હવે બસ આટલા જ દિવસમાં તૈમુર મોટો ભાઈ બની જશે

કરીના કપૂર અને સૈફ અલી ખાન ફરી માતા-પિતા બનવાના છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પછી ચાહકો કરીનાના બાળકના આગમનની રાહ જોઈ રહ્યા છે. ગર્ભાવસ્થા દરમિયાન કરીના સક્રિય જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ્સ લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. સૈફ અલી ખાન ફરીથી પિતા બનવા માટે ઉત્સાહિત છે. તેમણે કરીનાની ડિલિવરી ક્યારે થશે તે પણ જણાવ્યું હતું.

image source

કરીના કપૂર અને સૈફ અલી ખાને સોશિયલ મીડિયા પર માતા-પિતા બનવાના સમાચાર શેર કર્યા હતા. આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે તૈમૂર માર્ચ સુધીમાં મોટો ભાઈ બની જશે. હવે સૈફે ખુલાસો કર્યો છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં એક નાનો મહેમાન તેના ઘરે આવશે. સૈફે ફિલ્મફેયરને કહ્યું કે તે બંને તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે એમ પણ કહ્યું કે બીજું બાળક રાખવું એ મોટી જવાબદારી છે અને થોડો ડર પણ લાગે છે. જો વિગતે વાત કરીએ તો સૈફે એવું પણ કહ્યું કે બીજા બાળકનું આવવું મોટી જવાબદારી છે. તેના અનુસાર, આને લઈને તું અમુક હદ સુધી ડરેલો છે. પણ આ ડર તે ઉત્સુકતા આગળ કઈ નથી, જે ઘરમાં બાળકની દોડધામને લઈને છે.

આ દરમિયાન કરીના કપૂર તેના પરિવાર સાથે નવા ઘરે શિફ્ટ થઈ ગઈ છે. તેમનું નવું મકાન પહેલા કરતાં મોટું અને બીજા બાળકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. કરીના તેની ગર્ભાવસ્થા દરમ્યાન સક્રિય રહી છે. તાજેતરમાં તેના યોગ વીડિયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ છે. તૈમૂરની ડિલીવરી દરમિયાન કરીના પણ સક્રિય હતી. ઉલ્લેખનીય છે કે સૈફ અને કરીનાએ 16 ઓક્ટોબર 2012માં મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. 20 ડિસેમ્બર 2016ના રોજ તૈમુર અલી ખાનનો જન્મ થયો. 12 ઓગસ્ટ 2020ના સારા અલી ખાનના 25મા જન્મદિવસ પર સૈફ-કરીનાએ જાહેર કર્યું કે તે બીજીવાર પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે.

આ સિવાય વાત કરીએ તો ગર્ભાવસ્થાના સાતમાં મહિને કરીનાએ બેબી બમ્પ ફોટોશૂટ કરાવ્યું હતું અને ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરીને કહ્યું હતું, અમે બે પ્યૂમા ઈન્ડિયાના સેટ પર. કરીનાની આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સ ઓળઘોળ થઈ ગયા હતા.

કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરાએ કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘સ્ટનિંગ.’ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા તથા પિતરાઈ બહેન રિદ્ધિમા કપૂરે કમેન્ટ બોક્સમાં પિંક હાર્ટ ઈમોજી શૅર કરી હતી. આ તસવીરો ખુબ જ વાયરલ પણ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત