કાળજુ હાથમાં રાખીને પાડવામાં આવેલા થ્રીલીંગ ફોટોઝ જોઈ તમારું હૃદય પણ એક ઘડી થંભી જશે

તમને ક્યારેક ક્યારેક કોઈક ફોટો કે ચિત્રો જોતાં હશો ત્યારે વિચારમાં મુકાઈ જતાં હશો. પણ આ જગતમાં સેલ્ફીનું ગાંડપણ એટલું વધી ગયું છે કે લોકો નો તેની પાછળ જીવ પણ જતો રહે છે.

પણ કેટલાક ફોટોગ્રાફર પોતાનો જીવ જોખમમાં મુકીને અદ્ભુત ચીત્રો આપણી સમક્ષ લઈને આવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. અને આવા સમયે તેમને સલામ કરવાનું મન થાય કે તેઓ પોતાના કામને કેવી લગનથી કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Isaac Gautschi (@isaacgautschi) on

અહીં તમને આઇસલેન્ડના આઈસબર્ગ એટલે કે હીમશીલા ચડતાં કેટલાક સાહસુઓ જોવા મળશે તો ક્યાંક ઉંચા પહાડની કરાડ પર યોગા કરતી વ્યક્તિ પણ જોવા મળશે. એવું કશું જ આ સાહસુઓ બાકી નથી રાખતા જે તેમની કલ્પનામાં હોય. તેઓ પોતાની કલ્પનાને પોતાના સંકલ્પને જીવંત કરી બતાવે છે.

ત્યારે ચાલો આજના આ લેખમાં અમે તમને તેવા જ જોખમી-થ્રીલીંગ ફોટોઝ બતાવીએ.

 

View this post on Instagram

 

A post shared by Isaac Gautschi (@isaacgautschi) on

આ ફોટોમાં એક યુગલ એક જરજરીત રેલ્વે બ્રીજની  કીનારી પર એવો જોખમી પોઝ આપી રહ્યું છે કે ગમે ત્યારે હસવામાંથી ખસવાનું થઈ શકે.

 

View this post on Instagram

 

A post shared by JACOB RIGLIN (@jacob) on

આ ફોટો જોઈ તમને જ જણાવો કે તમને શું લાગે છે ?
આ ફોટો પાડવામાં આવ્યો છે પશ્ચિમ જર્મનીની સરહદ પર આવેલા એક જંગલમાં. અહીં એક સંપૂર્ણ અર્ધગોળાકારમાં એક કમાન બનેલી છે જેનું પ્રતિબંબ નીચે પાણીમાં પડતાં તે સંપૂર્ણ ગોળાકાર બને છે.
આ ઠંડાગાર જંગલમાં ફોટોગ્રાફી કરવી એ ખરેખર સાહસનું કામ છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Vora (@ravivora) on

આ ફોટો ઉતાહના સાન જુઆનની મોન્યુમેન્ટ વેલીમાં પાડવામાં આવ્યો છે. અહીંથી જોવા મળતો સૂર્યોદય અદ્ભુત હોય છે જેને આ એંગલે કોઈ સાહસુ વ્યક્તિ જ જોઈ શકે.

 

View this post on Instagram

 

Here is more from our weekly content creator and good friend, @muradosmann: “I’ve been inspired by many people over my career—from photographers to producers and young, bold entrepreneurs to my parents, grandpa and @natalyosmann, of course. I learned about @instagram from friends the first year it came out. It was absolutely new and an extraordinary app for those times. I’m a visual person so I’ve always really liked it. It helps me find new photographers and sources of inspiration. Through @instagram, people can share the beauty of nature and our civilization, as well as different stories. It’s open for everyone, so the world seems to have no borders.”

A post shared by BEAUTIFUL DESTINATIONS (@beautifuldestinations) on

અહીં ફોટોગ્રાફર લાસ વેગસના એક આકર્ષક અને અનેરા પાસાને બતાવવા માગે છે અને માટે જ તેમને આના જેવા એક પર્ફેક્ટ એન્ગલની જરૂર હતી. આ ફોટોગ્રાફ લેતી વખતે ફોટોગ્રાફરે પુરતી સલામતીની કાળજી રાખી છે.

 

View this post on Instagram

 

A post shared by BEAUTIFUL DESTINATIONS (@beautifuldestinations) on

ટ્રોલટુંગા એ જગ પ્રખ્યાત જગ્યા નોર્વેજિયન ખડક છે તેને તમને સુસાઇડ પોઇન્ટ પણ કહી શકો છો. આ ફોટો જોઈને તમને શું ફીલીંગ થાય છે મને તો ફોટો જોઈને જાણે પગ પાણી પાણી થઈ જાય છે. અહીં આ યુવાન બેલેન્સિંગ કરી રહ્યો છે. જબરુ કાળજુ હશે આ યુવાનનું !

 

View this post on Instagram

 

A post shared by BEAUTIFUL DESTINATIONS (@beautifuldestinations) on

આ ફોટો છે આઇસલેન્ડમાં આવેલી એક હિમ શિલાનો જેના પર એક ક્લાઇમ્બર ચડી રહ્યો છે. અહીં આઇસલેન્ડમાં વાતાવરણ હંમેશા બદલાતું રહે છે જે આ હિમશીલા રોહક માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ પિક વોશિંગ્ટનના કોઈક પહાડ પરથી જુના જમાનામાં પસાર થતા ટ્રેનના બ્રીજ પર લેવામાં આવ્યો છે. ખરેખર જોઈને ભલભલાના કાળજા હલી જાય તેવી આ તસ્વીર છે.

 

View this post on Instagram

 

A post shared by Callum Snape (@calsnape) on

આ ફોટો આલ્બર્ટાના અબ્રાહમ લેકનો છે અહીં સડી ગયેલી વનસ્પતિમાંથી છુટ્ટો થતો મિથેન ગેસ બરફમાં રુંધાય છે અને તેના કારણે આ પરપોટા બને છે. આ દ્રશ્ય વર્ષમાં માત્ર 7 મિનિટ માટે જ જોવા મળે છે. આ ફોટોગ્રાફરે આ ફોટો લેવા માટે પાંચ વર્ષ રાહ જોઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by BEAUTIFUL DESTINATIONS (@beautifuldestinations) on

આ સેલ્ફી હા આ એક સેલ્ફી જ છે કારણ કે અહીં ફોટોગ્રાફરે ટાઇમરની મદદથી પોતાનો જ ફોટો લીધો છે. આ ફોટો સવારના 6 વાગે સોયેમાઇટ નેશનલ પાર્કમાં લેવામાં આવ્યો છે. આવી રીતે પગ લટકાવીને તો આપણે બીજા માળના ધાબા પર પણ બેસતા નથી અને આ લોકો હજારો ફુટ ઉંચા પહાડની કરાડ પર આરામથી પગ લટકાવી સૂર્યોદયની મજા માણે છે.

 

View this post on Instagram

 

A post shared by Dave Krugman (@dave.krugman) on

ન્યુયોર્ક જેવા મેગા સીટીના કેટલાયે પરિપેક્ષ્ય હોઈ શકે છે. પણ જો તમે કંઈક અલગ પામવા માગતા હોવ તો તેમા તમારે થોડું જોખમ તો લેવું જ પડે છે. ટાઇમ સ્ક્વેરની ઉપર હાર્નેસની મદદથી 2000 ફૂટ ઉંચે લટકીને આ ફોટો લેવામા આવ્યો છે. આટલી ઉંચાઈ પરથી ન્યુયોર્કની રાત્રીનું જગમગતું દ્રશ્ય જોઈ જાણે તે કોઈ સર્કીટ બોર્ડ હોય તેવું લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Johan Lolos (@lebackpacker) on

આ ફોટો ન્યુ ઝીલેન્ડનો છે અહીં લોકોને રાત્રીના સમયે તદ્દ્ન સ્વચ્છ આકાશ જોવા મળે છે. ન્યુ ઝીલેન્ડના વાનાકામાં આવેલી કાર્ડ્રોના આલપાઇન રિઝોર્ટમાં આ પિક લેવામાં આવ્યો છે. ચોક્કસ આ દ્રશ્ય જોખમી નથી પણ અવિસ્મરણિય તો ચોક્કસ છે.

તમને આ બધા ફોટોઝ જોઈ શું ફીલીંગ થાય છે તે કમેન્ટ્સમાં જણાવો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ