એક જ પરિવારના 5 લોકોના શબ મળતા ચકચાર, પિતાએ 4 બાળકોનું ગળું દબાવીને કરી નાખી હત્યા

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢ વિસ્તારમાં 10 ફેબ્રુઆરીના રોજ એક ચકચારી બનાવ બન્યો હતો. અહીં એક વ્યક્તિએ પોતાના જ ચાર બાળકોનું ગળું દબાવી હત્યા કરી અને પછી પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ અધિકારોના જણાવ્યાનુસાર ડૂંગલાપાની ગામમાં બાબૂ નામના વ્યક્તિએ પોતાના સંતાન રાકેશ, વિક્રમ, ગણેશ અને માંગીલાલનું ગળું દબાવી હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી છે.

image soucre

પોલીસે જણાવ્યાનુસાર બાબૂના ચાર બાળકોની ઉંમર 2થી 8 વર્ષ વચ્ચેની હતી. બાળકોના મૃતદેહના ગળા પર દોરીના નિશાન પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે બાબૂ દારુ પીવાનો વ્યસની હતો અને તેણે નશાની હાલતમાં જ આ ઘટનાને અંજામ આપ્યો હોય. આ સિવાય પોલીસને પુછપરછ દરમિયાન એમ પણ જાણવા મળ્યું છે કે બાબૂ અને તેની પત્ની વચ્ચે છેલ્લા 8,10 દિવસ પહેલા ઝઘડો થયો હતો. ત્યારબાદ તેની પત્ની પતિ અને બાળકોને છોડી તેના પિયર જતી રહી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલે હાલ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.

image soucre

40 વર્ષીય બાબૂ દારુનો વ્યસની હતો અને સંભાવના છે કે તેણે ચીક્કાર નશાની હાલતમાં જ પોતાના 8 વર્ષના રાકેશ, 6 વર્ષના માંગીલાલ, 4 વર્ષના વિક્રમ અને 2 વર્ષના ગણેશ નામના દીકરાની હત્યા કરી નાખી. પોલીસને ચારેય બાળકોની લાશ ઘરમાં પડેલી મળી હતી.

image source

આ ઘટનાની માહિતી મળતા એફએસએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને બાબૂની લાશ ઘરની બહાર એક ઝાડ પર લટકતી મળી હતી. જો કે ઘરમાંથી કે બાબૂ પાસે કોઈપણ પ્રકારની સૂસાઈડ નોટ મળી આવી ન હતી. તેથી શંકા છે કે બાબૂએ બાળકોને મારી પોતે આત્મહત્યા કરી હોય.

image soucre

ઉલ્લેખનીય છે કે બાબૂ અને તેની પત્ની વચ્ચે અનેકવાર ઝઘડા થતા અને દારુ પીને બાબૂ પત્ની સાથે મારઝૂડ પણ કરતો. જો કે વારંવાર ઝઘડાથી અને બાબૂની દારુની આદતથી કંટાળી પત્ની ગુજરાતમાં મજૂરી કામ કરવા આવી ગઈ હતી. હાલ પોલીસે બાબૂની પત્નીને રાજસ્થાન બોલાવી છે જેથી આ અંગે વધુ માહિતી મેળવી શકાય. જાણવા એમ પણ મળે છે કે બાબૂ અને તેની પત્ની વચ્ચે 8- 10 દિવસ પહેલા જ ઝઘડો થયો હતો અને બાબૂએ તેની પત્નીને ઘરમાંથી કાઢી મુકી હતી. ત્યારબાદ તે થોડા દિવસ પિયમાં રહી અને પછી તે મજૂરી કામ કરવા ગુજરાત આવી હતી.

image soucre

ગામના સરપંચનું પણ કહેવું છે કે બાબૂના પિતા નથી પરંતુ માતા તેની સાથે રહેતી હતી પરંતુ બાબૂ દારુડિયો હતો અને તેની મારપીટ કરવાની આદતના કારણે તેની માતા પણ તેને છોડી સંબંધીઓ સાથે રહેવા જતી રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!