જેઠાલાલે ફાઇનલી બબીતાજીને કહી દીધુ I love you, અને આ શબ્દ ના સહન કરી શક્યો અય્યર પછી જે થયુ તે…

તારક મેહતા કા ઉલટા ચશ્માં

‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’માં જેઠાલાલ અને બબીતા અય્યરની મિત્રતા દર્શકોની વચ્ચે ખુબ પ્રસિદ્ધ છે. જેઠાલાલ બબીતાને પસંદ કરે છે. હાલમાં આ શો ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’માં એક નવો ટ્વીસ્ટ જોવા મળી રહ્યો છે. સીરીયલમાં બધા જ લોકો પોતપોતાની માતૃભાષાને લઈને ઝગડો ચાલી રહ્યો છે અને ગોકુલધામની દરેક વ્યક્તિ પોતોપોતાની ભાષામાં જ વાત કરી રહ્યા છે. આના લીધે અય્યર, બબીતા અને જેઠાલાલની વચ્ચે કન્ફયુઝન ક્રિએટ થઈ જાય છે. બસ પછી શું હતું જેઠાલાલ બબીતાને મનાવવા જાય છે આ બધા ક્ન્ફ્યુંઝ્નની વચ્ચે જેઠાલાલ બબીતાને ‘અમી તુમાકે ભાલો બાસી (આઈ લવ યુ)’ બોલે છે અને આ શબ્દો અય્યર સાંભળી જાય છે. ચાલો જાણીએ કે પૂરી વાત છે શું?

જેઠાલાલે બબીતાને કેમ કીધું ‘અમી તુમાકે ભાલો બાસી’?

image source

ખરેખરમાં, જેઠાલાલ બબીતાને મનાવવા માટે બબીતાના ઘરે ફૂલોનો ગુલદસ્તો લઈને જાય છે. જેઠાલાલ બબીતાને કહે છે કે આપ બંગાળીમાં વાત ના કરો કેમકે આપ જે પણ બોલો છો તેમાં મને કઈ સમજમાં નથી આવતું. તો આપણે વાતચીત કેવી રીતે કરીશું. તો બબીતા કહે છે કે આપ બંગાળી ભાષા શીખી લો અને જેટલી મરજી હોય વાત કરો. તો અ વાત પર જેઠાલાલ કહે છે કે આપ મને બંગાળી શીખવાડો. ઉપરાંત જેઠાલાલ કહે છે કે આમ તો મને એક વાક્ય આવડે છે જે બચ્ચન સાહેબના ગીતમાં છ ‘અમી તુમાકે ભાલો બાસી.’

image source

જેઠાલાલ જયારે આ બોલે છે તો તે સમયે અય્યર ત્યાં આવી જાય છે. અને ક્ન્ફ્યુંઝ્નનો શિકાર થઈ જાય છે. અય્યર ગુસ્સામાં જેઠાલાલને બોલે છે કે તે બબીતાને શું કીધું. અય્યર જેઠાલાલ પર ખુબ ગુસ્સો કરે છે. અય્યર કહે છે કે આનો મતલબ થાય છે ‘આઈ લવ યુ’આ સાંભળીને જેઠાલાલ ચોંકી જાય છે અને બબીતાની માફી માંગતા બબીતાને સોરી કહે છે. પછી બબીતા અય્યરને સમજાવે છે કે તે ઊંધું સમજી રહ્યા છે. બબીતા કહે છે કે હું જેઠાલાલને બંગાળી ભાષા શીખવાડી રહી હતી તો તેમણે કહ્યું કે તેમને અમિતાભ બચ્ચનની મુવીનું કોઈ ગીત આવડે છે. બસ તેઓ મને તેમજ કહી રહ્યા હતા. પછી આ વાત સાંભળીને અય્યર થોડા શાંત થાય છે અને જેઠાલાલ ત્યાંથી ચાલ્યા જાય છે.

image source

‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ને ટીવીની દુનિયાનો સૌથી સફળ કોમેડી સીરીયલ જણાવવામાં આવે છે. ૨૮ જુલાઈ, ૨૦૦૮થી ઘણા બધા નાના-મોટા ઉતાર-ચઢાવની સાથે ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ નો શો સતત દર્શકોમાં પોતાની જગ્યા બનાવી રાખી છે. ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’ને અત્યાર સુધી લગભગ અઢી હજારથી વધારે એપિસોડ ટેલીકાસ્ટ થઈ ચુક્યા છે.

image source

જો કે તાજેતરનો અય્યર, બબીતા અને જેથાલાલની બાબત તો સોલ્વ થઈ ચુકી છે પરંતુ હજી પણ ગોકુલધામમાં બધાની વચ્ચે પોતપોતાની માતૃભાષાને લઈને જે બાબત તકરાર ચાલુ થઈ છે તે હજી યથાવત જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ