31 માર્ચ પહેલાં જ ખરીદી લો આ ચીજો, નહીં તો ચૂકવવા પડશે વધારે રૂપિયા

ગરમીની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમે અનેક ચીજોને ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તે શક્ય છે. આ રીતે જો તમે એસી, કૂલર કે પછી નવું ફ્રિઝ કે પંખા લેવાના પ્લાનમાં છો તો તમારે ઉતાવળ કરવાની જરૂર છે. ગરમીની સીઝનમાં આ દરેક ચીજોની માંગ વધી જાય છે. આ કારણે તેના ભાવમાં પણ વધારો જોવા મળે છે. કેટલીક ઓફર્સની રાહ જોવામાં તમે કદાચ નુકસાન કરી બેસો તે પણ શક્ય છે. જો આવી કોઈ વસ્તુ તમે ઘર માટે ખરીદવા ઈચ્છો છો તો તમે આજથી જ પ્લાન કરો અને 31 માર્ચ પહેલાં તેની ખરીદી કરી લો તે જરૂરી છે. 1 એપ્રિલની સાથે જ આ દરેક ચીજના ભાવમાં પણ વધારો થવાનો છે. બજાર જે રીતે ચેતવણી આપી રહ્યું છે તે રીતે નક્કી છે કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ઈલેક્ટ્રોનિક ચીજના ભાવ વધી શકે છે.

વધી શકે છે એર કંડીશનની માંગ

image source

ગરમીની સીઝન આવતાની સાથે જ લોકો એસીની ખરીદીનો પ્લાન કરવા લાગે છે. જો તમે પણ આવું કંઈ વિચારી રહ્યા છો તો તમારે માર્ચ પહેલાં જ તેની ખરીદી કરી લેવી પડશે. કેમકે એપ્રિલ બાદ એસીની કિંમતોમાં 2000 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ સાથે ખર્ચના કારણે તેની કિંમતોમાં 4-6 ટકાનો વધારો કરાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

image source

ઇલેક્ટ્રોનિક્સ ઉપરકરણ બનાવનારી કંપનીઓ સતત ખર્ચ વધવાનો દાવો કરી રહી છે.પોલિમર્સ, કોપર, સ્ટીલ, પેકેજિંગ મટિરિયલના ભાવમાં ભારે ઉછાળો આવવાથી ઉત્પાદનનો ખર્ચ વધે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોપરની કિંમત ઉંચાઈ પર જોવા મળી રહી છે. આ કારણોને લીધે ઈલેક્ટ્રોનિક્સ ચીજો મોંઘી થવાના આસાર જોવા મળી રહ્યા છે. આ સિવાય કુલરની કિંમતોમાં પણ 1000 રૂપિયા સુધીનો વધારો એપ્રિલ મહિનામાં જોવા મળી શકે છે.

પંખાની કિંમતો પણ વધશે

image source

ફક્ત એર કંડીશન કે કૂલર પર જ મોંઘવારીનો માર પડશે એવું નથી. આ વર્ષે પંખા પણ મોંઘા થઈ સકે છે. તાંબુ મોંઘુ થવાના કારણે પંખા બનાવવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. જેના કારણે પંખાની કિંમતો વધી શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે આવેલી આર્થિક મંદીના કારણે પણ કિંમતોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

image source

આર્થિક મુશ્કેલીના કારણે લોકોએ સામાન ખરીદ્યો નથી અને હવે તેઓ આ ગરમીની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વેપારીઓને આર્થિક મંદીના કારણે મોટુ નુકસાન સહન કરવું પડ્યું હોવાના કારણે અને વધતી માંગને ધ્યાનમાં રાખીને તેઓ આ સમયે ભાવ વધારો કરીને નુકસાન ભરપાઈ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ