તારક મહેતાના ગોગીએ શેર કરેલો આ ફોટો જોઇને તમારું દિલ થઇ જશે ખુશ-ખુશ, કરો જલદી ક્લિક અને જોઇ લો તસવીર

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નો ગોગી એટલે કે ગુરુચરણ સોઢીનો કિરદાર નિભાવી રહેલ સમય શાહ. સમયે તાજેતરમાં જ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સમય શાહે કેટલાક ફોટોસ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે.

image source

અમૃતસરના સુવર્ણ મંદિર સાથેના ફોટાઓની સાથે સમય શાહનો શાયરાના અંદાજ પણ નજરે પડે છે. સુવર્ણ મંદિર સાથેની ફોટો શેર કરતા સમય શાહ લખે છે કે ” લોગ હર મોડ પે રૂક રૂક કે સંભલતે કયું હૈ? , ઇતના ડરતે હૈ તો ઘરસે નિકલતે કયું હૈ.”

 

View this post on Instagram

 

A post shared by Samay Shah Official (@samayshah_5) on

સમય શાહની આ પોસ્ટ તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.ત્યાં જ હાલમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં સોનુંનો કિરદાર નિભાવી રહેલી પલક સિદ્ધવાની કમેન્ટમાં લખે છે કે ” રાહ ટેડીમેડી હૈ ફિર ચલના કયું, ઔર અગર ચલના હી હૈ તો બીચ રાહ મેં ડગમગાના કયું હૈ?”

image source

આમ પંક્તિઓની આપ-લે કરવાનો સિલસિલો આટલેથી ના અટકાવતા સમય શાહે બીજી એક શાયરી દ્વારા પોતાના વિચારો રજૂ કરતા સમય શાહ લખે છે કે, ” મંઝિલ કો અપને હાથો મેં રખ દિયા હૈ તો ફિર હીંચકીચાના કયું હૈ?, ઔર ફિર માલુમ પડે કી વો મંઝિલ નહિ હાથો કી લકીરે હૈ, તો ફિર હારના કયું હૈ?”

image source

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં માસુમ ગોગી ઉર્ફ ગુરુચરણ સોઢીનો કિરદાર નિભાવતા સમય શાહને ખરેખર રિયલ લાઈફમાં શાયરીનો ખૂબ શોખીન છે. સ્વાભાવિક છે કે ગોગી નો રોલ એક માસુમ બાળકનો છે તો સમય શાહનો આ અવતાર સિરિયલમાં જોવા મળવો મુશ્કેલ છે પણ સોશિયલ મીડિયા થકી સમય શાહનું આ નવું પાસું પણ વખાણવા લાયક છે.

image source

સમય શાહ સિરિયલ ‘ તારક મહેતા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆતથી જ ગુરુચરણ સિંહ સોઢી એટલે કે ગોગીનું કિરદાર નિભાવી રહ્યો છે. જ્યારે પલક સિદ્ધવાનીએ થોડાક મહિનાઓ પહેલા જ સોનાલિકા ભીડે એટલે કે સોનુનો કિરદાર નિભાવી રહી છે. પલક સિદ્ધવાની પહેલા સોનુનો કિરદાર નિધિ ભાનુશાળી અને ઝીલ મેહતા પણ નિભાવી ચુક્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે રીલ લાઈફની જેમ રિયલ લાઈફમાં પણ સમય શાહ અને પલક સિદ્ધવાની વચ્ચે સારું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. પલક સિદ્ધવાની અવારનવાર સોશિયલ મીડિયા પર સમય શાહ અને કુશ(ગોલી) સાથેના પોતાના ફોટોસ શેર કરતી જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ