શું તમે 10 જ ધોરણ ભણ્યા છો? તો ના કરો ચિંતા, અહિંયા તમારી માટે છે નોકરીની ઉત્તમ તક, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બહુ નજીક છે હોં…

NYKS એટલે કે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન યુવાઓ માટે અનેક સોનેરી તક લાવ્યું છે. બેરોજગાર યુવાનો માટે 13 હજાર વેકેન્સી આ સંગઠન બહાર પાડી રહ્યું છે. નહેરુ યુવા કેન્દ્ર સંગઠને સ્વયંસેવકોના પદ માટે અરજી બહાર પાડી છે. આ નાણાંકીય વર્ષ 2021-22ને માટે આ નિમણૂંક કરવામાં આવી રહી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આવેદન કરતા પહેલાં વેબસાઈટ પર જઈને એક વાર સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચી લેવા જોઈએ. આ પછી અરજી કરવી જરૂરી છે.

જાણો નહેરુ યુવા કેન્દ્ર સંગઠન કેટલા પદ પર માંગી રહ્યું છે અરજી

image soucre

નોટિફિકેશનના અનુસાર કુલ 13206 પદ માટે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અરજી માંગી રહ્યું છે. આ સ્વયંસેવકના પદ માટે 10મુ પાસ ઉમેદવારોને પસંજ કરવામાં આવશે. યોગ્ય યુવાઓને એક વર્ષના સંગઠનને માટે વિકાસ કાર્યો અને તેમને ટ્રેનિંગ આપવા માટે નિયુક્ત કરવામાં આવશે. આ યુવાઓને 5000 રૂપિયા પ્રતિ મહિનાનું સ્ટાઈપન્ડ આપવામાં આવશે. આ સાથે આ ખાસ પદ પર આવેદન કરવા માટે ઈચ્છુક ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને અધિકતમ 29 વર્ષ હોવી જોઈએ.

નહેરુ યુવા કેન્દ્ર સંગઠન 2021 સંબંધિત મહ્તવની જાણકારીઓ અને તારીખો

image source

નોટિફિકેશન જાહેર થયાની તારીખ 5 ફેબ્રુઆરી છે. આ સાથે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છે. આ સિવાય રીઝલ્ટની તારીખ 15 માર્ચ 2021 છે. વધારે જાણકારી માટે તમારે વેબસાઈટ પરથી માહિતી મેળવવાની રહે છે.

નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના કામ અને સમય

image soucre

આ પદ પસંદગી પામેલા યુવાઓને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 માટે કરાશે. યુવાઓના કામ યૂથ ક્લબ અને ડેવલપમેન્ટ વિભાગો માટે વચ્ચે એજન્ટનું કામ કરવાનું રહેશે. સ્વયંસેવકોએ કામ અને પોતાના બ્લોકના યુવાઓની પ્રોફાઈલ બનાવવાની રહે છે.

image soucre

જો તમે પણ કોરોના કાળમાં બેરોજગાર બની ચૂક્યા છો અને તમે 10મું પાસ કરી ચૂક્યા છો તો તમે આ પદ માટે સરળતાથી અરજી કરી શકો છો. સ્વયંસેવકોને માટે આ પદ પર ભરતી એક સામાન્ય વાત હોવાની સાથે સાથે અનેક લોકોને માટે મહત્વનું બને છે. જ્યારે તમે આ પદ પર વેકેન્સી માટે એપ્લાય કરો છો ત્યારે તમને અનેક વધારે જાણકારી મળી રહેશે. જેના આધારે તમે તમારા કામને સરળ રીતે કરી શકશો. પણ યાદ રાખજો કે આ પદ પર નિમણૂંક નક્કી સમય માટે જ છે. પછી તમને આ નોકરીનો લાભ મળી શકશે નહીં. નક્કી સમય મર્યાદા અનુસાર તમને નક્કી પગાર પણ આપવામાં આવે છે. તો તમે પણ તમામ વાતોને ધ્યાનમાં રાખીને 20 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી લો તે ઈચ્છનીય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ