ્ય દરકાર લેજો. કોઈકના અવસાન અંગેના ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે.

સપ્ટેમ્બર 11, 2019 – નવેમ્બર 02, 2019

બુધ તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ વર્ષ તમારી માટે કામનું પડકારજનક સમયપત્રક લાવ્યું છે, પણ તેનાથી કારકિર્દીમાં તમને સારી પ્રગતિ જોવા મળશે. આ સમયગાળો તમને સફળતા અપાવશે, શરત એટલી કે એ માટે તમે કામ કરવા તૈયાર હો. પરિવાર તરફથી સહકાર સારો રહેશે. આ એવો સમયગાળો છે જે તમને કીર્તિ અપાવશે. વ્યાવસાયિક મોરચે તમે પ્રગતિ સાધી શકશો. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. નવો વેપાર તથા મિત્રો મેળવશો. બધા સાથે તમે સુમેળભર્યા સંબંધો જાળવી શકશો.

નવેમ્બર 02, 2019 – નવેમ્બર 23, 2019

કેતુ તમારા ભાવ સંખ્યા 8 માં છે .

તમે સારા અને પવિત્ર કર્મ કરશો તથા તમારૂં વર્તન પણ સારૂં રહેશે. આધ્યાત્મિકતા તથા ધર્મ તરફ તમારી રૂચિમાં એકાએક વધારો થશે. આ વર્ષે વ્યાવસાયિક તથા વ્યક્તિગત બંને મોરચે ભાગીદારીઓ તમારી માટે સારી પુરવાર થશે. આમ છતાં, સૌથી મહત્વની બાબત એ છે કે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ જીવન બદલનારી અનુભૂતિ કદાચ કરી શકશો. આ સમયગાળો ચોક્કસપણે તમારી મટે સત્તા આપનારો સાબિત થશે. તમારા વ્યક્તિત્વમાં, કાર્યસ્થળે તથા મિત્રો અને પરિવારમાં સંવાદિતા જાળવવાના નવા રસ્તા વિશે તમે શીખી રહ્યા છો. પારિવારિક વાતાવરણ ખૂબ જ સારૂં રહેશે.

નવેમ્બર 23, 2019 – જાન્યુઆરી 23, 2020

શુક્ર તમારા ભાવ સંખ્યા 12 માં છે .

આ સમયગાળામાં તમે એશો આરામ તથા સુખ-સાહ્યબીની ચીજો પર વધુ ખર્ચ કરશો, પણ તેના પર જો તમે અંકુશ મૂકી શકો તો સારૂં. પ્રેમ પ્રકરણોમાં નિરાશાનો સામનો કરવો પડી શકે છે તથા પારિવારિક જીવનમાં મુશ્કેલી જોવા મળી શકે છે. તમારા પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા તમામ રસ્તા અપનાવવાનો પ્રયાસ કરશે, આથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે વ્યાવસાયિક બાબત સાથે પનારો પાડતી વખતે વધુ ધ્યાન રાખજો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લગતી ચિંતાની શક્યતા છે. આર્થિક રીતે આ સમય ખરાબ નથી, આમ છતાં તમારે તમારા ખર્ચ પર કાપ મુકવો જોઈએ. તમારી પોતાની તબિયતની યોગ્ય કાળજી લેજો.

જાન્યુઆરી 23, 2020 – ફેબ્રુઆરી 10, 2020

સૂર્ય તમારા ભાવ સંખ્યા 1 માં છે .

આ સમયગાળા દરમિયાન તમે આત્મવિશ્વાસથી સભર અને હકારાત્મક રહેશો. સરકારમાં અથવા જાહેર જીવનમાં તમે સત્તા અને અધિકાર દર્શાવવાનું ચાલુ રાખશો. ટૂંકા અંતરની મુસાફરીનો યોગ છે અને તે તમારી માટે લાભદાયક પુરવાર થશે. તમે મુક્તપણે નાણાં ખર્ચશો. તમને અને તમારા પરિવારના નિકટજનને બીમારી નડવાની શક્યતા છે. ચોકસાઈપૂર્વક કહીએ તો આ બાબત તમારા જીવનસાથીની બીમારી, માથાનો સખત દુખાવો તથા આંખને લગતી ફરિયાદ તરફ અંગુલિનિર્દેશ કરે છે.

ફેબ્રુઆરી 10, 2020 – માર્ચ 12, 2020

ચંદ્ર તમારા ભાવ સંખ્યા 10 માં છે .

અતિ સફળ અને યથાર્થ સમયગાળો તમારી રાહ જઈ રહ્યો છે. વધારાની આવક માટે રચનાત્મક અભિગમ અને તકો જોવાય છે. તમારા ઉપરીઓ અને સુપરવાઈઝર્સ સાથે તમારી સારાસારી રહેશે. તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. વ્યાપારનો વ્યાપ અને તમારી શાખ બંને વધતા દેખાય છે. એકંદરે આ તબક્કો સફળતા માટેનો છે.

માર્ચ 12, 2020 – એપ્રિલ 02, 2020

મંગળ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

આર્થિક લાભ માટે આ સારો સમય નથી. પરિવારમાં અવસાનની શક્યતા છે. પારિવારિક કલહ તમારી માનસિક શાંતિ છીનવી લેશે. તમારા કઠોર શબ્દો કે વચનોને કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ધંધાને લગતા કેટલાક ખરાબ સમાચાર મળી શકે છે. ખૂબ મોટા નુકસાનની શક્યતા છે. સ્વાસ્થ્યને લગતી બાબતો તમને પરેશાન કરી શકે છે.

એપ્રિલ 02, 2020 – મે 27, 2020

રાહુ તમારા ભાવ સંખ્યા 2 માં છે .

નવા પ્રાજેક્ટ્સ તથા મોટા પ્રમાણમાં રોકાણ ટાળવું. તમે જો વ્યાવસાયિક તરીકે કામ કરતા હશો તો, આ વર્ષ મોટા ભાગે સરેરાશ રહેશે. નિયમિત અંતરાયો તથા સરેરાશ પ્રગતિ રહેશે. તમારે સાચી પ્રગતિ માટે વાટ જોવી પડશે. શંકા તથા અનિશ્ચિતતાનો તબક્કો આવશે. પરિવર્તનો સલાહભર્યા નથી અને તમારા રસના વિષયો માટે તે નુકસાનકારક સાબિત થશે. આ સમયગાળામાં પ્રતિષ્ઠામાં તબક્કાવાર ઘટાડો જોઈ શકાશે. ઘરને લગતી બાબતોમાં અસુરક્ષિતતાની લાગણી પ્રવર્તતી જોવા મળશે.

સૌજન્ય : પ્રીતેશ મહારાજ

દરરોજ સવારમાં તમારું રાશી ભવિષ્ય વાંચો ફક્ત આપણા પેજ પર, આપનો દિવસ શુભ રહે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ