આ તસવીરોમાં તમને જે દેખાય છે તે નથી, ક્લિક કરીને વાંચશો તો તમે કહેશો શું વાત છે યાર!

આ તસ્વીરો જોઈ તમે વિચારવા મજબૂર થઈ જશો !

image source

આપણે ઘણીવાર કોઈ દ્રશ્ય જોઈ રહ્યા હોઈએ ત્યારે તેમાં આપણને કંઈક ભળતું જ જોવા મળે છે. જેમ કે ક્યારેક વાદળામાં આપને કોઈક આકાર જોવા મળે, કે પછી ચંદ્રમાં બે આંખો જોવા મળે.

image source

કોઈ વૃક્ષનો આકાર દૂરથી માણસ જેવો લાગે. અને આવું માત્ર તમારી સાથે જ નથી થતું હોતું પણ ઘણા લોકો સાથે થાય છે અને ઘણા લોકો એક જ દ્રશ્યને બીજી રીતે પણ જોઈ શકે છે. ક્યારેક કોઈ દીવાલ પરનો ચૂનો કે કલર ઉખડી ગયો હોય તો તેમાં પણ તમને કોઈને કોઈ આકાર દેખાઈ જાય છે.

આજે અમે તમારા માટે કેટલીક તેવી જ તસ્વીરો લઈને આવ્યા છે જે વાસ્તવમાં કંઈક હોય અને દેખાતી કંઈક ઓર હોય.

image source

કોઈના આંગણામાં પડેલો બરફનો આ ઢગલો જાણે નાનકડી હીમાચ્છાદીત ગીરીમાળા હોય તેવો લાગી રહ્યો છે. પણ બીજા ફોટોમાં તમે આ ઢગલાને ફોટો શોપ્ડ તસ્વીરમાં જોશો તો તમને તે ચોક્કસ કોઈ ગીરીમાળા હોય તેવું જ લાગશે. આ બન્ને તસ્વીર ધ્યાનથી જુઓ.

image source

આ સ્ટેઇનલેસ સ્ટીલના પાણીના નળ પર જે રીતે તીરાડ પછી છે તે જોતાં તેના પર જાણે નકશો કોતરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે

image source

આ તસ્વીર કોઈના ઘરના વાડાની છે જ્યાં ઠંડીના કારણે પાણી જામી ગયું છે. પણ તેને જોતાં એવું લાગી રહ્યું છે જાણે તે કોઈ પ્લેનમાંથી લેવામાં આવેલી તસ્વીર હોય.

image source

આ તસ્વીર જોઈ તમને એમ લાગશે કે કોઈના ઘરના ડ્રોઇંગ રૂમમાં સુંદર વિશાળ બરફઆચ્છાદીત પહાડોવાળી તસ્વીર મુકવામાં આવી છે. પણ વાસ્તવમાં આ કોઈ તસ્વીર નથી પણ કોઈની બાલ્કનીમાંનું દ્રશ્ય છે. આ મકાનમાલિકને તમે ચોક્કસ નસીબદાર કહેશો.

image source

આગળ તમને કહ્યું એમ આપણને ઘણી બધી વાર વાદળાઓમાં પણ વિવિધ આકાર દેખાતા હોય છે. આ વાદળું જોતાં જ તમને તે કોઈ મુલાયમ પીંછાં જેવું લાગશે.

image source

ચીઝ છીણવાના કે પછી ચીપ્સ પાડવાના કે પછી દૂધી છીણવાના આ ગ્રેટરને તમે ક્યારેય આ દ્રષ્ટિથી તો નહીં જ જોયું હોય. તેની અંદરની તસ્વીર જોતાં એવું લાગે છે કે તે કોઈ પોપ મ્યુઝિકનો વિડિયોનું બેકગ્રાઉન્ડ હોય.

image source

આ તસ્વીર જોતાં તમને એવું લાગશે કે ગાર્ડનમાં નાનકડા બ્રેશીનોસોરસનું ટોળુ જઈ રહ્યું છે પણ વાસ્તવમાં આ તો દક્ષિણ અમેરિકામાં જોવા મળતાં કોએટીસ પ્રાણીઓનું ટોળુ છે.

image source

પાત્રમાં પડેલું આ પાણી ઠંડીથી બરફ બની ગયું છે અને તેને જોતાં એવું લાગી રહ્યું છે જાણે તે કોઈની આંખ હોય.

image source

આવી ગાય તો તમે ક્યારેય નહીં જોઈ હોય. આ ગાયને જોતાં એવું લાગે કે જાણે તે બીજા કોઈ ગ્રહ પરથી આવી હોય.

image source

આ કૂતરાને તેનો માલિક નવડાવી રહ્યો છે પણ ભીના થવાથી તેના બધા જ વાળ ચોંટી ગયા છે અને તે જાણે કોઈ પોલર બેર હોય તેવો લાગી રહ્યો છે.

image source

આંખનો આ હાઈ ડેફીનેશન ફોટો જોઈ તમને એવું લાગશે કે તમે કોઈ જંગલને જોઈ રહ્યા છો. જે આગથી ઘેરાઈ ગયું છે.

image source

આ તસ્વીર તમને ચોક્કસ ગમશે અને તમે તેને વારંવાર જોવાનું પસંદ કરશો. આ તસ્વીર ફુલડાંઓની છે. પણ આ ફુલડાઓનો આકાર તમને વિચારમાં પાડી દેશે. આ ફૂલડાં તમને જાણે કોઈ નાનકડા ચીકન એટલે કે મરઘીના બચ્ચાં ચશ્મા અને માથે ટોપી લગાવીને ફરી રહ્યા હોય તેવું લાગશે.

image source

સવારના પહોરમાં ઘરની બહાર નીકળતાં જો તમને આવું દ્રશ્ય જોવા મળશે તો તમને તો ચોક્કસ હાર્ટ એટેક આવી જશે.

image source

આ તસ્વીર મેકા સ્થળની છે, અહીં સેંકડો યાત્રીઓ બસમાં જાત્રા કરવા જઈ રહ્યા છે. જેની એક એરિયલ તસ્વીર ઝડપવામાં આવી છે પણ તેને જોતાં તે ખાનામાં પડેલી કેસેટ ટેપ હોય તેવું લાગી રહ્યું છે.

image source

આ તસ્વીર જોતાં તમને એવું લાગશે કે આકાશમાં કોઈ UFO ઉડી રહ્યું હોય. પણ વાસ્તવમાં આ શહેરનું એક સ્ટેડિયમ છે જે ધુમ્મસના કારણે હવામાં હોય તેવું લાગી રહ્યું છે અને તેના આકારના કારણે તે કોઈ યુએફઓ જેવું લાગી રહ્યું છે.

image source

આ પહાડ પર બરફ જે રીતે પડ્યો છે તેનો આકાર જોતાં તો જાણે એક વિશાળ કાય ધોળી ગરોળી પહાડ ચડી રહી હોય તેવું લાગશે.

image source

આ કોળુ જોઈ તમે વિચારમાં પડી જશો કે તે કોળુ છે, સફરજન છે કે પછી તરબુચ છે. કારણ કે મૂળે તો તે કોળુ છે પણ તેનો રંગ અને કદ તરબુચ જેવા છે પણ તેનો આકાર કોઈ સફરજન જેવો છે.

image source

ઘણીવાર આપણું પ્રિન્ટર ખોટાઈ જાય છે ત્યારે અગડમ બગડમ છાપવા લાગે છે. આ વ્યક્તિ સાથે પણ એવું જ થયું લાગે છે તેના પ્રિન્ટરે એક જ પેજ પર ઉપરા ઉપરી શબ્દો છાપી દીધા છે. અને જાણે કોઈ પુરાતન લીપી છપાઈ હોય તેવું લાગી રહ્યું છે.

image source

આ ગ્લાસમાં જે રીતે પરપોટાઓએ ભેગા થઈને આકાર બનાવ્યો છે તે જોતાં તે આકાર યુરોપ અને એશિયા ખંડનો લાગે છે. તમે આ તસ્વીરને જુઓ, તમને પણ તેમજ લાગશે.

image source

આ પથ્થરને વચ્ચેથી કાપતાં તે કંઈક એવો દેખાઈ રહ્યો છે જાણે સમુદ્રમાં મોઝાં ન ઉછળી રહ્યા હોય !

image source

રસ્તા પર પડેલો આ બરફ જાણે કોઈ હીલોળા મારતો તોફાની સમુદ્ર હોય તેવું લાગી રહ્યું છે. તેના માટે તમે આખી તસ્વીર નહીં પણ તસ્વીરની નીચેની બાજુ પર જ ફોકસ કરો. તમને પણ તેવું જ લાગશે.

image source

આ ઝાડની ડાળ નીચે રસ્તા તરફ એવી રીતે વધી છે જાણે કોઈ માણસ રસ્તો ઓળંગવા જઈ રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.

image source

વાહ, આ ટામેટું તો અંદર સ્ટ્રોબેરી લઈને આવ્યું છે. આ તસ્વીરમાં તમે જોશો કે ટામેટાને ચીરીને અરધુ કરી દીધું છે અને તેની અંદરની સ્કીન જાણે સ્ટ્રોબેરી જેવી લાગી રહી છે.

image source

પાણીમાં તેલનું એક ટીપું પડતાં તેમાં કંઈક આવો આકાર સર્જાયો છે. જે કોઈની આંખ જેવો ભાસી રહ્યો છે.

image source

પ્લેનની આ ટીન્ટેડ બારીમાંથી બહાર જોતાં એવું લાગી રહ્યું છે જાણે આ વ્યક્તિ આકાશમાં નહીં પણ સમુદ્રના પેટાળમાં સફર કરી રહ્યો હોય !

image source

આ તસ્વીર બાઇનોક્યુલરમાંથી લેવામાં આવી છે વાસ્તવમાં બાઇનોક્યુલરમાંથી તળાવ તરફ જોવામાં આવી રહ્યું છે અને તેની આ તસ્વીર છે પણ આ તસ્વીર જોતાં તે કોઈ મોટા ગ્રહની તસ્વીર હોય તેવુ લાગી રહ્યું છે.

image source

ફટાકડા ફૂટવા દરમિયાનની આ તસ્વીર છે. જેને જોતાં એવું લાગી રહ્યું છે કે તે ફટાકડાની નહીં પણ અંતરિક્ષની – આકાશ ગંગાની તસ્વીર હોય.

image source

આ તસ્વીરમાં બ્રશ પર ટૂથ પેસ્ટ એ રીતે પડી છે જાણે કોઈ નાનકડું વાંદરુ બ્રશને વળીને ન બેઠું હોય. આવું જો તમારા બાળક સાથે થાય તો તેને પણ મજા આવી જશે.

image source

આ કપમાં કોઈએ એસ્પ્રેસો કોફી પીધી છે અને તેના તળિયે કોફીના ફીણના કારણે જાણે ચંદ્ર હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્ર જેવા જ નાના-મોટા ખાડા આ ફીણમાં પણ જોઈ શકાય છે.

image source

આ સુંદર જેલીફીશની તસ્વીર તમે જોશો તો તમને એવું લાગશે કે જેલીફીશ સ્પેસમાં તરી રહી છે.

image source

ફ્લાવર એટલે કે જેનું આપણે શાક ખાઈએ છે તેને અહીં સ્મોક કરવામાં આવ્યું છે. સ્મોક કર્યા બાદ આ ફ્લાવર જાણે આગનો ગોટો હોય અથવા તો કોઈ મોટો ધડાકો એટલે કે એક્સપ્લોઝન હોય તેવું લાગી રહ્યું છે.

image source

આ પોસ્ટર પર સવારના હળવા વરસાદની ભારે અસર થઈ છે. પોસ્ટરમાં જે વ્યક્તિનું પોટ્રેટ છે તે પરસેવાથી નાહી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

image source

કોઈના આંગણામાં આ ઝાડ પડી ગયું છે અને તેના થડિયા પર કોઈ બેઠું છે. ઝાડના થડિયાને જોતાં તે કોઈ ડ્રેગન હોય તેવું લાગી રહ્યું છે અને તેના પર બેઠેલી વ્યક્તિએ તેનો શિકાર કર્યો હોય અથવા તો તેની સવારી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ