400 વર્ષ સુધી બરફમાં ઢંકાયેલા કેદારનાથના આ 6 રહસ્ય જાણીને ચોંકી જશો

દેશના 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના ગિરિરાજ હિમાલયના કેદારની ટોચ પર આવેલુ છે. રહસ્યોથી ભરેલા આ કેદારનાથ ધામ અને મંદિરને લગતી ઘણી કથાઓ પ્રચલિત છે. તો ચાલો જાણીએ કે કેદારનાથનું મંદિર શા માટે 400 વર્ષથી બરફ હેઠળ ઢંકાયેલુ રહ્યું અને આ મંદિરને લગતા બીજા રહસ્યો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર તેરમી સદીમાં આવેલા એક ભયંકર બરફના તોફાનના કારણે આ મંદિર જમીનની અંદર દંટાઈ ગયું હતું. 17 મી સદી એટલે કે લગભગ 400 વર્ષ સુધી આ દેવીય સ્થળ ધરતીની અંદર જ રહ્યું. દરેક માટે આશ્ચર્યજનક બાબત એ છે કે આટલા લાંબા સમય સુધી બરફની નીચે દબાયેલા હોવા છતાં આ મંદિરને કંઈપણ નુકશાન થયુ નહોતુ.

1. પ્રથમ રહસ્ય

image source

કેદારનાથ ધામમાં એક બાજુ આશરે 22 હજાર ફૂટ ઉંચી કેદાર, બીજી બાજુ 21 હજાર 600 ફુટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી બાજુ 22 હજાર 700 ફૂટ ઉંચો ભરતકુંડનો પર્વત છે. અહીં ન માત્ર 3 પર્વતોપરંતુ 5 નદીઓનો સંગમ પણ છે. અહિયા, મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી. આ નદીઓમાં અલકનંદાની સહાયક મંદાકિની નદી આજે પણ હાજર છે. આના કાંઠે જ છે કેદારારેશ્વર ધામ. અહીં શિયાળામાં ભારે બરફ પડે છે અને વરસાદમાં જબરદસ્ત પાણી ભરાય છે.

2. બીજું રહસ્ય

image source

આ મંદિર કટવા પત્થરોના ભૂરા રંગના મોટા અને મજબૂત શિલાખંડોને જોડીને બનાવવામાં આવ્યું છે. 6 ફૂટ ઉંચા ચબુતરા પર ઉભા 85 ફૂટ ઉચા, 187 ફૂટ લાંબા અને 80 ફૂટ પહોળા મંદિરની દિવાલો 12 ફૂટ જાડી છે. આ આશ્ચર્યજનક વાત છે કે આટલા મોટા ભારે પત્થરો લાવીને મંદિર કેવી રીતે બનાવવામાં આવ્યું હશે? ખાસ કરીને આ વિશાળ છત થાંભલાઓ પર કેવી રીતે મૂકવામાં આવી હતી? એકબીજા સાથે પત્થરોને જોડવા માટે ઇન્ટરલોકિંગ ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

3. ત્રીજું રહસ્ય

image source

આ મંદિર હાલના મંદિર પાછળ સૌપહેલા પાંડવોએ બનાવ્યું હતું, પરંતુ સમય જતા આ મંદિર ગાયબ થઈ ગયું. ત્યાર પછી આ મંદિરનું નિર્માણ 508 ઈસા પૂર્વ જન્મેલા અને 476 ઈસા પૂર્વે દેહત્યાગી ગયેલા આદિશંકરાચાર્યએ કરાવ્યું હતું. આ મંદિરની પાછળ તેની સમાધિ છે. તેનું ગર્ભગૃહ પ્રમાણમાં પ્રાચીન છે, જેને 80 મી સદીની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ મંદિરનું પહેલા 10 મી સદીમાં માલવાના રાજા ભોજે અને ત્યારબાદ 13 મી સદીમાં મંદીરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. હતું.

4. ચોથું રહસ્ય

image source

દીપાવલી મહાપર્વના બીજા દિવસે શિયાળાની ઋતુમાં મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે. 6 મહિના સુધી મંદિરની અંદર દીવો સળગતો રહે છે. પુજારી સસન્માન પટ બંધ કરીને વિગ્રહ અને દંડીને 6 મહિના સુધી પર્વતની નીચે ઉખીમથમાં લઈ જાય છે. 6 મહિના પછી મે મહિનામાં કેદારનાથના દરવાજા ખુલે છે, ત્યારબાદ ઉત્તરાખંડની યાત્રા શરૂ થાય છે. 6 મહિના મંદિરમાં અને તેની આસપાસ કોઈ રહેતું નથી. પરંતુ આશ્ચર્યજનક રીતે, દીવો 6 મહિના સુધી પણ સળગતો રહે છે અને સતત પૂજા પણ થતી રહે છે. કપાટ ખુલ્યા બાદ એ પણ આશ્ચર્યનો વિષય છે કે, તેવી જ સ્વચ્છતા જોવા મળે છે જેવી 6 મહિના પહેલા છોડીને ગયા હતા.

5. પાંચમુ રહસ્ય

IMAGE SOURCE

16 જૂન 2013 ની રાત્રે પ્રકૃતિએ કહેર વર્તાવ્યો હતો. જળપ્રલયથી ઘણી મોટી મોટી અને મજબુત ઇમારતો પત્તાની જેમ તૂટીને પાણીમાં વહી ગઈ હતી, પરંતુ કેદારનાથ મંદિરને કંઈપણ નુકશાન થયું નહોતુ. આશ્ચર્યની વાત તો છે કે, જ્યારે એક વિશાળ પથ્થરની સીલા પાણીની સાથે પહાડો પરથી આવી અને અચાનક મંદિરની પાછળ અટકી ગઈ! તે પથ્થર અટકી જવાને કારણે પૂરનું પાણી 2 ભાગમાં વહેંચાઈ ગયું અને મંદિર સુરક્ષિત થઈ ગયું હતું. આ પ્રલયમાં લગભગ 10 હજાર લોકોનાં મોત થયાં હતા.

6. છઠ્ઠુ રહસ્ય

image source

પુરાણોની ભવિષ્યવાણી મુજબ, આ સમગ્ર ક્ષેત્રના તીર્થસ્થાનો અદૃશ્ય થઈ જશે. એવું માનવામાં આવે છે કે જે દિવસે નર અને નારાયણ પર્વતો મળી જશે, બદ્રીનાથનો રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ જશે અને ભક્તો બદ્રીનાથના દર્શન નહીં કરી શકે. પુરાણો અનુસાર વર્તમાન બદ્રીનાથ ધામ અને કેદારેશ્વર ધામ અદૃશ્ય થઈ જશે અને વર્ષો પછી ભવિષ્યમાં ‘ભવિષ્યબદ્રી’ નામની નવા તિર્થનું નિર્માણ થશે.

વાસ્તવમાં કેદારનાથનો આ વિસ્તાર ચોરાબરી ગ્લેશિયરનો એક ભાગ છે. વૈજ્ઞાનિકો કહે છે કે ગ્લેશિયર્સના સતત ઓળગતા રહેવાથી અને ખડકોના હલન ચલનથી આવતા વર્ષોમાં પણ આ પ્રકારના પૂર અથવા અન્ય કુદરતી આફતો ચાલુ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત