જાણો કયા લોકોને થાય છે થાઇરોઇડ, આ સાથે જાણી લો તેની પાછળના આ અનેક કારણો વિશે

થાઈરૉઈડને કેટલાક લોકો સાઈલન્ટ કીલર માંને છે કેમકે થાઈરૉઈડના લક્ષણ લાંબા સમય પછી ખબર પડે છે. સામાન્ય રીતે મહિલાઓ આ રોગનો વધારે શિકાર થાય છે.

થાઈરૉઈડના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

image source

થાઈરૉઈડ ગ્રંથિ થાઈરાકસીન નામનું હોર્મોન બનાવે છે. આજકાલની વ્યસ્ત લાઈફ સ્ટાઈલ અને અસ્વસ્થ ખાન-પાનના કારણે થાઈરૉઈડના દર્દીઓની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. થાઈરૉઈડને કેટલાક લોકો સાઇલન્ટ કીલર માંને છે કેમકે એના લક્ષણ લાંબા સમય પછી ખબર પડે છે. સામાન્ય રીતે મહિલાઓ આ રોગનો વધારે શિકાર થઈ રહી છે. થાઈરૉઈડ ગ્રંથિ ગર્દનમાં શ્વાસ નળીની ઉપર, વોંકલ કોડના બંને ભાગોમાં બનેલી હોય છે. આ પંતગિયાના આકારની હોય છે. થાઈરૉઈડ ગ્રંથિ થાઈરાકસીન નામનું હોર્મોન બનાવે છે. આ હોર્મોનથી શરીરની એનર્જી, પ્રોટીન ઉત્પાદન અને અન્ય હોર્મોન્સના પ્રત્યે થનાર સંવેદનશીલતા કંટ્રોલ થાય છે. આ ગ્રંથિ શરીરમાં મેટાબોલિઝમની ગ્રંથિઓને પણ કંટ્રોલ કરે છે.

image source

થાઈરૉઈડ કોઈ રોગ નથી પરંતુ એક ગ્રંથિનું નામ છે જેના કારણથી આ રોગ થાય છે. પરંતુ સામાન્ય ભાષામાં લોકો આવી સમસ્યાને પણ થાઈરૉઈડ જ કહે છે. ખરેખર થાઈરૉઈડ ગર્દનના નીચેના ભાગમાં મળી આવતી એક ઈંડોક્રાઈન ગ્રંથિ છે. આ ગ્રંથિ એડમસ એપ્પલની ઠીક નીચે હોય છે. થાઈરૉઈડ ગ્રંથિનું નિયંત્રણ પિટયૂટરી ગ્લૈડને હાઇપોથેલમસ કંટ્રોલ કરે છે. થાઈરૉઈડ ગ્રંથિનું કામ થાઇરોકસીન હોર્મોન બનાવીને લોહી સુધી પહોંચાડે છે. જેનાથી શરીરનું મેટાબોલિઝમ નિયંત્રણ રહે છે. આ ગ્રંથિ બે પ્રકારના હોર્મોન બનાવે છે.: ૧. ટી-૩ જેને ટ્રાઈ-આયોડો-થાયરોનીન કહે છે અને ૨. ટી-૪ જેને થાયરોકસીન કહે છે. જ્યારે થાઈરૉઈડથી નીકળવા વાળા આ બંને હોર્મોન અસંતુલિત થાય છે તો થાઈરૉઈડની સમસ્યા થઈ જાય છે.

આજકાલ થાઈરૉઈડ જેવી ગંભીર બીમારીનો શિકાર નાની ઉમરના બાળકો પણ થઈ રહ્યા છે જેના કારણથી તેઓનો શારીરિક અને માનસિક વિકાસ અટકી જાય છે. એનાથી બચવા માટે બાળકોને નાનપણથી જ નિયમિત વ્યાયામ, યોગ અને પ્રાણાયમની આદત પાડવી જોઈએ. ફક્ત વાંચતાં રહેવાનું, ટીવી જોવાનું, ગેમ રમવાનું કે સૂતા રહેવાના બદલે બાળકોને બહાર મોકલો અને થોડું રમવા માટે પ્રેરિત કરો. જો બાળક નાનપણથી શરીરીક મેહનત નહિ કરે તો આગળ જતાં તેને થાઈરૉઈડ, ડાયાબિટીસ, ઓબેસિટી, બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓનો શિકાર બનવું પડી શકે છે.

image source

થાઈરૉઈડના કારણો:

આયોડિનની ઉણપ:

ખાવામાં આયોડિનની ઉણપના કારણે થાઈરૉઈડ નોડયુલના વધવાની શક્યતા વધી જાય છે. જો આપના આહારમાં આયોડિનનું પ્રમાણ ઓછું છે તો થાઈરૉઈડ ગ્રંથિમાં થાઈરૉઈડ નોડલનો વિકાસ થઈ જાય છે. જો કે એનો મતલબ આ નથી કે આપ આયોડિનની ઉણપ ફક્ત મીઠાથી જ કરો, એટલા માટે આપ આયોડિનયુક્ત આહાર પણ ખાઈ શકો છો. સૌથી વધારે આયોડિન સમુદ્રી માછલીમાં મળી આવે છે.

થાઈરૉઈડ ઊતકથી:

image source

જો થાઈરૉઈડ ઊતક અસામાન્ય રીતથી વધી જાય છે, ત્યારે પણ થાઈરાઈડ નોડયુલની સમસ્યા થઈ શકે છે, આ સ્થિતિને થાઈરૉઈડ એડેનોમા નામથી પણ જાણવામાં આવે છે. જો કે સામાન્ય રીતે આ નૉનકેન્સરસ થાય છે અને તેના કારણે વધારે કોઈ ગંભીર સમસ્યા નથી થતી. કઈક એડેનોમા એવા પણ છે જે પોતાની જાતેજ થાઈરૉઈડ હોર્મોનને ઉત્સર્જન પિટયૂટરી ગ્રંથિને બહાર કરે છે, એના કારણે હાઈપરથાયરાઈડીજ્મની સમસ્યા થઈ શકે છે.

થાઈરાઈડ સિસ્ટ:

તરલ પદાર્થોથી ભરેલ ક્ષેત્રો(આને સિસ્ટ પણ કહે છે.) થાઈરાઈડમાં સૌથી સામાન્ય રૂપમાં મળી આવે છે, એના કારણથી જ થાઈરાઈડ એડીનોમાની સ્થિતિ આવે છે. ક્યારેક ક્યારેક ઠોસ પદાર્થ થાઈરાઈડ સિસ્ટમાં તરલ પદાર્થોની સાથે મળી જાય છે. જો કે સામાન્ય રીતે અલ્સર એટલે કે સિસ્ટ સૌમ્ય હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક તેની સાથે ઘાતક ઠોસ પદાર્થ પણ હોય છે.

image source

થાઈરૉઈડનો સોજો:

થાઈરૉઈડ ગ્રંથિમાં જ્યારે લાંબા સમય સુધી સોજો રહે છે ત્યારે પણ થાઈરૉઈડ નોડયુલ થવાની સંભાવના વધી જાય છે. આવી સ્થિતિને થાઈરાઇડીટીસ પણ કહે છે. સામાન્ય રીતે હસીમોટોજ એક પ્રકારનો વિકાર છે, જે થાઈરૉઈડ ગ્રંથિમાં સોજો વધવાના કારને થાય છે અને થાઈરૉઈડ ગ્રંથિની કાર્યક્ષમતામાં ઘટાડો કરી દે છે, આને હાઇપોથાઈરાઈડીજમ કહે છે.

થાઈરૉઈડ કેન્સર:

image source

થાઈરૉઈડ કેન્સરમાં નોડયુલના નાના રહેવાની વધારે સંભાવના રહે છે. જો પરિવારના કોઈ સભ્યને આ બીમારી થઈ છે તો ઘરના અન્ય સભ્યોને પણ આ બીમારી થવાની સંભાવના રહે છે. જો આપની ઉમર ૩૦ થી ૬૦ ની વચ્ચે છે તો આપને થાઈરૉઈડ કેન્સરનું જોખમ વધારે હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ