આજે જ જાણો જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા પહેલા આ મહત્વની વાત, નહિતર નોતરશો આવી બીમારીઓ

સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, નહિ તો તમને ઘણા પ્રકારના ચેપી રોગ થવાની સંભાવના થઈ શકે છે. આપણા દેશમાં મોટા ભાગના લોકો સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ કરતા હોય છે. મોલ, રેસ્ટોરન્ટ,બસસ્ટેસન ,રેલ્વે સ્ટેશન જેવા તમામ જાહેર સ્થળોએ ટોઈલેટ હોય જ છે અને તેનો ઉપયોગ પણ થાય છે. પણ તમને એ ખબર છે કે જાહેર સૌચાલયનો ઉપયોગ કરતી વખતે કેટલીક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

image source

નહિતર તો ઘણી બીમારીઓ આપણા શરીરમાં થવા લાગે છે. આ ચેપ ટોયલેટના દરવાજાથી લઈને તેની બેસવાની સીટ સુધી આ ચેપ ફેલાય છે. ભાર લોકો મોલ,રેલ્વેસ્ટેશન જેવી દરેક જગ્યાયે લોકો જાહેર ટોયલેટનો ઉપયોગ કરતા હોય છે.તેથી તેના વિષે જોડાયેલી ઘણી બાબત હે જેની તમારે ખાસ કાળજી લેવાની જરૂર પડી શકે છે. આ ચેપમાં સુક્ષ્મજંતુના રોગોનું જોખમ રહેલું છે.

કોરોનાની બીમારીમાં જાહેર ટોઈલેટ સબંધિત ઉપયોગી બાબતો

image source

સામાન્ય રીતે જાહેર શૌચાલયોમાં સ્વચ્છતાની ચોક્કસ કાળજી લેવામાં આવે છે, પરંતુ ધણી જગ્યાએ ખૂબ જ ગંદા જાહેર શૌચાલયો જોવા મળે છે. લોકોને તેનો ઉપયોગ કરવાની જરૂર છે, તેથી તેમના ઉપયોગ સંબંધિત કેટલીક બાબતોને જાણવી ખુબ ઉપયોગી છે. ખાસ કરીને કોરોના વાયરસના રોગ દરમિયાન, જાહેર ટોયલેટનો ઉપયોગ કરતા પહેલા તમારે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે. આવા સ્થળોએ વાયરસના ચેપનું જોખમ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

image source

ખરાબ સિંક, દરવાજાનું હેન્ડલ્સ, શૌચાલયની સીટમાં પણ ચેપ લાગવાનું જોખમ રહે છે. તેથી, જાહેર સ્થળોએ શૌચાલયનો ઉપયોગ કરતી વખતે આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. સાર્વજનિક ટોયલેટમાં માસ પહેર્યા વગર ન જવું ,જો શક્ય હોય તો તેમાં બોવ વધારે સમય ન બગાડવો જોઈએ. જયારે તેનો ઉપયોગ કરો ત્યારે તેની વસ્તુને અડવી નહી.જયારે ટોયલેટની બહાર નીકળો ત્યારે તમારા હાથને સારી રીતે ધોવા જોઈએ. જો ત્યાં સાબુ ન હોય તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, ટોયલેટમાં લોકો વચ્ચે જગ્યા રાખવી, જ્યાં વધારે ભીડ હોય તેવા ટોયલેટનો ઉપયોગ ન કરવો.

જાહેર શૌચાલયનો ઉપયોગ કરતી વખતે રહો સાવચેત રહો

image source

જાહેર શૌચાલયમાં તમારી સાથે લેવામાં આવેલી વસ્તુમાં ચેપ અને સૂક્ષ્મજંતુઓનું જોખમ વધારે હોય છે. શૌચાલયનો ઉપયોગ કર્યા પછી લોકો હાથ અને શરીરની સફાઇ કરે છે, પરંતુ તે સૂક્ષ્મજંતુઓ, બેગ વગેરેની મદદથી તમારા ઘરે પણ પહોંચી શકે છે. આવી સ્થિતિમાં, તમારા સામાનને નીચે મુકવાનું ટાળો અને માલને સુરક્ષિત સ્થળે રાખવું જોઈએ. મોટાભાગના જાહેર શૌચાલયોમાં દરવાજા પાછળ હુક્સ વગેરે હોય છે જેનો ઉપયોગ નાના બેગ, જેકેટ્સ વગેરે રાખવા માટે થઈ શકે છે.

હાથ સાફ કરવા ખાસ જરૂરી છે

image source

સાર્વજનિક શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, તમારા હાથને સારી રીતે સાફ કરવાની ટેવ રાખો. હાથમાંથી જંતુઓ દૂર કરવા માટે સારા સાબુથી હાથને સારી રીતે ધોઈ લો. ખાસ કરીને કોરોના વાયરસ સમયે, આ વસ્તુઓનું પાલન કરવું ખુબ જરૂરી છે. કોઈપણ પ્રકારનો ચેપ આપણા હાથ દ્વારા સૌથી વધુ ફેલાય છે, આ રીતે, હાથને નખ અને આંગળીઓ વચ્ચેની જગ્યાને સાફ કરવું ખૂબ જરૂરી છે.

ગેંડીનો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

image source

જાહેર શૌચાલયમાં ગેંડીનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરરોજ સેંકડો લોકો તેમના હાથથી તેના ફ્લશને દબાવતા હોય છે, તેથી એક બીજાથી ચેપ ફેલાવાનું જોખમ વધે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે ગેંડીનો ઉપયોગ કર્યા પછી હાથ શરીરના અન્ય ભાગોને સ્પર્શતો નથી. જો શક્ય હોય તો, ગેંડીનો ઉપયોગ કરતી વખતે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરો. દૂષિત ન થાય તે માટે તેને ચલાવતી વખતે ટોઇલેટ શીટને ઢાકી દો.

જાહેર શૌચાલયોના અસુરક્ષિત ઉપયોગને લીધે થતા જોખમો

imag source

ગંદા અને ઓછા સ્વચ્છ જાહેર શૌચાલયોના ઉપયોગ કરવાથી ઘણા પ્રકારના ચેપનો થવાનું જોખમ રહેલું છે. શૌચાલયને તે સ્થાન છે કે જ્યાં અન્ય સ્થળો કરતા કોઈ પણ પ્રકારના ચેપનું જોખમ વધારે છે. જાજા લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા જાહેર શૌચાલયોમાં સ્વચ્છતા પણ સારી હોતી નથી, જેના કારણે ચેપથી સંબંધિત રોગોનું જોખમ વધે છે. જાહેર બાથરૂમના ઉપયોગને કારણે શરીરના ઘણા ભાગો સાથે સંક્રમિત થવાનું જોખમ રહેલું છે, તેથી જરૂરી સાવચેતીઓનું પાલન કરવું જરૂરી છે. ખરાબ અને અસુરક્ષિત જાહેર શૌચાલયોનો ઉપયોગ આ રોગો થવાનું જોખમ વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ