SIM KYCનો મેસેજ આવે તો ચેતી જજો, નહિં તો એક જ ઝાટકે બેંક ખાતુ થઇ જશે ખાલીખમ, જાણો વધુ વિગતો

જો આપના ફોનમાં સીમ કાર્ડ કેવાયસી કરાવવાનો મેસેજ આવે છે તો આપે આ મેસેજને નજરઅંદાજ કરવાનો રહેશે અથવા આપે આપના ઓફીશીયલ કસ્ટમર કેરમાં વાત કરીને આગળ વધવું જોઈએ નહિતર કોઈ ફ્રોડ આપનું બેંક એકાઉન્ટ સાફ કરી દેશે.

  • -કેવાયસી કરાવવાના મેસેજથી ફ્રોડ કરતા મેસેજ ફરી રહ્યા છે.
  • -સાયબર ફ્રોડ અલગ અલગ રીતે બેંક ડીટેલ્સ પ્રાપ્ત કરી લે છે.
  • -કેવાયસીના મેસેજને નજરઅંદાજ કરો.

કેવાયસીના મેસેજથી બચવાની જરૂરિયાત.

image soucre

જો આપ એરટેલ કંપનીના ઉપભોક્તા છો અને આપને રોજ કેવાયસી કરાવવા માટે મેસેજ કે પછી ફોન આવે છે તો આપે સાવધાન થઈ જવું જોઈએ. સીમ કાર્ડ કેવાયસી કરાવીને ફ્રોડ થયાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. દિલ્લી પોલીસના સાયબર ક્રાઈમ દ્વારા આના માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એવું જણાવ્યું છે કે, એરટેલ કંપનીના ઉપભોક્તાને કેવાયસીના મેસેજ આવે છે જેનાથી બચવાની જરૂરિયાત છે અને તેનાથી બચવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.

આપનું સીમ ૨૪ કલાકમાં બ્લોક થઈ જવાનો મેસેજ આવશે.

image soucre

જો આપને સીમ કેવાયસી માટે જે મેસેજ આવી રહ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું હોય છે કે, પ્રિય, એરટેલ સીમ ગ્રાહક, આપનું કેવાયસી નિલંબિત કરી દેવામાં આવ્યું છે. આપના એરટેલ સીમનું કેવાયસી કરવા માટે આપને ૯૩૩૯૧***** પર કોલ કરવાનો રહેશે. જો આપ કેવાયસી નહી કરાવવામાં આવે તો આપનું બેંક એકાઉન્ટ ૨૪ કલાકમાં બ્લોક કરી દેવામાં આવશે.

નવા પ્રકારનું ફ્રોડ સામે આવ્યું છે.

image soucre

ડીસીપી સાયબર ક્રાઈમ દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે, સાવધાન રહેજો. એક નવા પ્રકારનું એસએમએસ ફ્રોડ પ્રકાશમાં આવ્યું છે, આ ફ્રોડમાં એરટેલ સીમ કાર્ડને કેવાયસી કરાવવા માટે એક મોબાઈલ નંબર પર ફોન કરવા માટે ગ્રાહકને કહેવામાં આવે છે. ગ્રાહકને જે નંબર પર કોલ કરવાનું કહેવામાં આવેલ છે તે એક સાયબર ફ્રોડ અલગ અલગ રીતે આપના બેંક એકાઉન્ટ કે પછી ક્રેડીટ કાર્ડથી પણ પૈસા ઉપાડી લેવામાં આવે છે.

ચોર ચોરી લેશે આપની તમામ વિગતો.

image soucre

ત્યાર બાદ બીજા ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે, આપે કોલરની વાતોમાં આવીને ભોળવાઈ જવું નહી. નહી જ કોઈ એપ ડાઉનલોડ કરવી અને આ સાથે જ કોઇપણ પ્રકારના નાના- મોટા પેમેન્ટ પણ કરવા નહી. આ ચોર આપના દ્વારા ડાઉનલોડ કરવામાં આવેલ એપ દ્વારા એની ડેસ્ક ક્વિક સપોર્ટની મદદથી આપના ફોનની સ્ક્રીનને રિમોટેલી જોઈ શકે છે અને આપના કાર્ડ, સીવીવી, ઓટીપી, યુપીઆઈ પીન નંબર જેવી માહિતીની ચોરી કરીને લાખો રૂપિયા ઉપાડી લેતા હોય છે.

ઓફીશીયલ કસ્ટમર કેરની સાથે વાત કરવી.

image soucre

જો આપને કેવાયસી કરાવવા માટેનો કોઈ મેસેજ આવે છે તો આપે તે મેસેજને નજરઅંદાજ કરી દેવો જોઈએ. આ સાથે જ આપે કેવાયસી વેરીફાય કરાવવા માટે ઓફીશીયલ કસ્ટમર કેર સાથે વાત કરવી. આપે કોઈપણ અજાણ્યા નંબર પર ફોન કરવો જોઈએ નહી અને આપે આપના ફોનમાં કોઈ એપ પણ ડાઉનલોડ કરવી જોઈએ નહી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ